શોધખોળ કરો

'પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના'માં રજીસ્ટ્રેશન કરાવવા પર દરેક યુવાનોને દર મહિને ₹3,400 મળશે? જાણો શું છે આ વાયરલ મેસેજનું સત્ય

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર યુવાનોને દર મહિને 3,400 રૂપિયાની સહાય આપી રહી છે.

PIB Fact Check: કેન્દ્ર સરકાર લોકોના હિતોને ધ્યાનમાં રાખીને ઘણી કલ્યાણકારી યોજનાઓ લાગુ કરે છે. આ યોજનાઓમાં મહિલાઓ, બાળકો અને પછાત વર્ગના લોકોને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. તે જ સમયે, ઘણી યોજનાઓમાં, યુવાનો અને ઉદ્યમીઓ માટે સબસિડી અને ભથ્થાની યોજના છે. સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારની 'પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના' હેઠળ નોંધણી કરાવવા માટે યુવાનોને દર મહિને 3,400 રૂપિયા આપવામાં આવશે. આવો જાણીએ શું છે આ વાયરલ મેસેજનું સત્ય.

શું છે વાયરલ મેસેજ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર યુવાનોને દર મહિને 3,400 રૂપિયાની સહાય આપી રહી છે. આ માટે તેમના માટે પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજનામાં નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. મેસેજ કરનારે એવો પણ દાવો કર્યો છે કે તેને આ સ્કીમ હેઠળ 3,400 રૂપિયા મળ્યા છે.

આ મેસેજ કેટલો સાચો છે

સરકારી એજન્સી PIBએ આ વાયરલ મેસેજની હકીકત તપાસી. PIB ફેક્ટચેકમાં આ મેસેજને સંપૂર્ણપણે નકલી ગણાવ્યો છે. PIB FactCheck દાવો કરે છે કે આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે. પીઆઈબીએ કહ્યું કે આવા કોઈ મેસેજની આડમાં તમારી કોઈપણ માહિતી શેર કરશો નહીં.

લોભામણા મેસેજ પર ક્લિક ન કરો

પીઆઈબીએ જણાવ્યું કે લોકોને છેતરવા માટે તેઓ સરકારી સ્કીમ જેવા જ નામો સાથે આવી નકલી સ્કીમ ચલાવે છે, જેમાં લોકો ઘણીવાર ફસાઈ જાય છે. આ લોકો સરકારી નોકરીના નામે નકલી લિંક શેર કરે છે, જેના પર ક્લિક કરવાથી તમારું બેંક એકાઉન્ટ હેક થઈ જાય છે.

PIB ફેક્ટ ચેક શું છે?

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકીAhmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયોRajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget