Chief Justice of India: યુયુ લલિત દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બની શકે છે, CJI એનવી રમનાએ તેમના નામની ભલામણ કરી
મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ કેન્દ્ર સરકારને તેમના અનુગામી તરીકે જસ્ટિસ યુ યુ લલિતના નામની ભલામણ કરી છે.

Chief Justice of India: ભારતના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમનાએ આજે તેમના અનુગામી તરીકે ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતના નામની ભલામણ કરી હતી. જસ્ટિસ લલિત ભારતના 49માં ચીફ જસ્ટિસ હશે. નોંધનીય છે કે ચીફ જસ્ટિસ એન. વી. રમના આ મહિને 27 ઓગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે.
જસ્ટિસ યુયુ લલિત હાલમાં સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ જજ છે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ કેન્દ્ર સરકારને તેમના અનુગામી તરીકે જસ્ટિસ યુ યુ લલિતના નામની ભલામણ કરી છે. 27 ઓગસ્ટે શપથ લેનાર જસ્ટિસ લલિતનો મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યકાળ 8 નવેમ્બર સુધી રહેશે.
જસ્ટિસ લલિત, વર્તમાન ચીફ જસ્ટિસ એન. વી. રમના નિવૃત્ત થયાના એક દિવસ પછી 27 ઓગસ્ટે, તેઓ ભારતના 49મા CJI બનવાની લાઇનમાં છે. જસ્ટિસ લલિતની 13 ઓગસ્ટ 2014ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે તેઓ જાણીતા વકીલ હતા. જસ્ટિસ લલિત ત્યારથી સર્વોચ્ચ અદાલતના અનેક સીમાચિહ્નરૂપ ચુકાદાઓનો ભાગ રહ્યા છે. પાંચ જજોની બંધારણીય બેન્ચે ઓગસ્ટ 2017માં 3-2 બહુમતીથી 'ટ્રિપલ તલાક'ને ગેરબંધારણીય જાહેર કરી હતી. તે ત્રણ જજોમાં જસ્ટિસ લલિત પણ હતા.
Chief Justice of India NV Ramana today recommends Justice UU Lalit's name as his successor. Justice Lalit to become the 49th CJI. Chief Justice Ramana is retiring this month. pic.twitter.com/AfJJc8652V
— ANI (@ANI) August 4, 2022
અન્ય મહત્વના નિર્ણયમાં, જસ્ટિસ લલિતની આગેવાની હેઠળની બેન્ચે ઠરાવ્યું હતું કે કેરળના ઐતિહાસિક શ્રી પદ્મનાભસ્વામી મંદિરનું સંચાલન કરવાનો અધિકાર ત્રાવણકોરના પૂર્વ રાજવી પરિવાર પાસે છે.
9 નવેમ્બર, 1957ના રોજ જન્મેલા જસ્ટિસ લલિતે જૂન 1983માં એડવોકેટ તરીકે નોંધણી કરાવી હતી અને ડિસેમ્બર 1985 સુધી બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. તેઓ જાન્યુઆરી 1986માં દિલ્હી ગયા અને કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી અને એપ્રિલ 2004માં તેમને સર્વોચ્ચ અદાલતે વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કર્યા. 2G સ્પેક્ટ્રમ ફાળવણી કેસની સુનાવણી માટે તેમને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જસ્ટિસ લલિત 8 નવેમ્બર, 2022ના રોજ નિવૃત્ત થશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
