શોધખોળ કરો
RBI ગવર્નરનું મોટું નિવેદન, કોવિડ-19 છેલ્લા 100 વર્ષનું સૌથી મોટું સ્વાસ્થ્ય અને આર્થિક સંકટ
તેનાથી ઉત્પાદન અને નોકરીઓ પર નેગેટિવ પ્રભાવ પડ્યો છે. તેણે વિશ્વભરમાં વર્તમાન વ્યવસ્થા, શ્રમ અને કેપિટલ મૂવમેન્ટને ઓછી કરી છે.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સાતમી એસબીઈ બેન્કિંગ એન્ડ ઈકોનોમિક કોન્કલેવમાં સંબોધન કર્યુ હતું. વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ રહેલી બે દિવસીય કોન્કલેવમાં તેમણે અર્થવ્યવસ્થાને લઈ મોટી વાત કહી હતી.
શક્તિકાંત દાસે કહ્યું હતું કે, કોવિડ-19 છેલ્લા 100 વર્ષમાં સૌથી ખરાબ સ્વાસ્થ્ય અને આર્થિક સંકટ છે. તેનાથી ઉત્પાદન અને નોકરીઓ પર નેગેટિવ પ્રભાવ પડ્યો છે. તેણે વિશ્વભરમાં વર્તમાન વ્યવસ્થા, શ્રમ અને કેપિટલ મૂવમેન્ટને ઓછી કરી છે.
તેમણે જણાવ્યું, ફેબ્રુઆરી 2019થી અમે કોવિડ-19ની શરૂઆત સુધીમાં અમે રેપોરેટમાં 135 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. મંદીનો સામનો કરવા આ ઘટાજો કરવામાં આવ્યો હતો. તે સમયે જે લાગી રહ્યું હતું તેને અમે એમપીસી પ્રસ્તાવમાં વિસ્તારથી જણાવ્યું હતું. તમે જાણો કે એમપીસી નિર્ણય લીધો કે રેપોરેટમા 115 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરાશે. તેથી ફેબ્રુઆરી 2019થી આરબીઆઈએ 250 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે.
આરબીઆઈ ગવર્નર મુજબ, કોરોના કાળે લોકોના જીવન અને રોજગારી પર ખતરો ઉભો કર્યો છે. આ સ્થિતિમાં રિઝર્વ બેંકના આ ઉપાયો મંદ પડી ગયેલી આર્થિક ગતિવિધિને વધારવા માટે હતા. આરબીઆઈ માટે આર્થિક વિકાસ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જેના માટે જરૂરી તમામ પગલા લેવામાં આવશે.
શક્તિકાંત દાસના કહેવા મુજબસ કોરોના મહામારી આપણી આર્થિક અને નાણાકીય વ્યવસ્થાની મજબૂતી તથા લચીલાપણાને પારખવા માટેનો અત્યાર સુધીનો સૌથી મોટો ટેસ્ટ છે. જોખમોને ઓળખવા માટે આરબીઆઈએ પોતાનું મોનિટરિંગ તંત્ર વધારે મજબૂત કર્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement