શોધખોળ કરો
Advertisement
પાર્લે એગ્રોએ જવના સ્વાદવાળું નવું પીણું કર્યુ લોન્ચ, કિંમત છે સાવ નજીવી
પાર્લે એગ્રો હાલમાં ફ્રુટ પ્લસ ફીઝ ડ્રીંક કેટેગરીમાં 99 ટકા બજાર હિસ્સા સાથે એપી ફીઝ સાથે પ્રભુત્વ ધરાવે છે. એ
અમદાવાદઃ ભારતની સૌથી મોટી બેવરેજ કંપની પાર્લે એગ્રો તદ્દન નવા પીણા B-ફીઝ સાથે ફરી એકવાર બેવરેજ કેટેગરીમાં હલચલ મચાવવા માટે સજ્જ છે. આ વિશિષ્ટ અને તાજગી આપતુ જવના સ્વાદવાળું કાર્બોનેટેડ પીણુ સફરજનના જ્યુસ સાથે દરેક વય જૂથના ગ્રાહકોના સ્વાદના અનુભવમાં ક્રાંતિ લાવશે. B-ફીઝએ પાર્લે એગ્રો ફ્રુટ પ્લસ ફીઝ આધારિત પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં આકર્ષક નવું ઉમેરણ છે. આ નવા પેકની કિંમત માત્ર 10 રૂપિયા છે. આક્રમક માર્કેટિંગ, નક્કર પેકેજિંગ અને આકર્ષક કિંમત સાથે કાર્બોનેટેડ સોફ્ટ ડ્રીંક (સીએસડી) કેટેગરીમાં ભારે તરંગો પેદા કરવા માટે સજ્જ છે. બ્રાન્ડે મેગાસ્ટાર પ્રિયંકા ચોપરા જોનાસને નવા લોન્ચની પહોંચ અને સતર્કતામાં વધારો કરવા માટે રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર અને જુનિયર એનટીઆરને દક્ષિણ ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઉતાર્યો છે.
B-ફીઝ બજારમાં ઉપલબ્ધ બનાવટી ફીઝી પીણાઓ સામે પણ તંદુરસ્ત વિકલ્પ છે. વધુમાં મજબૂત અને અલગ લાલ કલરનુ પેકેજિંગ આ હળવા અને તાજગી આપતા પીણાની નક્કરતાનો પડઘો પાડે છે જે દિવસ કે રાત્રે ગમે ત્યારે વપરાશ કરવા માટે તૈયાર છે.
આ લોન્ચ અંગે ટિપ્પણી કરતા પાર્લે એગ્રોના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને સીએમઓ નાદીયા ચૌહાણે જણાવ્યું હતુ કે,“પાર્લે એગ્રો તેના ગ્રાહકોના અનુભવને ઉન્નત બનાવવા માટે હંમેશા આગળ પડતી રહી છે. અમને સરહદોને વેગ આપવાનું ગમે છે અને રોમાંચકતામાં વધારો કરે તેવા સ્વાદ અને અનુભવ ગ્રાહકોને રજૂ કરવા માટે સતત સઘર્ષ કરતા રહીએ છીએ અને B-ફીઝ તેવું જ છે. પરિણામે અમે અમારા રૂ. 10ની કિમત પરત્વે ભારે સતર્ક રહીએ છીએ જે માર્કેટમાં અતુલનીય છે. આ પ્રભુત્વ ફક્ત લોકડાઉન બાદના અમારા તંદુરસ્ત વિતરણ પ્રયત્નોને ઊંચા પાયે લઈ જશે એટલુ જ નહીપરંતુ B-ફીઝનો મોટા ભાગના ગ્રાહકો લાભ ઉઠાવી શકે તેની ખાતરી પણ કરશે. અમારી સોફ્ટ લોન્ચને પહેલેથી સકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો છે અને સમગ્ર બજારમાં અમે B-ફીઝ સાથે મહત્તમ અસરનુ સર્જન કરવાનો ઇરાદો ધરાવીએ છીએ.”
પાર્લે એગ્રો હાલમાં ફ્રુટ પ્લસ ફીઝ ડ્રીંક કેટેગરીમાં 99 ટકા બજાર હિસ્સા સાથે એપી ફીઝ સાથે પ્રભુત્વ ધરાવે છે. એપી ફીઝ અત્યંત વખાણાયેલ પીણુ છે અને આજે ભારતમાં સૌથી ઝડપથી વિકસતા કાર્બોનેટેડ પીણાઓમાંનુ એક છે તે સીએસડી માર્કેટમાં નોંધપાત્ર માર્ગ કંડારે છે. તેના નવા ફ્રુટ પ્લસ ફીઝ ઓફરિંગ B-ફીઝ સાથે, પાર્લે એગ્રો દેશમાં નં. 1 બેવરેજ કંપી તરીકે ઉભરી આવવા માટે એકંદરે CSD કેટેગરીમાં મહત્તમ હિસ્સો સર કરવાનો ઉદ્દેશ ધરાવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion