Himatnagar New Born Baby : ખેતરમાં દાટેલું જીવીત નવજાત બાળક મળી આવતાં ખળભળાટ, કોણ દાટીને જતું રહ્યું?
હિંમતનગરના ગાંભોઇ GEB પાસેના ખેતરમાં દાટેલ જીવીત નવજાત શિશુ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. ખેતરમાં દાટેલા નવજાત શિશુના પગ હલતા જોઈ પોલીસને જાણ કરી.
સાબરકાંઠાઃ હિંમતનગરના ગાંભોઇ GEB પાસેના ખેતરમાં દાટેલ જીવીત નવજાત શિશુ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. ખેતરમાં દાટેલા નવજાત શિશુના પગ હલતા જોઈ પોલીસને જાણ કરી. GEB કર્મચારીઓએ ખેતરમાં પહોંચી દાટેલ નવજાત શિશુ બહાર કાઢ્યું. નવજાત શિશુ જીવિત નીકળતા સારવાર અર્થે ખસેડાયુ. બાળક જન્મ્યા પછી તેની નાડ પણ કાપવામાં આવી નથી અને જન્મ પછી તરત જ તેને જમીનમાં દાટી દીધું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવજાત શિશુ ને ૧૦૮ માં ગાંભોઇ સરકારી દવાખાને લઇ ગયા. ગાંભોઈ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યું. ગાંભોઈ પોલિસે ઘટના સ્થળે પોહોંચી કાર્યવાહી હાથ ધરી છે. આ નવજાત શિશુને અહીં કોણ દાટીને જતું રહ્યું અને તેની પાછળનું કારણ શું છે, તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. જોકે, પોલીસ તપાસ પછી તમામ સવાલોના જવાબ મળી શકે છે.
Rajkot Crime News: રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસને દિવસે વધી રહ્યો છે. ગુનેગારોને પોલીસની બીક ન હોય તેમ હવે ખાખી પર હુમલો કરી રહ્યા છે. રાજકોટના અક્ષરમાર્ગ પર આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં મોડી રાત્રે પોલીસ અને પરપ્રાંતીય ગેંગ વચ્ચે સામ સામે ફાયરિંગ થયું હતું. ઘટનામાં એક પી એસ આઈ અને ધાડપાડુ ગેંગના બે સભ્યો ઘાયલ થયા હતા.
રાજકોટના અક્ષરમાર્ગ પર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં મોડી રાત્રે ધાડપાડુ ગેંગ ત્રાટકે તે પહેલાં SOG ટીમ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બંને પક્ષોએ સામ સામે ફાયરિંગ કર્યુ હતું. ધાડપડું ગેંગના સભ્યો પોલીસે દબાવી રાખ્યા હતા. ઉપરાંત પોલીસની રિવોલ્વર પણ આચકી લેવાનો પ્રયાસ થયો હતો. ઘટના બાદ પોલીસે મોડી રાત્રે આખો વિસ્તાર કોર્ડન કર્યો હતો અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા.
અમેરિકા અને ચીન વચ્ચે નવાજૂનીના એંધાણ, તાઈવાનમાં ઘૂસ્યા ચીનના 20થી વધુ વિમાનો
યુએસ સંસદના સ્પીકર નેન્સી પેલોસીની મુલાકાતથી નારાજ ચીને કહ્યું કે અમેરિકાને પરિણામ ભોગવવા પડશે. આ દરમિયાન, સમાચાર એજન્સી એએફપીએ તાઈવાનની સેનાને ટાંકીને જણાવ્યું છે કે ચીનના 21 સૈન્ય વિમાનોએ એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોન (ADIZ)માં ઉડાન ભરી છે. આ પહેલા તાઈવાનના મીડિયાએ પેલોસીના તાઈપેઈમાં આગમનની જાણકારી આપતા જ ચીનના સત્તાવાર સોશિયલ મીડિયાએ તાઈવાન સ્ટ્રેટ તરફ જંગી સેનાની હિલચાલ વિશે માહિતી આપી હતી.
નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાતથી ગુસ્સે ભરાયેલા ચીને 50 મિનિટમાં તાઈવાનની આસપાસ લશ્કરી કવાયત અને 'લશ્કરી કાર્યવાહી'ની ધમકી આપી હતી. ચીને કહ્યું છે કે તે તાઈવાનના ભાગોમાં ટાર્ગેટેટ લશ્કરી કાર્યવાહી કરી શકે છે.