શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સતત 11માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, ગુજરાતમાં પેટ્રોલ 87 તો ડીઝલ 86 રૂપિયાને પાર
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત તેજી જોવા મળી રહી છે. બેન્ચમાર્ક ક્રૂડ ઓઈલ બ્રેન્ટ ક્રૂડનો ભાવ 65 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયો છે.
Petrol-Diesel Price: દેશમાં પેટ્રોલ અને ડીઝળની કિંમતમાં આજે સતત 11માં દિવસે વધારો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 31 પૈસા અને ડીઝલની કિંમત 33 પૈસા વધી છે. ત્યાર બાદ હવે દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 90.19 રૂપિયા અને એક લિટર ડીઝલની કિંમત 80.60 રૂપિયા પહોંચી છે. આ મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 13મી વખત વધી છે.
દિલ્હીમાં સતત 10 દિવસમાં પેટ્રોલ 3.24 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. જ્યારે ડીઝલની કિંમત 3.49 રૂપિયા પ્રતિ લિટર વધારો થયો છે.
દિલ્હી સિવાય અન્ય મુખ્ય શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવ
મુંબઈ- પેટ્રોલ 96.57 રૂપિયા, ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લિટર, પ્રીમિયમ પેટ્રોલ- 99.17 પ્રતિ લિટર
કોલકાતા- પેટ્રોલ 91.41 રૂપિયા, ડીઝલ 84.19 રૂપિયા પ્રતિ લિટર
ગુજરાતમાં પેટ્રોલના ભાવ
અમદાવાદ - પેટ્રોલ 87.36 રૂપિયા, ડીઝલ 86.80 રૂપિયા પ્રતિ લિટર
રાજકોટ - પેટ્રોલ 87.20 રૂપિયા, ડીઝલ 86.59 રૂપિયા પ્રતિ લિટર
વડોદરા - પેટ્રોલ 86.99 રૂપિયા, ડીઝલ 86.34 રૂપિયા પ્રતિ લિટર
સુરત - પેટ્રોલ 87.29 રૂપિયા, ડીઝલ 86.70 રૂપિયા પ્રતિ લિટર
ક્રૂડ ઓઈલમાં સતત તેજી
જણાવીએ કે, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત તેજી જોવા મળી રહી છે. બેન્ચમાર્ક ક્રૂડ ઓઈલ બ્રેન્ટ ક્રૂડનો ભાવ 65 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયો છે. નાયમેક્સ પર ડબલ્યૂટીઆઈ માર્ચ કોન્ટ્રાક્ટ 0.96 ટકાની તેજી સાથે 62.27 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયો છે.
નોંધનીય છે કે, આ પહેલા પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બજેટ સત્ર દરમિયાન સંસદમાં કહ્યું હતું કે પેટ્રોલિયમ પ્રોડક્ટ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડાવની હાલમાં કોઈ યોજના નથી. વૈશ્વિક બજારમાં કોવિડ સંકટ બાદ પ્રથમ વખત ક્રૂડ ઓઈલનો ભાવ 63 ડોલર પ્રતિ બેરલ સુધી ગયો છે. ભારત પેટ્રોલ પ્રોડક્ટની જરૂરતના 80 ટકા આયાત પર નિર્ભર છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે અગાઉની સરકારોએ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઘટાડી હોત તો આજે સામાન્ય માનવીને આટલો આર્થિક બોજ સહન ન કરવો પડયો હોત. તેમણે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ઓઇલની જરૂરિયાતના ૮૫ ટકા ઓેઇલની આયાત કરવામાં આવી હતી. જ્યારે ગેસની જરૂરિયાતના ૫૩ ટકા ગેસની આયાત કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion