શોધખોળ કરો

આજથી બદલાઈ ગયા આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે મોટી અસર

1 જૂન બાદ ગૂગલ ફોટોઝમાં અનલિમિટેડ ફોટોઝ અપલોડ નહી કરી શકો.

એક જૂનથી એટલે કે આજથી દેશમાં કેટલાક ફેરફાર થયા છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આ ફેરફાર બેન્કિંગ સેક્ટરથી લઈને ઈનકમ ટેક્સ ફાઈલિંગ સુધીમાં થશે. આ બદલાવોની પહેલાથી જ જાણકારી હોવી જરુરી છે. આજે અમે તમને જણાવશું 1 જૂનથી શું શું બદલવા જઈ રહ્યું છે.

ઈનકમ ટેક્સ ઈ ફાઈલિંગની સાઈટ

ઈનકમ ટેક્સ વિભાગની  ઈ ફાઈલિંગ પોર્ટલ 1થી 6 જૂન સુધી કામ નહી કરે. આયકર વિભાગ 7 જૂને ટેક્સપેયર્સ માટે ઈનકમ ટેક્સ ઈ ફાઈલિંગનું નવું પોર્ટલ લોન્ચ કરશે. હાલ આ પોર્ટલ છે  http://incometaxindiaefiling.gov.in . જ્યારે  ITR  ભરવા માટે આધિકારીક વેબસાઈટ  7 જૂન 2021 થી બદલી જશે. 7 જૂનથી  http://INCOMETAX.GOV.IN  થઈ જશે.

ગેસ સિલિન્ડરની કિંમતો

1  જૂનથી સિલિન્ડરની કિંમતોમાં બદલાવ થવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દર મહિનાથી પહેલી તારીખે દેશની સરકારી તેલ કંપનીઓ LPG સિલિન્ડરની કિંમતો નક્કી કરે છે. કિંમતોમાં વધારો પણ થઈ શકે છે અને રાહત પણ મળી શકે છે.

બેન્ક ઓફ બરોડામાં 1 જૂનથી લાગુ થશે પોઝિટિવ પે સિસ્ટમ

બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો ધ્યાનમાં રાખે કે બેન્કમાં 1 જૂનથી ચેકથી પેમેન્ટ કરવાની રીતમાં બદલાવ થશે. બેન્ક પોતાના ગ્રાહતોને પોઝિટિવ પે કન્ફર્મેશન શરુ કરી રહ્યું છે જેમાં ચેક જારી કરનારને તે ચેકને લગતી કેટલીક માહિતી ઇલેક્ટ્રોનિક રીતે ચુકવણી કરતી બેંકને આપવી પડશે. આ જાણકારી એસએમએસ, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેન્કિંગ અથવા એટીએમના માધ્યમથી આપી શકાશે. ગ્રાહકોને પોઝિટિવ પે સિસ્ટમમાં ચેકની ડિટેલ્સને પણ રિકન્ફર્મ કરવી પડશે, જ્યારે તેઓ 2 લાખ અથવા તેનાથી વધારે બેન્ક ચેક આપે છે.

ગૂગલ સ્ટોરેજની સ્પેસ હવે નહી રહે ફ્રી

1 જૂન બાદ ગૂગલ ફોટોઝમાં અનલિમિટેડ ફોટોઝ અપલોડ નહી કરી શકો. ગૂગલનું કહેવું છે કે 15 GB સ્પેસ દરેક જીમેઈલ યૂઝર્સને આપવામાં આવશે. આ સ્પેસમાં જીમેઈલના ઈમેઈલ પણ સામેલ છે અને સાથે જ તમારી તસવીરો પણ. જેમાં ગૂગલ ડ્રાઈવ પણ સામેલ છે. જો  15GB  થી વધારે સ્પેસ વાપરવી હોય તો પૈસા આપવા પડશે.  અત્યાર સુધી અનલિમિટેડ સ્ટોરેજ ફ્રી હતી.

પીએફ એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું ફરજિયાત

પીએફ એટલે કે પ્રોવિડેન્ટ ફંડ સાથે જોડાયેલ નિયમમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. નવા નિયમ અનુસાર ખાતાધારકનું પીએફ એકાઉન્ટ આધાર સાથે લિંક હોવું જરૂરી છે. આ કામની જવાબદારી કંપનીની હશે કે તે પોતાના કર્મચારીઓને કહે કે તે પોતાનું પીએફ આધાર સાથે વેરિફાઈ કરાવે. આ નિયમ આજથી લાગુ થઈ ગયો છે. જો કોઈ કંપની આવું નહીં કરી તે તેના ખાતાધારકના ખાતામાં એપ્લ્યોરની રકમ રોકવામાં આવી શેક છે.

YouTubeથી કમાણી કરનારે ટેક્સ ચૂકવવો પડશે

જો તમે યૂટ્યૂબથી કમાણી કરો છો તો તમારે 1 જૂન બાદ તેના માટે યૂટ્યૂબને ચૂકવણી કરવી પડશે. લોકો આજકાલ યૂટ્યૂબ પર વીડિયો બનાવીને તગડી કમાણી કરી રહ્યા છે. એવામાં હેવ યૂટ્યૂબથી થનારી કમાણી પર તમારે ટેક્સ આપવો પડશે. જોકે તમારે માત્રે એ વ્યૂઝ માટે જ ટેક્સ આપવો પડશે, જે અમેરિકાના વ્યૂઅર્સથી આવ્યા છે. આ પોલિસી 1 જૂન 2021થી લાગુ થઈ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget