શોધખોળ કરો

બેન્કોમાંથી કેટલાક જ કલાકોમાં ચેક થઈ જશે ક્લિયર, RBI લાગુ કરવા જઈ રહી છે નવી સિસ્ટમ

આરબીઆઈ દ્ધારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે નવી સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે

4 ઓક્ટોબરથી બેન્કમાં જમા થયાના થોડા કલાકોમાં ચેક ક્લિયર થઈ જશે. આરબીઆઈએ ચેક ટ્રંકેશન સિસ્ટમ (સીટીએસ) ને કન્ટીન્યુઅસ ક્લિયરિંગ એન્ડ સેટલમેન્ટ ઓન રિયલાઈઝેશનમાં રૂપાંતરિત કરવાની જાહેરાત કરી છે. આનાથી બેન્કમાં ચેક ક્લિયરિંગ માટે લાગતો સમય બે દિવસથી ઘટાડીને ફક્ત થોડા કલાકો થઈ જશે.

નવી સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે

આરબીઆઈ દ્ધારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે નવી સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. પ્રથમ તબક્કો 4 ઓક્ટોબર, 2025 થી 3 જાન્યુઆરી, 2026ની વચ્ચે લાગુ કરવામાં આવશે, જ્યારે બીજો તબક્કો 3જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે.

આરબીઆઈએ નવી સિસ્ટમ પર આ કહ્યું

આરબીઆઈએ નવી સિસ્ટમના કાર્ય વિશે માહિતી આપતા કહ્યું હતું કે તેમાં ફક્ત એક જ પ્રેઝન્ટેશન સેશન હશે, જેમાં ચેક સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી રજૂ કરવાનો રહેશે. આ હેઠળ ચેક મેળવનાર બેન્કે ચેકને સ્કેન કરીને ક્લિયરિંગ હાઉસમાં મોકલવાનો રહેશે.

આ પછી ક્લિયરિંગ હાઉસ તે ચેકની તસવીરને તે બેન્કને મોકલશે જેણે રકમ ચૂકવી છે. આ પછી તે ચેક પર હકારાત્મક અથવા નકારાત્મક ટિપ્પણીઓ માટે સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધીનો સમય હશે. આમાં જે બેન્કે રકમ ચૂકવી છે તેણે તે ચેક પર હકારાત્મક અથવા નકારાત્મક ટિપ્પણીઓ આપવી પડશે. અહીં મોટી વાત એ છે કે દરેક ચેકનો 'આઇટમ એક્સપાયરી ટાઈમ' હશે, તે સમય સુધીમાં ટિપ્પણીઓ આપવી જરૂરી છે.

પ્રથમ તબક્કો 4 ઓક્ટોબરથી અને બીજો તબક્કો 3 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે.

આરબીઆઈએ જણાવ્યું હતું કે કન્ટીન્યુઅસ ક્લિયરિંગ એન્ડ સેટલમેન્ટ ઓન રિયલાઈઝેશનના પ્રથમ તબક્કામાં બધી બેન્કો માટે ચેક ક્લિયર કરવા માટે 'આઇટમ એક્સપાયરી ટાઈમ' સાંજે 7 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે.

જો બેન્કો નિર્ધારિત સમય સુધીમાં તેમની ટિપ્પણીઓ નહીં આપે તો ચેક સ્વીકારાયેલ માનવામાં આવશે અને તેને સેટલમેન્ટ માટે સમાવવામાં આવશે. બીજા તબક્કામાં તે ઘટાડીને ત્રણ કલાક કરવામાં આવશે. આનો અર્થ એ છે કે બેન્કે તેની રજૂઆતના ત્રણ કલાકની અંદર ચેક ક્લિયર કરવો પડશે.

ઉદાહરણ આપતાં RBI એ જણાવ્યું હતું કે ડ્રોઈ બેંકો દ્ધારા સવારે 10:00 થી 11:00 વાગ્યા દરમિયાન પ્રાપ્ત થયેલા ચેકની પુષ્ટી બપોરે 2:00 વાગ્યા સુધીમાં (સવારે 11:00 વાગ્યાથી 3 કલાક) કરવાની રહેશે. જે ચેક નિર્ધારિત ત્રણ કલાકની અંદર ડ્રોઈ બેન્ક દ્વારા પુષ્ટી ન મળે તે ચેક બપોરે 2:00 વાગ્યે સ્વીકારવામાં આવશે અને તેને ક્લિયર માટે સમાવેશ કરવામાં આવશે.

RBI એ વધુમાં જણાવ્યું હતું કે સમાધાન પૂર્ણ થયા પછી ક્લિયરિંગ હાઉસ પ્રસ્તુતકર્તા બેન્કને સકારાત્મક અને નકારાત્મક પુષ્ટિકરણની માહિતી જાહેર કરશે. પ્રસ્તુતકર્તા બેન્ક તેની પ્રક્રિયા કરશે અને ગ્રાહકને તાત્કાલિક ચુકવણી રિલીઝ કરશે.

ટોપ સ્ટોરી

દીકરી માટે ₹50 લાખનું ફંડ જોઈએ છે? સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર મહિને આટલું રોકાણ કરો
દીકરી માટે ₹50 લાખનું ફંડ જોઈએ છે? સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર મહિને આટલું રોકાણ કરો
સોનું સસ્તું થયુંઃ ₹1.50 લાખની નીચે આવી ગયો ભાવ, ચાંદીમાં પણ મોટો કડાકો
સોનું સસ્તું થયુંઃ ₹1.50 લાખની નીચે આવી ગયો ભાવ, ચાંદીમાં પણ મોટો કડાકો
6 ઓક્ટોબરથી મોંઘી થશે હવાઈ મુસાફરી, ઈન્ડિગોએ તમામ રૂટ પર ટિકિટના ભાવમાં કર્યો વધારો  
6 ઓક્ટોબરથી મોંઘી થશે હવાઈ મુસાફરી, ઈન્ડિગોએ તમામ રૂટ પર ટિકિટના ભાવમાં કર્યો વધારો  
8th Pay Commission: આ સપ્તાહે બેંગલુરુમાં બેઠક, કર્મચારીઓના પગાર-પેન્શન પર થશે આ 5 મોટી ચર્ચાઓ!
8th Pay Commission: આ સપ્તાહે બેંગલુરુમાં બેઠક, કર્મચારીઓના પગાર-પેન્શન પર થશે આ 5 મોટી ચર્ચાઓ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
Embed widget