શોધખોળ કરો
Advertisement
ક્રેડિટ-ડેબિટ કાર્ડના નવા નિયમો ક્યાં કાર્ડને લાગુ નહી પડે ? જાણો રીઝર્વ બેંકનો મહત્વનો આદેશ
રીઝર્વ બેંકે ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડનો દુરુપયોગ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલી છેતરપિંડી રોકવા આ નવા નિયમો અમલી બનાવ્યા છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાન્યુઆરી 2020માં આ અંગેનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
મુંબઈઃ ડેબિટ-ક્રેડિટ કાર્ડને લગતા નવા નિયમોનો રિઝર્વ બેંક સોમવારે 16 માર્ચથી અમલ કરશે. આ નિયમો તમામ ડેબિટ-ક્રેડિટ કાર્ડને લાગુ પડશે અને તેમાં રિ-ઈસ્યૂ કાર્ડનો પણ સમાવેશ થાય છે પણ નવા નિયમો પ્રિ પેઈડ ગિફ્ટ કાર્ડ્સ અને મેટ્રો કાર્ડને લાગુ નહીં પડે.
રીઝર્વ બેંકે ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડનો દુરુપયોગ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલી છેતરપિંડી રોકવા આ નવા નિયમો અમલી બનાવ્યા છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાન્યુઆરી 2020માં આ અંગેનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. એ વખતે કરાયેલી જાહેરાત પ્રમાણે હવે આ નિયમોનો 16 માર્ચથી અમલ શરૂ થશે.
નવા નિયમ અનુસાર હવે ડેબિટ-ક્રેડિટ કાર્ડમાં ફક્ત એટીએમ અને પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ પર ઉપયોગ કરવાની સુવિધા મળશે. ગ્રાહક કોઈ પણ સેવા 24x7 મોબાઈલ એપ્લિકેશન, ઈન્ટરનેટ બેંકિંગ, એટીએમ કે ઈન્ટરએક્ટિવ વોઈસ રિસ્પોન્સ થકી શરૂ કરાવી શકશે. આ સાથે સ્વિચ ઑન કે સ્વિચ ઑફ પણ કરી શકશે. તેમજ ટ્રાન્ઝેક્શનની લિમિટ પણ નક્કી કરી શકશે અને તે બદલી પણ શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
અમદાવાદ
શિક્ષણ
Advertisement