Accident: કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ
Accident: પ્રયાગરાજ કુંભથી પરત ઘરે ફરી રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. ટ્રક અને ટાટા વિંગર ટ્રાવેલર ગાડી વચ્ચે અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયા છે જ્યારે 8 લોકો ઘાયલ થયા છે.

Accident: પ્રયાગરાજ કુંભથી પરત ઘરે ફરી રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. ટ્રક અને ટાટા વિંગર ટ્રાવેલર ગાડી વચ્ચે અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયા છે જ્યારે 8 લોકો ઘાયલ થયા છે.
સામે આવેલી વિગતો અનુસાર લીમખેડાના પાલ્લી હાઇવે પર આ અકસ્માતની ઘટના બની છે. રસ્તા ઉપર ઊભેલી ટ્રકમાં પાછળથી ટ્રાવેલર ગાડીએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર ધોળકા સહિતના પરિવારના સભ્યો અકસ્માતનો ભોગ બન્યા છે. હલામાં ઘાયલોને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે. જ્યારે મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા છે. ઘટનાને લઈ હાઇવે ઓથોરિટી 108 પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ઘટનાને લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટનાને લઈને પરિવારમાં ગમગમીનો માહોલ છે.
મહાકુંભમાં જઈ રહેલા 10 શ્રદ્ધાળુઓના મોત, 19 ઘાયલ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓના મોત થયાના અહેવાલ છે, જ્યારે 19 લોકો ઘાયલ થયા છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને બચાવી લેવામાં આવ્યા અને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા. દરમિયાન, મૃતદેહોને શબઘરમાં રાખવામાં આવ્યા છે. બોલેરોમાં સવાર બધા જ પુરુષો હતા, જેમની ઉંમર 25 થી 45 વર્ષની વચ્ચે હતી. આ અકસ્માતમાં બધાએ પોતાના જીવ ગુમાવ્યા છે.
છત્તીસગઢના શ્રદ્ધાળુઓ બોલેરોમાં મુસાફરી કરી રહ્યા હતા
મળતી માહિતી મુજબ, શુક્રવારે (૧૪ ફેબ્રુઆરી) મોડી રાત્રે પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો કાર અને બસ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી, જેમાં 10 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ 10 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. તે બધા છત્તીસગઢના કોરબા જિલ્લાના રહેવાસી હતા.
બસમાં મુસાફરી કરી રહેલા ઘાયલ શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશના છે
કહેવામાં આવી રહ્યું છે કે બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ 10 શ્રદ્ધાળુઓ સંગમ સ્નાન માટે મેળા વિસ્તારમાં આવી રહ્યા હતા. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 19 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા, જેઓ સંગમમાં સ્નાન કરીને વારાણસી જઈ રહ્યા હતા. બધા ઘાયલોને સીએચસી રામનગરમાં દાખલ કરવામાં આવ્યા છે. બસમાં મુસાફરી કરી રહેલા બધા શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના રહેવાસી છે.
આ પણ વાંચો....
PM Modi US visit: મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાતમાં કોણે મારી બાજી ? જાણો શું કહ્યું વર્લ્ડ મીડિયાએ?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
