શોધખોળ કરો
Advertisement
RBIએ રેપો રેટમાં કર્યો 0.25% ઘટાડો, લોનનો EMI ઘટશે
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમેટી(એમપીસી)ની બેઠક પૂરી થયા બાદ આજે વ્યાજ દરોની જાહેરાત કરવામાં આવી હતી. નવા નાણાંકીય વર્ષમાં આ એમપીસીની પ્રથમ બેઠક હતો. મિટિંગમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીની સમીક્ષા બેઠકમાં આરબીઆઈએ રેપો રેટમાં આટલો જ ઘટાડો કર્યો હતો, બાદમાં રેપો રેટ 6.25 ટકા થયો. નવો રેપો રેટ 6 ટકા થઈ ગયો છે. પરિણામે લોનનો હપ્તો ઘટશે.
સતત બીજી વખત વ્યાજ દરમાં ઘટાડાથી ચૂંટણી મોસમમાં લોન લેનારા લોકોને મોટી રાહત મળશે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની આગેવાનીમાં આ બીજી બેઠક હતી. શક્તિકાંત દાસે ગત વર્ષે ડિસેમ્બરમાં કાર્યભાર સંભાળ્યો હતો.RBI cuts repo rate by 25 base points to 6% from 6.25% pic.twitter.com/tnYzGGmFt1
— ANI (@ANI) April 4, 2019
2019-20 માટે રિઝર્વ બેંકે જીડીપી અંદાજમાં 0.2 ટકાનો ઘટાડો કર્યો છે. રિઝર્વ બેંકની બેઠકમાં જીડીપી અંદાજ 7.2 ટકા રાખવામાં આવ્યો છે. આ પહેલા કેન્દ્રીય બેંકે જીડીપી અંદાજ 7.4 ટકા રાખ્યો હતો.RBI Governor Shaktikanta Das: Export growth remained weak in January and Feb 2019. While, imports specially non-oil gold imports declined. pic.twitter.com/h5G26sOrRv
— ANI (@ANI) April 4, 2019
RBI Governor Shaktikanta Das: GDP projection for 2019-20 is kept at 7.2%, 6.8 to 7.1% for the first half of 2019-20 & 7.3 to 7.4% for the second half. pic.twitter.com/rBXeDo43rz
— ANI (@ANI) April 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement