શોધખોળ કરો

હવે ફોન પેથી આ દેશમાં પણ સરળતાથી કરી શકશો UPI પેમેન્ટ, કંપનીની મોટી જાહેરાત

હવે PhonePe એ તેના ગ્રાહકો માટે એક નવી સેવા શરૂ કરી છે

ભારત ડિજિટલ વિશ્વમાં સતત સારુ કરી રહ્યો છે. મની ટ્રાજેક્શન હોય કે પેમેન્ટ હવે બધું જ સરળ બની ગયું છે. આમાં સૌથી મોટો ફાળો UPI પેમેન્ટ સર્વિસ (UPI payment)નો છે, PhonePe અને GooglePay જેવી કંપનીઓની સાથે Paytmએ પણ આ સેવાને લોકોમાં લોકપ્રિય બનાવવામાં ઘણું કામ કર્યું છે. તેમાંથી હવે PhonePe એ તેના ગ્રાહકો માટે એક નવી સેવા શરૂ કરી છે, જેની મદદથી શ્રીલંકા જતા ભારતીયો પણ PhonePe એપની મદદથી સરળતાથી UPI પેમેન્ટ કરી શકશે.

PhonePe એ બુધવારે LankaPay સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ કંપનીના યુઝર્સને શ્રીલંકામાં UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) પેમેન્ટ કરવાની સુવિધા પૂરી પાડશે. આનાથી શ્રીલંકા જનારા પ્રવાસીઓને ઘણો ફાયદો થશે. તેઓ LankaPay ના QR કોડને સ્કેન કરીને PhonePe દ્વારા સરળતાથી UPI પેમેન્ટ કરી શકશે.

પેમેન્ટ નેટવર્ક સરળ બનશે

આ સેવા શરૂ થયા પછી PhonePe ગ્રાહકો LankaPay QR કોડ સ્કેન કરી શકશે અને સુરક્ષિત રીતે જલદી પેમેન્ટ કરી શકશે.  આનો બીજો ફાયદો એ થશે કે આ માટે તેમને કરન્સી એક્સચેન્જ કરવાની જરૂર નહીં પડે, પરંતુ શ્રીલંકામાં ટ્રાન્ઝેક્શન કરવા પર તેમણે રૂપિયા અને શ્રીલંકન કરન્સી વચ્ચે એક્સચેન્જ રેટ ચૂકવવો પડશે.

PhonePeના CEO રિતેશ પઈએ કહ્યું હતું કે PhonePe અને LankaPay વચ્ચેના સહયોગથી ભારતીય પ્રવાસીઓને ઘણી સુવિધા મળશે. તેઓ હવે મુસાફરી કરતી વખતે અને Lanka Pay QR નો ઉપયોગ કરતી વખતે સેવાઓ અને સામાન માટે ચૂકવણી કરી શકશે. આ પ્રસંગે LankaPay ના CEO ચન્ના ડી'સિલ્વાએ કહ્યું કે અમે આના ફાયદા જોઈને ઉત્સાહિત છીએ. આનાથી શ્રીલંકામાં પ્રવાસ દરમિયાન ભારતીય પ્રવાસીઓ અને વેપારી પ્રવાસીઓ માટે ચૂકવણીની સુવિધા મળશે.

આ પ્રસંગે શ્રીલંકામાં ભારતના હાઈ કમિશનર સંતોષ ઝાએ જણાવ્યું હતું કે UPI પેમેન્ટ એ બંને દેશો માટે ડિજિટલ ભાગીદારીનું માધ્યમ છે. મોટા લક્ષ્યો સુધી પહોંચવાનો આ એક મહત્વપૂર્ણ ભાગ છે.

ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન PhonePe એ ઓગસ્ટ 2016 માં ભારતમાં કામ કરવાનું શરૂ કર્યું. તેના 52 કરોડથી વધુ યુઝર્સ છે. આ પ્લેટફોર્મ પર નોંધાયેલા 3.8 કરોડ વેપારીઓ પણ છે જેઓ ડિજિટલ પેમેન્ટ સ્વીકારે છે.            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Embed widget