(Source: ECI/ABP News/ABP Majha)
RBI Repo Rate: ડિસેમ્બરમાં લોન લેવી વધુ મોંઘી પડશે, ફરી એક વખત વધી શકે છે વ્યાજ દર, જાણો શું છે કારણ
પ્રથમ વખત આરબીઆઈએ મે મહિનામાં 0.40 ટકા, જૂન, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં દર વખતે 0.50 ટકાનો વધારો કર્યો હતો.
RBI Repo Rate Hike 2022: ભારતીય રિઝર્વ બેંક ડિસેમ્બર 2022 મહિનામાં ફરી એકવાર રેપો રેટમાં વધારો કરી શકે છે. આરબીઆઈ ડિસેમ્બરમાં યોજાનારી તેની આગામી નાણાકીય નીતિની બેઠકમાં રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના સંશોધન અહેવાલમાં આ દાવો કર્યો છે. તાજેતરમાં આરબીઆઈએ રેપો રેટ 0.50 bps વધારીને 5.90 ટકા કર્યો છે.
5 મહિનામાં ચોથો વધારો
ઉલ્લેખનીય છે કે RBIએ 5 મહિનામાં ચોથી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. જેના કારણે જનતાને વધુ EMI ચૂકવવી પડે છે. હોમ લોન, કાર લોન, પર્સનલ લોન કે અન્ય કોઈપણ પ્રકારની લોન પરની EMI વધી છે. RBIની જાહેરાત બાદ ઘણી ખાનગી બેંકો અને NBFC કંપનીઓએ તેમના વ્યાજદરમાં વધારો કર્યો છે.
કારણ શું છે
RBIએ મોંઘવારી પર નિયંત્રણ રાખવા માટે છેલ્લા 5 મહિનામાં 4 વખત રેપો રેટમાં 1.90 ટકાનો વધારો કર્યો છે. જેના કારણે રેપો રેટ 5.90 ટકાના 3 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. પ્રથમ વખત આરબીઆઈએ મે મહિનામાં 0.40 ટકા, જૂન, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં દર વખતે 0.50 ટકાનો વધારો કર્યો હતો.
35 bps વધશે
SBIના રિસર્ચ રિપોર્ટ અનુસાર ડિસેમ્બર 2022માં 35 bps પોઈન્ટનો વધારો થઈ શકે છે. વધુમાં, નવા પ્રોજેક્ટ્સની જાહેરાત Q1 FY23 માં ઘટીને રૂ. 4.35 લાખ કરોડ થઈ હતી, જે Q4 માં રૂ. 5.75 લાખ કરોડ હતી.
મોંઘવારી 7 ટકા પર પહોંચી ગઈ છે
દેશમાં મોંઘવારી હજુ પણ સર્વોચ્ચ સ્તરે છે. આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં વધારો કર્યા પછી પણ ફુગાવો કેન્દ્રીય બેંક દ્વારા નિર્ધારિત 2-6 ટકાના સર્વોચ્ચ સ્તર કરતાં 1 ટકા વધુ છે. નોંધનીય છે કે ઓગસ્ટ મહિનામાં રિટેલ મોંઘવારી દર 7 ટકા હતો. બીજી તરફ, જો આગામી મહિનામાં ફુગાવો નિયંત્રણમાં નહીં આવે તો ડિસેમ્બરમાં યોજાનારી આગામી નાણાકીય નીતિની બેઠકમાં આરબીઆઈ 0.35 ટકાનો વધારો કરી શકે છે.