સૌથી મોટા સમાચાર, 2000 રુપિયાની નોટ પરત લેશે RBI, જાણો બેંકોને શું કહ્યું ?
સૌથી મોટા સમાચાર, 2000 રુપિયાની નોટ પરત લેશે RBI, જાણોભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની બેંક નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. બેંકોને શું કહ્યું ?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવા જઈ રહી છે. આ નોટ ચલણમાં રહેશે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની બેંક નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. વર્ષ 2016માં નોટબંધી બાદ 2000 હજાર રૂપિયાની નોટ લાવવામાં આવી હતી. નોટબંધી દરમિયાન 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી.
₹2000 Denomination Banknotes – Withdrawal from Circulation; Will continue as Legal Tenderhttps://t.co/2jjqSeDkSk
— ReserveBankOfIndia (@RBI) May 19, 2023
હવે 2 હજાર રુપિયાની નવી ચલણી નોટ નહી છપાય. 30 સપ્ટેમ્બર સુધી RBI 2 હજારની ચલણી નોટ સ્વિકારશે. આરબીઆઈ હવે 2 હજાર રુપિયાની નવી નોટ બહાર નહી પાડે. હાલ બજારમાં જે 2 હાજરની નોટ છે તે માન્ય રહેશે. 30 સપ્ટેમ્બર સુધી બેન્કમાં 2 હજાર રુપિયાની નોટ બદલી શકાશે. એક સાથે 20 હજાર રુપિયા બેંકમાં જમા કરાવી શકાશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ટ્વિટ કરી આ અંગે જાહેરાત કરવામાં આવી છે.
આરબીઆઈએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે 2018-19માં જ બે હજારની નોટ છાપવાનું બંધ કરવામાં આવ્યું હતું. વર્ષ 2016 નવેમ્બરમાં નોટબંધી બાદ 2000 હજાર રુપિયાની નોટ લાવવામાં આવી હતી. નોટબંધીમાં 500 અને 1000 રુપિયાની નોટ બંધ કરવામાં આવી હતી.
નવેમ્બર 2016માં નોટબંધી બાદ 2000 હજાર રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી. નોટબંધી દરમિયાન 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી. આ દરમિયાન સરકારે કહ્યું હતું કે ભ્રષ્ટાચારને ખતમ કરવા અને નકલી નોટો છાપવા પર અંકુશ લગાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. તેના પર વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકારે આ નિર્ણય વિચાર્યા વગર લીધો છે.
જો તમારી પાસે આ નોટો હોય તો તરત શું કરવું જોઈએ?
સરળ જવાબ છે કે, હવે ગભરાવાની બિલકુલ જરૂર નથી. કારણ કે, આ નોટ બંધ કરવામાં આવી નથી, પરંતુ તેને ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહી છે. એટલે કે, આ નોટને તબક્કાવાર રીતે બહાર કાઢવામાં આવશે. પરંતુ એ વાત સાચી છે કે જો તમારી પાસે આ નોટો છે તો તેને આરામથી બેંકમાં પરત કરો અને બીજી નોટો લો.
નોટો બદલવા માટે પૂરો સમય મળશે
જાહેર છે કે, RBIએ એક મોટો નિર્ણય લેતા નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત સાથે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. આ નોટ 8 વર્ષ પછી ચલણમાંથી બહાર થઈ જશે.
RBIએ શું કહ્યું?
30 સપ્ટેમ્બર 2023 સુધીમાં કોઈપણ બેંક શાખામાં 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. 23 મેથી કોઈપણ બેંકમાં બદલી અથવા જમા કરાવી શકાશે. એક સમયે 20000 રૂપિયા બદલી અથવા બેંકમાં જમા કરાવી શકાય છે. RBIની 19 શાખાઓમાં પણ નોટો બદલી શકાશે.
RBIની જાહેરાત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવા જઈ રહી છે. જો કે, તે લીગલ ટેન્ડર બની રહેશે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. આ નોટ કેટલા પ્રમાણમાં બદલી શકાશે અને કેટલા સમયગાળા દરમિયાન તેને ચલણી રહેશે તેને લઈને પણ સ્પષ્ટીકરણ આપ્યું છે. RBIએ કહ્યું કે 30 સપ્ટેમ્બર સુધી આ નોટો માન્ય ચલણ (સર્ક્યુલેશન) રહેશે. એટલે કે જેમની પાસે હાલમાં રૂ. 2000ની નોટો છે તેમણે તેને બેન્કમાંથી એક્સચેન્જ કરાવવી પડશે.