શોધખોળ કરો

Reliance Retail: ઈશા અંબાણી ટૂંક સમયમાં રિલાયન્સ રિટેલની ચેરપર્સન બની શકે છે, એક અઠવાડિયામાં રિલાયન્સ ગ્રુપમાં થઈ શકે છે મોટો ફેરફાર!

Isha Ambani : મુકેશ અંબાણી તેમની પુત્રી ઈશા અંબાણીને રિલાયન્સ રિટેલની ચેરપર્સન બનાવી શકે છે.

Reliance Retail Chairperson: દેશની મોટી કંપની રિલાયન્સ ગ્રુપ (Reliance Group) એક અઠવાડિયાની અંદર બીજી વખત ફેરફાર કરવા જઈ રહ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries) ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) તેમની પુત્રી ઈશા અંબાણી (Isha Ambani)ને રિલાયન્સ રિટેલની ચેરપર્સન બનાવી શકે છે. ઘણા મીડિયા અહેવાલો અનુસાર, ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.

એક અઠવાડિયામાં મોટા ફેરફાર થવાની શક્યતા 
હાલમાં જ મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયો (Reliance Jio)ની જવાબદારી તેમના મોટા પુત્ર આકાશ અંબાણી (Akash Ambani)ને સોંપી છે. ત્યારબાદ  માત્ર એક અઠવાડિયામાં રિલાયન્સ રિટેલમાં પણ મોટા ફેરફારોના સંકેતો છે. આપને જણાવી દઈએ કે મુકેશ અંબાણી રિલાયન્સ ગ્રુપમાં પોતાની સફળતાની યોજનાને આગળ વધારી રહ્યા છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સની ડિરેક્ટર છે ઈશા 
નોંધનીય છે કે હાલમાં ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ ( Reliance Retail Ventures)ની ડિરેક્ટર છે. આ બિઝનેસને આગળ લઈ જવાની જવાબદારી ઈશા અંબાણીની છે.

ઈશા ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટી
તમને જણાવી દઈએ કે ઈશા અંબાણી ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે. તેણે યેલ યુનિવર્સિટી, યુએસએમાંથી મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. આ સાથે તેણે સ્ટેનફોર્ડ, કેલિફોર્નિયાથી બિઝનેસમાં MBAનો અભ્યાસ કર્યો છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં ઈશા અંબાણીએ હેલ્થકેર બિઝનેસ ગ્રુપ પીરામલના માલિક અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. આનંદ પીરામલ એક મોટા રિયલ એસ્ટેટ બિઝનેસ ટાયકૂન છે.

રિલાયન્સ રિટેલ બિઝનેસ
રિલાયન્સ રિટેલ દેશની સૌથી મોટી રિટેલ કંપની છે. કંપનીના નાણાકીય પરિણામો અનુસાર રિલાયન્સ રિટેલનો સ્ટાફ 70 ટકા વધીને 3 લાખ 61 હજાર થઈ ગયો છે. એકંદરે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રિટેલ અને અન્ય બિઝનેસમાં 2 લાખ 10 હજાર નવી નોકરીઓ આપી છે. 

છેલ્લા નાણાકીય વર્ષમાં રિલાયન્સ રિટેલે દરરોજ કુલ 7 નવા સ્ટોર્સ સાથે કુલ 2500 થી વધુ સ્ટોર્સ ખોલ્યા. છેલ્લા ક્વાર્ટરમાં જ કંપનીએ તેના પોર્ટફોલિયોમાં 793 નવા સ્ટોર ઉમેર્યા છે. કંપનીના સ્ટોર્સની કુલ સંખ્યા 15 હજારને વટાવી ગઈ છે. સમગ્ર સ્ટોર્સ અને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલાયન્સ રિટેલના નોંધાયેલા ગ્રાહકોની સંખ્યા 19.30 મિલિયનને વટાવી ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

કોર્ટના દરવાજા બંધ કરાતા ગોપાલ ઈટાલિયા લાલઘૂમ, કહ્યું, 'તમારી પાસે શું સત્તા છે વકીલને રોકવાની'
કોર્ટના દરવાજા બંધ કરાતા ગોપાલ ઈટાલિયા લાલઘૂમ, કહ્યું, 'તમારી પાસે શું સત્તા છે વકીલને રોકવાની'
Surat Rain : સુરત શહેરમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ફરી જળબંબાકાર
Surat Rain : સુરત શહેરમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ફરી જળબંબાકાર
Ahmedabad Rain: ઈસ્કોન, સરખેજ, એસજી હાઈવે અને ચાંદખેડામાં ધોધમાર વરસાદ 
Ahmedabad Rain: ઈસ્કોન, સરખેજ, એસજી હાઈવે અને ચાંદખેડામાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં ધોધમાર વરસાદ ભુક્કા બોલાવશે,  હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી 
Gujarat Rain: રાજ્યમાં ધોધમાર વરસાદ ભુક્કા બોલાવશે,  હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી 
Advertisement

વિડિઓઝ

Gujarat Water Reservoir: રાજ્યના કુલ 207માંથી 17 જળાશયો થયા છલોછલ, જુઓ આ રિપોર્ટ
Tapi News: મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક, મહાદેવ મંદિર નજીક કોઝવે પર ફરી વળ્યા પાણી
Valsad Dam: મધુબન ડેમમાં છોડાયું પાણી, ડેમના આઠ દરવાજા ખોલાયા | Abp Asmita
Gujarat Rain Updates: ગુજરાતમાં બે કલાકમાં 51 તાલુકામાં ધોધમાર વરસાદ, ડાંગમાં સવા એક ઈંચ વરસાદ
Elon Musk Vs Donald Trump: મસ્ક ટ્રમ્પને આપશે સીધી ટક્કર?, નવી રાજકીય પાર્ટીનું એલાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોર્ટના દરવાજા બંધ કરાતા ગોપાલ ઈટાલિયા લાલઘૂમ, કહ્યું, 'તમારી પાસે શું સત્તા છે વકીલને રોકવાની'
કોર્ટના દરવાજા બંધ કરાતા ગોપાલ ઈટાલિયા લાલઘૂમ, કહ્યું, 'તમારી પાસે શું સત્તા છે વકીલને રોકવાની'
Surat Rain : સુરત શહેરમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ફરી જળબંબાકાર
Surat Rain : સુરત શહેરમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ફરી જળબંબાકાર
Ahmedabad Rain: ઈસ્કોન, સરખેજ, એસજી હાઈવે અને ચાંદખેડામાં ધોધમાર વરસાદ 
Ahmedabad Rain: ઈસ્કોન, સરખેજ, એસજી હાઈવે અને ચાંદખેડામાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં ધોધમાર વરસાદ ભુક્કા બોલાવશે,  હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી 
Gujarat Rain: રાજ્યમાં ધોધમાર વરસાદ ભુક્કા બોલાવશે,  હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી 
Gujarat Rain: ત્રણ સિસ્ટમ થઈ સક્રિય,  સાબરમતી નદી બે કાંઠે થશે, અંબાલાલની મોટી આગાહી 
Gujarat Rain: ત્રણ સિસ્ટમ થઈ સક્રિય,  સાબરમતી નદી બે કાંઠે થશે, અંબાલાલની મોટી આગાહી 
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી ઘટશે વરસાદનું જોર, 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી ઘટશે વરસાદનું જોર, 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ શરુ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ શરુ
Gujarat Rain: કાલે નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો શું છે આગાહી
Gujarat Rain: કાલે નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો શું છે આગાહી
Embed widget