Fuel Price: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો, જાણો શું છે નવી કિંમતો ?
એક દિવસના વિરામ બાદ આજે ફરી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો થયો છે.
Petrol-Diesel Price Hike: એક દિવસના વિરામ બાદ આજે ફરી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો થયો છે. ત્યારબાદ રાજધાનીમાં એક લીટર પેટ્રોલની કિંમત હવે 80 રૂપિયા થઈ ગઈ છે. ચાર મહિના બાદ 22 માર્ચ, મંગળવારના રોજ પ્રથમ વખત આ કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ છેલ્લા 12 દિવસમાં 10મી વખત ઇંધણ મોંઘું થયું છે.
Price of petrol & diesel in Delhi at Rs 102.61 per litre & Rs 93.87 per litre respectively today (increased by 80 paise)
— ANI (@ANI) April 2, 2022
In Mumbai, the petrol & diesel prices per litre at Rs 117.57 & Rs 101.79 (increased by 85 paise) pic.twitter.com/oRQxEUlKAK
મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 117 રૂપિયા 57 પૈસા છે.
દેશની આર્થિક રાજધાનીમાં એક લિટર પેટ્રોલની કિંમત 117 રૂપિયા 57 પૈસા અને ડીઝલની કિંમત 101 રૂપિયા 70 પૈસા થઈ ગઈ છે. અહીં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 85 પૈસાનો વધારો થયો છે. તાજેતરમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આશરે 35-40 ટકાનો વધારો થયો છે. ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ના લેટેસ્ટ અપડેટ અનુસાર, દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 102.61 થઈ ગઈ છે. તે જ સમયે, ડીઝલની કિંમત 93.87 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. 31 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસા પ્રતિ લીટરનો ઉછાળો આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા 12 દિવસમાં 10મી વખત પેટ્રોલ-ડીઝલ મોંઘુ થયું છે.
નોંધનીય છે કે ઇંધણના ભાવ નવેમ્બરની શરૂઆતથી મંગળવાર સુધી સ્થિર હતા, જે દરમિયાન કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી અનુક્રમે 5 રૂપિયા અને 10 રૂપિયા પ્રતિ લિટર ઘટાડી હતી. વિવિધ પરિબળોના આધારે પરિવહન ઇંધણના ખર્ચમાં ફેરફાર કરે છે.
ભારત 85 ટકા આયાત પર નિર્ભર છે
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિક ટેક્સના આધારે તેમની કિંમતો દરેક રાજ્યમાં અલગ અલગ છે. ક્રિસિલ રિસર્ચ અનુસાર, આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં થયેલા વધારાને સંપૂર્ણપણે કાબુમાં લેવા માટે 9-12 રૂપિયા પ્રતિ લિટરનો વધારો જરૂરી છે. ભારત તેની તેલની જરૂરિયાતો પૂરી કરવા માટે 85 ટકા આયાત પર નિર્ભર છે.