શોધખોળ કરો
Advertisement
5 લાખથી પણ ઓછી કિંમતમાં ભારતમાં લોન્ચ થઈ આ ફેમિલી કાર, જાણો ફીચર્સ અને સ્પેસિફિકેશન
આ કાર અન્ય ત્રણ વર્ઝનમાં ઉપલબ્ધ થશે. આ ત્રણ વર્ઝન- RXL, RXT અને RXZ છે. તેની કિંમત અનુક્રમે 5.49 લાખ, 5.99 લાખ અને 6.49 લાખ રૂપિયા છે.
નવી દિલ્હીઃ Renault Triber આજે ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. તેની શરૂઆતની કિંમત 4.95 લાખ રૂપિયા છે. Triber 7 સીટર કોમ્પેક્ટ એમપીવી કાર છે, જેની લંબાઈ 4 મીટરથી ઓછી છે. આ કાર માત્ર પેટ્રોલ એન્જિન સાથે બજારમાં ઉતારવામાં આવી છે. ટ્રાઈબરની સીટ્સ ખાસ છે, જેને જરૂરત પ્રમાણે કાઢી, નમાવી અને વાળી પણ શકાય છે. આ કાર એમપીવી 4 વેરિયન્ટ અને 5 કલર્સમાં ઉપલબ્ધ છે.
આ કાર અન્ય ત્રણ વર્ઝનમાં ઉપલબ્ધ થશે. આ ત્રણ વર્ઝન- RXL, RXT અને RXZ છે. તેની કિંમત અનુક્રમે 5.49 લાખ, 5.99 લાખ અને 6.49 લાખ રૂપિયા છે. ઇન્ટીરિયરની વાત કરીએ તો તેમાં ડ્યુલ ટોન ડેશબોર્ડ ઉપરાંત 3 સ્પોક સ્ટિયરિંગ વીલ અને 3.5 ઇંચ સ્ક્રીન સાથે 8 ઇંચની ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળી રહી છે. આ કારની 3 લાઇનમાં સીટો છે. ડ્રાઇવર સીટ લાઇન એડજસ્ટેબલ છે. જ્યારે બીજી લાઇન વાળી સીટ સ્લાઇડ કરી શકાય છે. આ ઉપરાંત ફોલ્ડ કરવાની સુવિધા છે. આ રીતે ત્રીજી લાઇનવાળી સીટોની જરૂરિયાતના હિસાબે કાઢીને સામાન મુકવા માટે પણ યુઝ કરી શકાય.
કારમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ABS, રિયર પાર્કિંગ સેંસર અને સ્પીડ વૉર્નિંગ સિસ્ટમ જેવા ફિચર્સ આપવામા આવ્યાં છે. Renault Triberના હાયર વેરિએન્ટમાં રિવપ્સ પાર્કિંગ કેમેરા અને વધુ એરબેગ્સ પણ મળશે. કારમાં થ્રી સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. લૉન્ચ સમયે આ કારમાં ફક્ત એક ટ્રાંસમિશન 5 સ્પીડ મેનુઅલ ગિયરબૉક્સ મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
સુરત
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion