શોધખોળ કરો

Reliance Industries: રિલાયન્સના શેરહોલ્ડર્સના શેર થઈ જશે બમણા, કાલે થવાની છે મોટી જાહેરાત

Bonus Share: કંપનીએ સપ્ટેમ્બરમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં બોનસ શેર વહેંચવાનો નિર્ણય લીધો હતો. તેની રેકોર્ડ તારીખની જાહેરાત સોમવારની બેઠકમાં થઈ શકે છે.

Bonus Share: મુકેશ અંબાણી (Mukesh Ambani)ના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના શેરહોલ્ડર્સને સોમવારે મોટા સમાચાર મળી શકે છે. કંપનીના શેરહોલ્ડર્સને બોનસ શેર આપવાની રેકોર્ડ તારીખની જાહેરાત સોમવારે થઈ શકે છે. કંપનીએ સપ્ટેમ્બરમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં નિર્ણય લીધો હતો કે તે બોનસ શેર (Bonus Share) વહેંચશે. દરેક એક શેર પર કંપની એક શેર આપશે. આના કારણે દરેક શેરહોલ્ડરના શેર બમણા થઈ જશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી દિવાળી ગિફ્ટ છે આ બોનસ ઇશ્યુ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો આ બોનસ ઇશ્યુ સ્ટોક માર્કેટમાં પોતાના પ્રકારનો સૌથી મોટો થવાનો છે. આને તહેવારની સીઝનમાં રોકાણકારો માટે ભેટ માનવામાં આવી રહી છે. રિલાયન્સે આને દિવાળી ગિફ્ટનું નામ આપ્યું છે. જોકે, હજુ સુધી તેની રેકોર્ડ તારીખની જાહેરાત કરવામાં આવી નથી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું માનવામાં આવી રહ્યું છે કે બોનસ શેર ઇશ્યુ કરવાનો નિર્ણય 14 ઓક્ટોબરે થઈ શકે છે. સોમવારે કંપની પોતાના ત્રિમાસિક અને છ માસિક પરિણામોની સમીક્ષા કર્યા બાદ તેમને મંજૂરી પણ આપી શકે છે.

બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠકમાં થશે ત્રિમાસિક પરિણામોની સમીક્ષા

કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં માહિતી આપી છે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક સોમવાર, 14 ઓક્ટોબરે યોજાવાની છે. આ દરમિયાન 30 સપ્ટેમ્બરે પૂરા થયેલા ત્રિમાસિક પરિણામોની સમીક્ષા કરવામાં આવશે. સેબીના નિયમો અનુસાર, સિક્યોરિટીઝમાં લેવડ દેવડ માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટ્રેડિંગ વિન્ડો 1 ઓક્ટોબર, 2024ના રોજ બંધ થઈ ગઈ હતી. આ ત્રિમાસિક પરિણામો સામે આવ્યા પછી 48 કલાક સુધી બંધ રહેશે.

IPO આવ્યા પછી 6ઠ્ઠી વખત કંપની લાવી રહી છે બોનસ ઇશ્યુ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે બોનસ ઇશ્યુ લાવવાનો નિર્ણય IPO (આઈપીઓ) આવ્યા પછી 6ઠ્ઠી વખત કર્યો છે. સાથે જ આ એક દાયકામાં બીજો બોનસ ઇશ્યુ છે. કંપનીએ કહ્યું હતું કે અમે સતત અમારા રોકાણકારોને લાભ આપવા માંગીએ છીએ. વર્ષ 2017થી અમારો સુવર્ણ દાયકો શરૂ થયો છે. તેનું ઇનામ શેરહોલ્ડર્સને પણ મળવું જોઈએ. વર્ષ 2017માં પણ કંપનીએ પોતાના શેરહોલ્ડર્સના શેર બમણા કરી દીધા હતા.

આ પણ વાંચોઃ

માત્ર એક SMS થી PF માં જમા થયેલ રકમની માહિતી મળશે, કંપનીના છેતરપિંડીનો આ રીતે ખ્યાલ આવશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ

Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું

ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર

Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર

Embed widget