(Source: ECI/ABP News/ABP Majha)
Petrol Diesel 24 June: પેટ્રોલ 110 રૂપિયા પ્રતિ લિટરની નજીક, આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા
દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે.
આજે ફરી એક વખત પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલની કિંમતમાં 26 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે ડીઝલના ભાવમાં (Diesel Price)માં 7 પૈસા પ્રતિ લિટરનો ઉછાળો જોવા મળ્યો છે. દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ વધીને 97.76 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. જ્યારે ડીઝલનો ભાવ વધીને 88.30 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94 રૂપિયા 7 પૈસા થયો તો ડીઝલનો ભાવ 95 રૂપિયા 14 પૈસા થયો છે.
ભાવ વધારા બાદ મુખ્ય શહેરમાં પેટ્રોલ ડીઝલનો ભાવ
- દિલ્હીમાં પેટ્રોલ76 રૂપિયા અને ડીઝલ 88.30 રૂપિયા પ્રતિ લિટર
- મુંબઈમાં પેટ્રોલ89 રૂપિયા અને ડીઝલ 95.79 રૂપિયા પ્રતિ લિટર
- કોલકાતામાં પેટ્રોલ63 રૂપિયા અને ડીઝલ 91.15 રૂપિયા પ્રતિ લિટર
- ચેન્નઈમાં પેટ્રોલ88 રૂપિયા અને ડીઝલ 92.89 રૂપિયા પ્રતિ લિટર
- ભોપાલમાં પેટ્રોલ 99 રૂપિયા અને ડીઝલ 97.00 રૂપિયા પ્રતિ લિટર
- પટનામાં પેટ્રોલ 80 રૂપિયા અને ડીઝલ 93.63 રૂપિયા પ્રતિ લિટર
- ચંદીગઢમાં પેટ્રોલ 02 રૂપિયા અને ડીઝલ 87.94 રૂપિયા પ્રતિ લિટર
- લખનઉમાં પેટ્રોલ 95 રૂપિયા અને ડીઝલ 88.71 રૂપિયા પ્રતિ લિટર
- બેંગલુરુમાં પેટ્રોલ 03 રૂપિયા અને ડીઝલ 93.61 રૂપિયા પ્રતિ લિટર
વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?
દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.
- 2014-15- પેટ્રોલ 09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર
- 2015-16- પેટ્રોલ 41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર
- 2016-17- પેટ્રોલ 70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર
- 2017-18- પેટ્રોલ 19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર
- 2018-19- પેટ્રોલ 09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર
- 2019-20- પેટ્રોલ 05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર
- 2020-21- પેટ્રોલ 32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર
દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.