દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ લીધી કોરોના રસી, કહ્યું- કોઈ દુઃખાવો ન થયો...
તેમણે આશા વ્યક્ત કરી છે કે દેશની દરેક વ્યક્તિને કોરોના રસી લાગશે.
મુંબઈઃ દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ પણ કોરોના વાયરસ વિરૂદ્ધ એન્ટીબોડી બને તે માટે કોરોના રસી લઈ લીદી છે. 83 વર્ષીય ટાટાએ કહ્યું કે, તેમને રસી લેતા સમયે કોઈ દુખાવો થયો ન હતો અને સમગ્ર પ્રક્રિયા એકદમ સરળ હતી. તેમણે આશા વ્યક્ત કરી છે કે દેશની દરેક વ્યક્તિને કોરોના રસી લાગશે.
રતન ટાટાએ ટ્વીટ કરીને લખ્યું, ‘મેં આજે કોરોના રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે જેનો હું આભારી છું. આ એકદમ સરળ છે અને તેમાં કોઈ દુખાવો નથી થતો. મને વાસ્તવમાં આશા છે કે દરેક વ્યક્તિને ટૂંકમાં જ રસી આપવામાં આવશે.’
Very thankful to have gotten my first vaccination shot today. It was effortless and painless. I truly hope everyone can be immunised and protected soon.
— Ratan N. Tata (@RNTata2000) March 13, 2021
રતન ટાટા તરફથી રસી લીધાની જાણકારી શેર કર્યા બાદ દેશભરમાં રસીકરણ અભિયાનને વધારે મજબૂતી મળવાની ધારણા છે કારણ કે તેમની ઉંમર અને તેમના કદની એક મોટા વર્ગ પર અસર થશે. જે લોકો ખુદ અથવા ઘરના વૃદ્ધોને કોરોના રસી અપાવતા ડરે છે તેમને હવે એવું થશે કે જો રતન ટાટા 83 વર્ષેની ઉંમરે કોરોના રસી લઈને ખુશ છે તો નિશ્ચિત પણે તેમાં કોઈ જોખમ નહીં હોય.