નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
Nagardevi Bhadrakali Mataji Nagar Yatra: આ નગરયાત્રા ત્રણ દરવાજા, બાબા માણેકનાથની સમાધિ, જગન્નાથ મંદિર, રિવરફ્રન્ટ ઘાટ, લક્ષ્મી મંદિર, વસંત ચોક ચછા બહુચર માતાજી મંદિર ખાતે જશે

Nagardevi Bhadrakali Mataji Nagar Yatra: આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને સાથે સાથે રંગીલા અમદાવાદનો સ્થાપના દિવસ પણ છે, આજે 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદની સ્થાપના થઇ હતી, આ વાતને આજે 614 વર્ષ વીતી ગયા છે. પરંતુ ખાસ વાત છે કે, આજે નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નીકળી રહી છે. આજે અમદાવાદ શહેરની સ્થાપના બાદ એટલે કે, 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળ્યા છે. આજે ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને જયકારા સાથે નગરદેવીની નગરયાત્રા શરૂ થઈ ગઈ છે. આ નગરયાત્રાનો રૂટ શહેરમાં 6.25 કિ.મી. લાંબો રહેશે. આ નગરયાત્રા ત્રણ દરવાજા, બાબા માણેકનાથની સમાધિ, જગન્નાથ મંદિર, રિવરફ્રન્ટ ઘાટ, લક્ષ્મી મંદિર, વસંત ચોક ચછા બહુચર માતાજી મંદિર ખાતે જશે અને પાદુકાની આરતી ઉતારવામાં આવશે.
અમદાવાદના 614માં સ્થાપના દિવસે ભદ્રકાળી માતાજીની નગરયાત્રામાં માતાજીનો રથ, પાંચ છોટા હાથી, હાથી, અખાડા, નાસિક ઢોલ ગૃપ, પાંચ સાધુની ધજા, બેન્ડ વાજા, ડીજે ટ્રક, ત્રણ ભજન મંડળી, 15 ગાડી, 100 ટુ વ્હીલરોનો સમાવેશ થયો છે. ભક્તોમાં ભારે ઉલ્લાસ દેખાઈ રહ્યો છે. નગરયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થાય તે માટે પોલીસે સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
ભદ્રકાળી માતા કેમ શહેરમાં વસી ગયા ?
નગરયાત્રા દરમિયાન અમારા સંવાદદાતા સાથેની ખાસ વાતચીતમાં મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યુ કે, આજે આનંદ પરમ આનંદની અનુભૂતિ થઈ રહી છે. માતાજીની નગરયાત્રા હવે દર વર્ષે નીકળે તેવો અમારો સંકલ્પ છે. માતાજી સાથે એક કથા પણ વણાયેલી છે કે, માતાજી આપણું શહેર છોડીને જતા હતા ત્યારે એમણે ચોકીદારને કહ્યુ હતુ કે, ખોલ દરવાજો મારે અહીંથી જતું રહેવું છે અહીંનો જે બાદશાહ છે એ બરાબર કામ નથી કરતો. હું હેરાન થઈ ગઈ છે. એટલે ચોકીદારે કહ્યુ કે, ઉભા રહો મા હું બાદશાહને બોલાવી લાવ છું અને તેણે માતાજી પાસેથી વચન લીધું કે, હું ના આવું ત્યાં સુધી તમે અહીં જ રહેજો. ચોકીદાર બાદશાહ પાસે જઈને તેને આખી વાત જણાવી કે, મા ભદ્રકાળી - મા લક્ષ્મી શહેર છોડીને જઈ રહ્યા છે. તમે કાંઈ કરો નહીં તો શહેર બરબાદ થઈ જશે. તમે મારું માંથુ કાપી નાંખો હું નહીં જવ ત્યાં સુધી માતાજી ત્યાં જ રહેશે. તો બાદશાહે ચોકીદારનું ગળું કાપી નાંખ્યું અને માતાજી ભદ્રકાળી કિલ્લામાં વિરાજમાન થયા.
26મીએ સવારે ચાર વાગ્યાથી નગરયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી કેટલાક રોડ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ રહેશે. ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા, માણેકચોક થઇને મ્યુનિ. કોઠા, ગોળલીમડા ખમાસા ચાર રસ્તાથી જગન્નાથ મંદિરથી શાકમાર્કેટથી ફુલબજાર, મહાલક્ષ્મી મંદિરથી અખાડાનંદ સર્કલ થઇ અપનાબજાર, સીદીસૈયદની જાળીથી ભદ્રકાળી માતાજીના મંદિર સુધીનો રોડ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. અહીં અવર જવર કરનાર વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. જેમાં વીજળી ઘરથી પાલિકા બજાર થઇને નહેરૂબ્રિજ, એલિસબ્રિજથી વિક્ટોરીયા ગાર્ડન, ગોળલીમડાથી રાયપુર દરવાજા થઇને જમાલપુર, જમાલપુર ચાર રસ્તાથી ફુલ બજારથી રિવરફ્રન્ટ થઇને રૂપાલીથી નહેરૂબ્રિજ તરફ વાહનચાલકો અવર જવર કરી શકશે.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
