મોંઘવારી વચ્ચે પેટ્રોલ પંપના માલિકે ઉઠાવ્યું આવું પગલું, હવે પેટ્રોલ લેવા માટે આ શરત પૂરી કરવી પડશે
પેટ્રોલ પંપના માલિક રવિશંકર પારધી કહે છે કે, લોકો 20-30 રૂપિયામાં પેટ્રોલ માંગે છે અને ત્યાં જે મશીનો છે તે ખૂબ ઝડપથી ચાલે છે.
![મોંઘવારી વચ્ચે પેટ્રોલ પંપના માલિકે ઉઠાવ્યું આવું પગલું, હવે પેટ્રોલ લેવા માટે આ શરત પૂરી કરવી પડશે petrol of less than rs 50 will not be available at a petrol pump in nagpur district of Maharashtra મોંઘવારી વચ્ચે પેટ્રોલ પંપના માલિકે ઉઠાવ્યું આવું પગલું, હવે પેટ્રોલ લેવા માટે આ શરત પૂરી કરવી પડશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/07/51bccbd867f9890a3da2d6f0ba79c495_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હાલમાં એશિયા ખંડમાં સ્થિતિ સારી નથી ચાલી રહી. ભારતના બે પડોશી દેશો પાકિસ્તાન અને શ્રીલંકા રાજકીય અને આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. દરમિયાન શ્રીલંકામાં એવી સ્થિતિ સર્જાઈ છે કે પેટ્રોલની અછત વચ્ચે પેટ્રોલ પંપ પર સેનાને સુરક્ષામાં તૈનાત કરવામાં આવી છે. તે જ સમયે, આપણા દેશમાં પણ છેલ્લા 17 દિવસમાં પેટ્રોલના ભાવમાં 10 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
ભારતમાં પેટ્રોલના ભાવ ભલે સદીને આંબી ગયા હોય, પરંતુ તે સરળતાથી મળી રહે છે. હાલ તો મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકો હવે પેટ્રોલ લેવા માટે નાની શરત સ્વીકારતા જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં, મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં એક પેટ્રોલ પંપના માલિકે પચાસ રૂપિયાથી ઓછી કિંમતનું પેટ્રોલ વેચવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.
પેટ્રોલ પંપના માલિક રવિશંકર પારધી કહે છે કે 'લોકો 20-30 રૂપિયામાં પેટ્રોલ માંગે છે અને ત્યાં જે મશીનો છે તે ખૂબ ઝડપથી ચાલે છે. કર્મચારી જ્યારે નોઝલ ઉપાડે છે ત્યારે લોકો ઉપાડતાની સાથે જ 20-30 રૂપિયાનું પેટ્રોલ પૂરું થઈ જાય છે, જેના કારણે લોકો ઝઘડે છે, તેથી અમે વીજળી બચાવવા અને ઝઘડા ઘટાડવા આ નિર્ણય લીધો છે.
Maharashtra | A petrol pump in Nagpur refuses to sell petrol below Rs.50
— ANI (@ANI) April 6, 2022
It's not viable to operate machines for giving such a small quantity of petrol as they consume high electricity. We took this decision to avoid a scuffle with people: Ravishankar Pardhi, Petrol Pump owner pic.twitter.com/NXOay5flOf
આ અંગે પેટ્રોલ પંપના માલિક વતી પંપ પર પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. જે જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. હકીકતમાં, આપણા દેશમાં પેટ્રોલના ભાવ વધ્યા પછી પણ મોટાભાગના લોકોને રોજિંદા કામ માટે 20 થી 30 રૂપિયાનું પેટ્રોલ પુરાવતા જોવા મળે છે. જેના કારણે પેટ્રોલ પુરવાનું મશીન ચલાવવામાં વીજળીનો વપરાશ વધુ થાય છે.
આ સાથે એવું પણ જોવા મળ્યું છે કે પેટ્રોલ પંપમાં ભાવ વધતા લોકો ઓછી કિંમતનું પેટ્રોલ પુરાવતા સમયે અસંતુષ્ટિ અનુભવે છે અને ઘણી વખત લોકો પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે દલીલ કરતા જોવા મળ્યા છે. તેને રોકવા માટે પંપના માલિકે આ પદ્ધતિ અપનાવી છે.
लोग 20-30 रुपए का पेट्रोल मांगते हैं और जो मशीनें हैं वो काफी तेज चलती हैं। जब कर्मचारी नोजल उठाएगा तो उठाते ही 20-30 रुपए का पेट्रोल पूरा हो जाता है जिसके कारण लोग झगड़ा करते हैं, तो हमने बिजली की बचत और झगड़े कम करने के लिए ये फैसला लिया है: रविशंकर पारधी, पेट्रोल पंप मालिक pic.twitter.com/qcunoCDfRd
— ANI_HindiNews (@AHindinews) April 6, 2022
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)