Reliance Jio 5G Launch: દેશમાં સૌપ્રથમ રિલાયન્સ જીયો આ દિવસે લોન્ચ કરી શકે છે 5G સેવાઓ
આ અઠવાડિયામાં રિલાયન્સ ઈંફોકોમના ચેરમેન આકાશ અંબણીએ કહ્યું હતું કે, સમગ્ર ભારતમાં 5G મોબાઈલ સર્વિસ લોન્ચ કરવાની સાથે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવા જઈ રહ્યા છીએ.
Reliance Jio 5G Services Launch: 5G સ્પેક્ટ્રમની હરાજીમાં બધા 22 ટેલીકોમ સર્કલ માટે બોલી લગાવનાર રિલાયન્સ જીયો (5G Spectrum Auctioning) 15મી ઓગષ્ટના દિવસે 5G મોબાઈલ સેવાઓ લોન્ચ કરી શકે છે. એવું કહેવાઈ રહ્યું છે કે, બધી ટેલીકોમ કંપનીઓ જેમણે 5G સ્પેક્ટ્રમ મેળવ્યા છે તે કંપનીઓમાંથી સૌથી પહેલાં રિલાયન્સ જીયો ( Reliance Jio) 5G મોબાઈલ સેવાઓ લોન્ચ કરવાની તૈયારીમાં છે.
15 ઓગષ્ટે રિલાયન્સ જીયોની 5G સેવાઓ!
આ અઠવાડિયામાં રિલાયન્સ ઈંફોકોમના ચેરમેન આકાશ અંબણીએ કહ્યું હતું કે, સમગ્ર ભારતમાં 5G મોબાઈલ સર્વિસ લોન્ચ કરવાની સાથે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે, રિલાયન્સ જીયો વર્લ્ડ ક્લાસ, પોસાય તેવા દરે 5G અને 5G ઈનેબલ્ડ સેવાઓ ઓફર કરવા જઈ રહ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે, અમે એવી સેવાઓ, પ્લેટફોર્મ, સોલ્યુશન આપવાઓ જઈ રહ્યા છીએ જે શિક્ષણ, સ્વાસ્થ્ય, કૃષિ, ઉત્પાદન અને ઈ-ગવર્નન્સના ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિને ઝડપી બનાવવાનું કામ કરશે.
સૌથી પહેલાં જીયોની 5G સેવા
રિલાયન્સ જીયોએ પણ પોતાના નિવેનદમાં કહ્યું છે કે, જીયો સૌથી ઓછા સમયગાળામાં 5G મોબાઈલ સર્વિસ શરુ કરવા જઈ રહ્યું છે. જીયો અનુસાર તેમનું 5G નેટવર્ક આનવારી પેઠીના ડિઝીટલ સોલ્યુશન દ્વારા ભારતના આર્ટિફીશિયલ ઈંટેલીજેન્સ તરફ વધતા કદમથી 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમીના લક્ષ્યને મેળવવામાં મદદ કરશે.
આ પણ વાંચોઃ