શોધખોળ કરો

પીએમ ગરીબ કલ્યાણ યોજના: રેશન કાર્ડ ધારકોને મળશે મફત અનાજ, અહીં જુઓ નવી પ્રોસેસ

દેશના 80 કરોડથી વધુ લોકોને દર મહિને 5 કિલો મફત અનાજ આપતી આ યોજનાનો લાભ લેવા માટે રેશનકાર્ડ અને ઈ-કેવાયસી ફરજિયાત; જાણો ઓનલાઇન અને ઓફલાઇન નોંધણીના સ્ટેપ્સ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • PMGKAY યોજનાએ કોવિડ દરમિયાન 80 કરોડ લોકોને મફત અનાજ આપ્યું.
  • NFSA હેઠળ પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને 5 કિલો અનાજ મળે છે.
  • રેશન કાર્ડ, આધાર સહિતના દસ્તાવેજો સાથે ઓનલાઇન/ઓફલાઇન અરજી કરી શકાય.
  • લાભ ચાલુ રાખવા માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે.

PM Garib Kalyan Yojana apply online: કોવિડ-19 મહામારીના કપરા કાળ દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક રાહત આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' (PMGKAY) આજે દેશના લાખો પરિવારો માટે જીવાદોરી સમાન બની ગઈ છે. સરકારના સત્તાવાર આંકડાઓ મુજબ, અત્યાર સુધીમાં આશરે 800 મિલિયન (80 કરોડ) લોકોને આ યોજના અંતર્ગત મફત અનાજનો લાભ મળ્યો છે. જો તમે પણ આર્થિક રીતે નબળા વર્ગમાં આવો છો અને દર મહિને મફત રાશન મેળવવા માંગો છો, તો યોગ્ય દસ્તાવેજો સાથે નોંધણી કરાવીને આ સરકારી યોજનાનો લાભ ઉઠાવી શકો છો.

શું છે યોજના અને કોને મળે છે લાભ?

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારક પરિવારોને દર મહિને વ્યક્તિદીઠ 5 કિલો મફત અનાજ (જેમાં મુખ્યત્વે ઘઉં અથવા ચોખા) પૂરું પાડવામાં આવે છે. આ યોજનાનો લાભ ખાસ કરીને અંત્યોદય અન્ન યોજના (AAY) અને પ્રાધાન્યતા ધરાવતા પરિવારો (PHH) ના રેશનકાર્ડ ધારકોને મળે છે. ટૂંકમાં, જે નાગરિકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા (NFSA) હેઠળ આવરી લેવામાં આવ્યા છે, તેઓ આ મફત રાશન મેળવવા માટે હકદાર છે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો

જો તમે આ યોજનામાં જોડાવા માંગતા હો, તો તમારી પાસે નીચે મુજબના દસ્તાવેજો હોવા અત્યંત જરૂરી છે:

રેશન કાર્ડ

આધાર કાર્ડ

ચાલુ મોબાઇલ નંબર

રહેઠાણનો પુરાવો (રહેઠાણ પ્રમાણપત્ર)

પાસપોર્ટ સાઇઝનો ફોટો

આ પણ વાંચોઃ રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર: રાશન ઓછું મળે કે ડીલર મનમાની કરે, તો અહીં કરો સીધી ફરિયાદ

કેવી રીતે કરશો ઓનલાઇન અને ઓફલાઇન નોંધણી?

મફત રાશન મેળવવા માટે રેશન કાર્ડ હોવું પ્રાથમિક શરત છે. જો તમારી પાસે રેશન કાર્ડ ન હોય, તો તમે ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરીને તે મેળવી શકો છો:

ઓનલાઇન પ્રક્રિયા: સૌથી પહેલા તમારા રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની સત્તાવાર વેબસાઇટ અથવા નજીકના જાહેર સેવા કેન્દ્ર (CSC) ના પોર્ટલ પર જાઓ. ત્યાં નવા રેશન કાર્ડ માટેનું અરજી ફોર્મ ભરો. ત્યારબાદ તમામ જરૂરી દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરો અને તમારા આધાર તેમજ મોબાઇલ નંબરની ચકાસણી (Verification) પૂર્ણ કરો. અરજી સબમિટ કર્યા બાદ, સરકારી વિભાગ દ્વારા ચકાસણી પૂર્ણ થતાં જ તમારું રેશન કાર્ડ જારી કરવામાં આવશે અને મફત રાશન મળવાનું શરૂ થશે.

ઓફલાઇન પ્રક્રિયા: જે લોકો ટેકનોલોજીથી પરિચિત નથી કે ઓનલાઇન અરજી કરી શકતા નથી, તેઓ નજીકના જાહેર સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, બ્લોક ઓફિસ અથવા રાશન ઓફિસની રૂબરૂ મુલાકાત લઈ શકે છે. ત્યાં ઓફલાઇન ફોર્મ ભરીને અને દસ્તાવેજો જમા કરાવીને પણ અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.

આ પણ વાંચોઃ હવે રાશનની દુકાનો પર નહીં થાય કોઈ કૌભાંડ! મોદી સરકારે ગરીબો માટે બદલી નાખ્યા આ નિયમો

ઈ-કેવાયસી (e-KYC) અંગે ખાસ નોંધ

સરકારે હવે તમામ રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી (e-KYC) કરાવવું ફરજિયાત બનાવી દીધું છે. જો કોઈ લાભાર્થી સમયસર પોતાનું ઈ-કેવાયસી પૂર્ણ નહીં કરે, તો આગામી સમયમાં તેમને મફત રાશન મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અથવા તેમનું રાશન બંધ પણ થઈ શકે છે. તેથી સત્વરે નજીકની રાશનની દુકાને જઈને ફિંગરપ્રિન્ટ દ્વારા ઈ-કેવાયસી પૂર્ણ કરાવવું હિતાવહ છે.

Frequently Asked Questions

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) શું છે?

આ કેન્દ્ર સરકારની એક યોજના છે જે કોવિડ-19 મહામારી દરમિયાન ગરીબ પરિવારોને આર્થિક રાહત અને મફત અનાજ પૂરી પાડે છે. અત્યાર સુધીમાં 80 કરોડ લોકોને આનો લાભ મળ્યો છે.

PMGKAY યોજનાનો લાભ કોને મળી શકે છે?

આ યોજનાનો લાભ અંત્યોદય અન્ન યોજના (AAY) અને પ્રાધાન્યતા ધરાવતા પરિવારો (PHH) ના રેશનકાર્ડ ધારકોને મળે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા (NFSA) હેઠળ આવરી લેવાયેલા નાગરિકો હકદાર છે.

PMGKAY માટે અરજી કરવા કયા દસ્તાવેજો જરૂરી છે?

અરજી માટે રેશન કાર્ડ, આધાર કાર્ડ, ચાલુ મોબાઇલ નંબર, રહેઠાણનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવા જરૂરી છે. રેશન કાર્ડ ન હોય તો તે પહેલા મેળવવું પડશે.

ઈ-કેવાયસી (e-KYC) કરાવવું શા માટે ફરજિયાત છે?

સરકારે તમામ રેશનકાર્ડ ધારકો માટે e-KYC ફરજિયાત બનાવ્યું છે. સમયસર e-KYC પૂર્ણ ન કરવાથી ભવિષ્યમાં મફત રાશન મેળવવામાં મુશ્કેલી પડી શકે છે અથવા લાભ બંધ થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
PFનું જૂનું એકાઉન્ટ થઈ ગયું છે બંધ? આ રીતે ટ્રાન્સફર કરો પૈસા, EPFOએ સરળ કરી પ્રક્રિયા
PFનું જૂનું એકાઉન્ટ થઈ ગયું છે બંધ? આ રીતે ટ્રાન્સફર કરો પૈસા, EPFOએ સરળ કરી પ્રક્રિયા
8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો: આ ખાસ યોજનાનો લાભ નહીં મળે
8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો: આ ખાસ યોજનાનો લાભ નહીં મળે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Embed widget