Salesforce Layoffs: વધુ એક આઈટી કંપનીમાં થશે છટણી, કંપની 10 ટકા કર્મચારીઓને કાઢી મુકશે, જાણો કારણ
છેલ્લા કેટલાક મહિનામાં સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુક અને ઈ-કોમર્સ કંપની એમેઝોને આર્થિક મંદી પહેલા પોતાની જાતને તૈયાર કરવા કર્મચારીઓની છટણી કરી છે.
![Salesforce Layoffs: વધુ એક આઈટી કંપનીમાં થશે છટણી, કંપની 10 ટકા કર્મચારીઓને કાઢી મુકશે, જાણો કારણ Salesforce Layoffs: 10 percent of employees will be laid off in this IT sector company, know the reason Salesforce Layoffs: વધુ એક આઈટી કંપનીમાં થશે છટણી, કંપની 10 ટકા કર્મચારીઓને કાઢી મુકશે, જાણો કારણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/07/9adbfeccea675910f869367a885a196a1657171686_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Salesforce Layoffs News: દરરોજ દેશ અને દુનિયામાં ઘણી ટેક કંપનીઓ તેમના કર્મચારીઓને એક યા બીજા બહાને નોકરીમાંથી બહારનો રસ્તો બતાવી રહી છે. તેની પાછળ આર્થિક મંદીનો ડર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આઈટી કંપનીને લાગે છે કે આર્થિક મંદીનો સામનો કરવા માટે તેમણે અત્યારથી જ તૈયારી કરવી જોઈએ. આ માટે, તે પહેલા તેના ખર્ચને ઘટાડવામાં વ્યસ્ત છે. કેટલીક કંપનીઓ તેમના કર્મચારીઓને તેમના કામના આધારે નોકરીમાંથી કાઢી રહી છે તો કેટલીક કંપનીઓ તેમના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ પર જવાનો આદેશ આપી રહી છે. જેના કારણે કંપનીની ઓફિસમાંથી તમામ ખર્ચમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. તે તેમની બચતનો એક ભાગ બની ગયો છે. આ વખતે IT સેક્ટરની સોફ્ટવેર કંપની Salesforce Inc એ તેના 10 ટકા કર્મચારીઓની છટણી કરવાનું કહ્યું છે.
કંપનીનું આયોજન
મીડિયા અહેવાલો અનુસાર, સેલ્સફોર્સ ઇન્કએ બુધવારે કહ્યું કે તે તેના 10 ટકા કર્મચારીઓની છટણી કરશે. આ સાથે કંપની તેની કેટલીક ઓફિસો પણ બંધ કરવા જઈ રહી છે. હવે સેલ્સફોર્સ ટેક કંપનીઓની યાદીમાં જોડાઈ છે, જેમણે આર્થિક મંદીને કારણે તેમના ખર્ચને ઘટાડવા માટે તાજેતરના ભૂતકાળમાં છટણીનો આશરો લીધો છે.
કંપનીના CEO દ્વારા મોકલવામાં આવેલ પત્ર
જણાવવામાં આવી રહ્યું છે કે સેલ્સફોર્સના સીઈઓ માર્ક બેનિઓફ એ પોતાના કર્મચારીઓને એક પત્ર મોકલ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'પરિસ્થિતિ હજુ પણ પડકારજનક છે અને અમારા ગ્રાહકો તેમના ખર્ચના નિર્ણયો ખૂબ જ કાળજીપૂર્વક લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે 'કોરોના રોગચાળા દરમિયાન આવકમાં તીવ્ર ઉછાળા સાથે, અમે ઘણા લોકોને નોકરીએ રાખ્યા હતા, જેના કારણે આર્થિક મંદી વચ્ચે અમારો ખર્ચ વધી ગયો છે અને હું આની સંપૂર્ણ જવાબદારી લઉં છું.'
શેર 2 ટકા સુધી ઉછળ્યો
બુધવારે એટલે કે જાન્યુઆરી 4, 2023 ના રોજ શરૂઆતના વેપારમાં સેલ્સફોર્સના શેરમાં લગભગ 2 ટકાનો ઉછાળો આવ્યો. જો કે, ગયા વર્ષે ટેક શેરોમાં ભારે વેચવાલીને કારણે તે લગભગ 50 ટકા ઘટ્યો હતો. IT કંપનીઓ પર દબાણ એવા સમયે જોવા મળી રહ્યું છે જ્યારે મોંઘવારી વધી રહી છે. વિશ્વભરની સેન્ટ્રલ બેંકો ફુગાવાને રોકવા માટે વ્યાજદરમાં વધારો કરી રહી છે. વ્યાજદરમાં આ વધારાને કારણે મંદીની શક્યતાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
આ કંપનીએ પણ કરી છે છટણી
છેલ્લા કેટલાક મહિનામાં સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુક અને ઈ-કોમર્સ કંપની એમેઝોને આર્થિક મંદી પહેલા પોતાની જાતને તૈયાર કરવા કર્મચારીઓની છટણી કરી છે. સેલ્ફફોર્સ પહેલા, અનુભવી IT કંપની એક્સેન્ચરે ગયા મહિને તેના કન્સલ્ટિંગ બિઝનેસમાં સુસ્તી વિશે જણાવ્યું હતું કે ક્લાયન્ટ્સ તેમના બિઝનેસ સુધારણા પ્રોજેક્ટને મુલતવી રાખી રહ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)