શોધખોળ કરો

Petrol Diesel Price Today: રેકોર્ડ હાઈ પર પહોંચ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, અનેક શહેરમાં ભાવ 100 રૂપિયાને પાર

સરકારી ઓઈલ કંપનીઓએ બહાર પાડેલ નવા ભાવ અનુસાર આજે પેટ્રોલની કિંમતમાં 27 પૈસાનો વધારો થયો છે તો ડીઝલની કિંમતમાં 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

દિલ્હીઃ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત એક સપ્તાહથી વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગયા છે. દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયો છે.

સરકારી ઓઈલ કંપનીઓએ બહાર પાડેલ નવા ભાવ અનુસાર આજે પેટ્રોલની કિંમતમાં 27 પૈસાનો વધારો થયો છે તો ડીઝલની કિંમતમાં 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ગઈકાલની વાત કરીએ તો પેટ્રોલની કિંમતમાં 26 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે ડીઝલની કિંમતમાં 33 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

આ શહેરમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર

  • અનુપપુરમાં પેટ્રોલનો ભાવ 102.40 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યો તો ડીઝલનીકિંમત 93.06 રૂપિયા પ્રતિ લિટર થઈ છે.
  • શ્રીગંગાનગરમાં પેટ્રોલના ભાવ 102.70 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલ 95.06 રૂપિયા પ્રતિ લિટર થયું.

આઈઆઈએફએલ સિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડન્ટ અનુજ ગુપ્તાનું માનીએ તો માગ વધવાને કારણે ક્રૂડ ઓઈલ મોંઘું થવાનું શરૂ થયું છે. જ્યારે આશા છે કે આવનારા કેટલાક દિવસમાં બ્રેન્ટ ક્રૂડ 75 ડોલર પ્રતિ બેલર સુધી જઈ શકે છે. તેનો મતલબ પેટ્રોલ 3થી 4 રૂપિયા મોંઘું થઈ શકે છે.

જણાવીએ કે, કિંમતમાં વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 91.80 રૂપિયા થઈ ગઈ છે જ્યારે ડીઝલ 82.36 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત 98.12 પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલ 89.48 પ્રતિ લિટર પર પર આવી ગઈ છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 93.26 પ્રતિ લિટર પર આવી ગઈ છે. જ્યારે ડીઝલ 87.25 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

કોલકાતામાં પેટ્રોલની કિંમત 91.92 રૂપિયા થઈ ગઈ છે તો ડીઝલ 85.20 રૂપિયા પ્રતિ લિટર પર આવી ગઈ છે.

દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે

પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.

પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: દિવાળી પર ખેડૂતોની સરકારની મોટી ભેટ! ટેકાના ભાવે મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનના સમયમાં કર્યો વધારો
Gandhinagar: દિવાળી પર ખેડૂતોની સરકારની મોટી ભેટ! ટેકાના ભાવે મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનના સમયમાં કર્યો વધારો
Exclusive: મહારાષ્ટ્રના આગામી CM  કોણ? રાજ ઠાકરેની ભવિષ્યવાણી,આ નેતાનું લીધુ નામ
Exclusive: મહારાષ્ટ્રના આગામી CM કોણ? રાજ ઠાકરેની ભવિષ્યવાણી,આ નેતાનું લીધુ નામ
BSF Rafting Tour: જાંબાઝ મહિલાઓનું ગંગોત્રીથી ગંગાસાગરનું સાહસિક સફર, આપશે ગંગા સફાઇ અને નારી સશક્તિકરણનો સંદેશ
BSF Rafting Tour: જાંબાઝ મહિલાઓનું ગંગોત્રીથી ગંગાસાગરનું સાહસિક સફર, આપશે ગંગા સફાઇ અને નારી સશક્તિકરણનો સંદેશ
ICC રેન્કિંગમાં મોટો ઉલટફેર, બુમરાહને પછાડી સાઉથ આફ્રિકાનો આ બોલર બન્યો નંબર વન
ICC રેન્કિંગમાં મોટો ઉલટફેર, બુમરાહને પછાડી સાઉથ આફ્રિકાનો આ બોલર બન્યો નંબર વન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad: દિવાળી નીમિત્તે અમદાવાદ શહેરને શણગારાયું દુલ્હનની જેમ, આખુય શહેર ઝળહળી ઉઠ્યુંJayesh Radadia: નુકસાની વેઠી રહેલા ખેડૂતો માટે જયેશ રાદડિયાની સૌથી મોટી જાહેરાતCM Bhupendra Patel: સામાન્ય માણસની જેમ CMએ પણ દીકરાના દીકરા માટે કરી ફટાકડાંની ખરીદીPalanpur Crime : રિક્ષામાં ગાંજાની સ્મગલિંગ કરતા બે શખ્સોને પોલીસે ઝડપ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: દિવાળી પર ખેડૂતોની સરકારની મોટી ભેટ! ટેકાના ભાવે મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનના સમયમાં કર્યો વધારો
Gandhinagar: દિવાળી પર ખેડૂતોની સરકારની મોટી ભેટ! ટેકાના ભાવે મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનના સમયમાં કર્યો વધારો
Exclusive: મહારાષ્ટ્રના આગામી CM  કોણ? રાજ ઠાકરેની ભવિષ્યવાણી,આ નેતાનું લીધુ નામ
Exclusive: મહારાષ્ટ્રના આગામી CM કોણ? રાજ ઠાકરેની ભવિષ્યવાણી,આ નેતાનું લીધુ નામ
BSF Rafting Tour: જાંબાઝ મહિલાઓનું ગંગોત્રીથી ગંગાસાગરનું સાહસિક સફર, આપશે ગંગા સફાઇ અને નારી સશક્તિકરણનો સંદેશ
BSF Rafting Tour: જાંબાઝ મહિલાઓનું ગંગોત્રીથી ગંગાસાગરનું સાહસિક સફર, આપશે ગંગા સફાઇ અને નારી સશક્તિકરણનો સંદેશ
ICC રેન્કિંગમાં મોટો ઉલટફેર, બુમરાહને પછાડી સાઉથ આફ્રિકાનો આ બોલર બન્યો નંબર વન
ICC રેન્કિંગમાં મોટો ઉલટફેર, બુમરાહને પછાડી સાઉથ આફ્રિકાનો આ બોલર બન્યો નંબર વન
Salman Khan: સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, મેસેજ મોકલી માંગ્યા બે કરોડ
Salman Khan: સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, મેસેજ મોકલી માંગ્યા બે કરોડ
Gandhinagar: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું તો પોલીસે આપ્યું ફુલ, ખાખીનું આ નવું સ્વરુપ જોઈ વાહનચાલકો પણ ચોંક્યા
Gandhinagar: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું તો પોલીસે આપ્યું ફુલ, ખાખીનું આ નવું સ્વરુપ જોઈ વાહનચાલકો પણ ચોંક્યા
Hyderabad Woman Dies: સાવધાન! મોમોઝે લીધો મહિલાનો જીવ, 20થી વધુની હાલત ખરાબ
Hyderabad Woman Dies: સાવધાન! મોમોઝે લીધો મહિલાનો જીવ, 20થી વધુની હાલત ખરાબ
રાજ્યની 4 મહાનગરપાલિકાઓ અને 4 નગરપાલિકાને રાજ્ય સરકારની દિવાળી ભેટ, 1664 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યની 4 મહાનગરપાલિકાઓ અને 4 નગરપાલિકાને રાજ્ય સરકારની દિવાળી ભેટ, 1664 કરોડ રૂપિયા ફાળવ્યા
Embed widget