Anant Radhika Engagement: આલિયા ભટ્ટના ગીત પર નાચી અંબાણી પરિવારની થનારી 'નાની વહુ' રાધિકા મર્ચન્ટ, VIDEO વાયરલ
તાજેતરમાં સોશ્યલ મીડિયા પર રાધિકા મર્ચન્ટનો આ પિન્ક અવતાર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
![Anant Radhika Engagement: આલિયા ભટ્ટના ગીત પર નાચી અંબાણી પરિવારની થનારી 'નાની વહુ' રાધિકા મર્ચન્ટ, VIDEO વાયરલ radhika merchant mehendi dance video: Anant Ambani Radhika Merchant Engagement Ceremony Anant Radhika Engagement: આલિયા ભટ્ટના ગીત પર નાચી અંબાણી પરિવારની થનારી 'નાની વહુ' રાધિકા મર્ચન્ટ, VIDEO વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/19/eeee6a785e64cbca6324f21884140fd4167412942496677_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Anant Radhika Engagement: અંબાણી પરિવારમાં અત્યારે ખુશીનો માહોલ છવાઇ ગયો છે, કેમ કે અંબાણી પરિવારમાં નાની દીકરાની સગાઇ છે, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણીના એન્ગેજમેન્ટ અત્યારે રાધિકા મર્ચન્ટ સાથે થઇ રહ્યા છે, આ રોકમાં આખુ બૉલીવુડ સામેલ થતુ દેખાઇ રહ્યું છે. આ બધાની વચ્ચે રાધિક મર્ચન્ટની મહેન્દી સેરેમનીની તસવીરો વાયરલ થઇ છે, જેમાં તેને પિન્ક કલરનો લેંઘો પહેરેલો છે.
તાજેતરમાં સોશ્યલ મીડિયા પર રાધિકા મર્ચન્ટનો આ પિન્ક અવતાર ખુબ વાયરલ થઇ રહ્યો છે. ઓવરઓલ લૂકની વાત કરીએ તો તેને પિન્ક આઉટફિટની સાથે પૉલ્કી ચૉકર નેકલેસ મેચિંગ ઇયરરિંગ્સ અને માંગમાં ટીકો લગાવેલો છે. આ લૂક ખુબ ટ્રેન્ડી લાગી રહ્યો છે.
આ ઉપરાંત રાધિકા મર્ચન્ટનો એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે નાચતી દેખાઇ રહી છે, આ વીડિયોમાં રાધિકા પોતાની મહેંદી સેરેમનીમાં આલિયા ભટ્ટના ગીત ઘર મોરે પરદેસિયા પર જબરદસ્ત ઠુમકા ડાન્સ લગાવતી દેખાઇ રહી છે.
View this post on Instagram
રાધિકાની સાથે સાથે ઇશા અંબાણીનો લૂક પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પણ લાઇટ પિન્ક કલરનો ઇન્ડિયન આઉટફિટ કેરી કરેલી દેખાઇ રહી છે. ખાસ વાત છે કે, રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની નાની વહુરાણી બનવા જઇ રહી છે. રાધિકા મર્ચન્ટની સગાઇ પહેલાથી જ અનંત અંબાણી સાથે થઇ ગઇ છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)