ગૌતમ અદાણીના પુત્ર અને પુત્રવધૂનો સંકલ્પ, દર વર્ષે 500 દિવ્યાંગ યુવતીઓને લગ્ન માટે 10 લાખની કરશે સહાય
ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી અને દિવા જૈમિન શાહના લગ્ન 7 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ અમદાવાદમાં થવાના છે

Adani Group: અદાણી ગ્રુપે દિવ્યાંગ યુવતીઓના લગ્ન કરાવવાનો સંકલ્પ લીધો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પોતે આ અંગે માહિતી આપી છે. ગૌતમ અદાણીએ જણાવ્યું કે તેમનો પુત્ર જીત અને પુત્રવધૂ દિવા એક પવિત્ર સંકલ્પ સાથે તેમના લગ્ન જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. જીત અને દિવાએ 'મંગલ સેવા'નો સંકલ્પ લીધો છે કે તેઓ દર વર્ષે 500 દિવ્યાંગ છોકરીઓના લગ્નમાં દરેક છોકરીને 10-10 લાખ રૂપિયાની નાણાકીય મદદ કરશે.
Adani Group Chairman, Gautam Adani tweets, "It is a matter of immense joy that my son Jeet and daughter-in-law Diva are starting their married life with a holy resolution. Jeet and Diva have pledged to do 'Mangal Seva' by providing financial assistance of Rs. 10 lakhs each for… pic.twitter.com/rBJ8LuIvHA
— ANI (@ANI) February 5, 2025
ગૌતમ અદાણીએ તેમના સત્તાવાર ‘એક્સ’ એકાઉન્ટ પર આ વિશે સંપૂર્ણ માહિતી આપતા કહ્યું હતું કે, "મારા માટે ખૂબ જ આનંદની વાત છે કે મારો પુત્ર જીત અને પુત્રવધૂ દિવા એક ‘મંગલ સેવા’ સાથે તેમના લગ્ન જીવનની શરૂઆત કરી રહ્યા છે. જીત અને દિવાએ દર વર્ષે 500 દિવ્યાગ છોકરીઓના લગ્નમાં પ્રત્યેક છોકરીઓને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપીને 'મંગલ સેવા'નો સંકલ્પ લીધો છે. એક પિતા તરીકે આ 'મંગલ સેવા' મારા માટે ખૂબ જ સંતોષ અને સૌભાગ્યની વાત છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ પવિત્ર પ્રયાસ દ્વારા ઘણી દિવ્યાંગ દીકરીઓ અને તેમના પરિવારોનું જીવન સુખ, શાંતિ અને સન્માન સાથે આગળ વધશે. હું પ્રભુને પ્રાર્થના કરું છું કે જીત અને દિવાને સેવાના આ માર્ગ પર આગળ વધવા માટે આશીર્વાદ અને શક્તિ આપે.”
यह अत्यंत हर्ष का विषय है कि मेरा बेटा जीत और बहू दिवा अपने वैवाहिक जीवन की शुरुआत एक पुण्य संकल्प से कर रहे हैं।
— Gautam Adani (@gautam_adani) February 5, 2025
जीत और दिवा ने प्रति वर्ष 500 दिव्यांग बहनों के विवाह में प्रत्येक बहन के लिए 10 लाख का आर्थिक सहयोग कर ‘मंगल सेवा’ का संकल्प लिया है।
एक पिता के रूप में यह ‘मंगल… pic.twitter.com/tKuW2zPCUE
જીત અને દિવા 7 ફેબ્રુઆરીએ લગ્ન કરશે
ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી અને દિવા જૈમિન શાહના લગ્ન 7 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ અમદાવાદમાં થવાના છે. ગૌતમ અદાણીએ જીતના લગ્ન વિશે કહ્યું હતું કે જીત અને દિવાના લગ્ન ખૂબ જ સાદા અને સંપૂર્ણપણે પરંપરાગત હશે. જીત અને દિવાની સગાઈ માર્ચ 2023માં થઈ હતી. દિવા જૈમિન શાહ દેશના જાણીતા હીરા ઉદ્યોગપતિ જૈમિન શાહની પુત્રી છે. જૈમિન શાહની કંપની મુંબઈ અને સુરતમાં વ્યવસાય કરે છે. જીત અદાણી હાલમાં અદાણી ગ્રુપની ઘણી કંપનીઓમાં પોતાની ભૂમિકાઓ ભજવી રહ્યા છે.
જીત અદાણી અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના ડાયરેક્ટર છે. આ કંપની ભારતની સૌથી મોટી એરપોર્ટ કંપની છે. જે આઠ એરપોર્ટનું મેનેજમેન્ટ અને વિકાસનું કામ કરે છે. એરપોર્ટ સિવાય જીત અદાણી ગ્રુપના રક્ષા, પેટ્રોકેમિકલ્સ અને કોપર બિઝનેસ પણ સંભાળે છે. જીત અદાણીની પર્સનલ લાઇફ તેમની માતા પ્રીતિ અદાણીથી પ્રેરિત છે. પ્રીતિ અદાણી અદાણી ફાઉન્ડેશન માટે કામ કરે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
