(Source: ECI/ABP News/ABP Majha)
RBIનું 200 ટન સોનું ગુપ્ત રીતે વિદેશમાં મોકલવામાં આવ્યું, 268 ટન સોનું ગીરવે મૂક્યું! શું છે સમગ્ર મામલો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ સમાચારે ચારે તરફ હલચલ મચાવી દીધી છે કે કેવી રીતે સરકારે ગુપ્ત રીતે આટલું મોટું પગલું ભર્યું.
PIB Fact Check: એક હિન્દી અખબારની કટિંગ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે. અખબારના કટિંગમાં ખૂબ જ સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે. દાવા મુજબ, નવનીત ચતુર્વેદી નામના વ્યક્તિએ ગોલ્ડ રિઝર્વને લઈને આરટીઆઈ દાખલ કરી હતી, જેના જવાબમાં જાણવા મળ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંક (RBI)નું 200 ટન સોનું ગુપ્ત રીતે વિદેશ મોકલવામાં આવ્યું હતું. એટલું જ નહીં, અખબારમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 268 ટન સોનું પણ ગીરવે રાખવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અખબારના કટિંગમાં એવું પણ લખવામાં આવ્યું છે કે મોદી સરકારે આ સમગ્ર મામલો ગુપ્ત રાખ્યો છે.
PIB ફેક્ટ ચેકે દાવાની હકીકત-તપાસ કરી
વાયરલ થયેલા અખબારના કટિંગમાં કેન્દ્રની મોદી સરકાર પર આક્રમક પ્રહારો કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ સમાચારે ચારે તરફ હલચલ મચાવી દીધી છે કે કેવી રીતે સરકારે ગુપ્ત રીતે આટલું મોટું પગલું ભર્યું. મામલાની ગંભીરતા જોઈને PIB ફેક્ટ ચેકે સમગ્ર મામલાની તપાસ કરી સમગ્ર સત્ય બહાર લાવી દીધું હતું. PIB ફેક્ટ ચેકની તપાસમાં બહાર આવ્યું છે કે 200 ટન સોનું વિદેશ મોકલવાનો અને 268 ટન સોનું ગિરવે રાખવાનો દાવો નકલી છે. પીઆઈબી ફેક્ટ ચેકે પણ એક ટ્વીટમાં લખ્યું છે કે ભારતીય રિઝર્વ બેંકે આ સમાચારોને હકીકતમાં ખોટા ગણાવ્યા છે.
दावा 🔽
▪️ RBI का 200 टन सोना विदेश भेजा गया।
▪️ 268 टन सोना गिरवी रखा।#PIBFactCheck
✅यह दावा फ़र्ज़ी है।
✅@RBI ने इन खबरों को तथ्यात्मक रूप से गलत बताया है।
अधिक जानकारी के लिए पढ़ें👇
🔗https://t.co/XUG3RxgUEs pic.twitter.com/BgAYTZRmyA — PIB Fact Check (@PIBFactCheck) March 2, 2023
RBIએ પ્રેસ રિલીઝમાં શું કહ્યું
પીઆઈબી ફેક્ટ ચેકે આ સમગ્ર મામલાને લઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની પ્રેસ રિલીઝની લિંક પણ શેર કરી છે. મે 2019 ના રોજ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે, "વિશ્વભરની કેન્દ્રીય બેંકો સુરક્ષિત કસ્ટડી માટે તેમના સોનાના ભંડારને વિદેશમાં રાખે છે. આરબીઆઈની આ અખબારી યાદીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વર્ષ 2014 કે ત્યાર બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ભારતમાંથી કોઈ સોનું અન્ય દેશોમાં શિફ્ટ કર્યું નથી.”