આ દિવસે બંધ રહેશે આ મોટા બેન્કની UPI સર્વિસ, ગ્રાહકોને થશે અસર
જો તમે UPIનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે

જો તમે UPIનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. દેશની એક મોટી ખાનગી બેન્કે જાહેરાત કરી છે કે આ અઠવાડિયે તેની UPI સર્વિસ થોડા કલાકો માટે ખોરવાઈ જશે. આ સમયગાળા દરમિયાન, યુઝર્સ UPI મારફતે કોઈપણ ટ્રાન્જેક્શન કરી શકશે નહીં. આ ઉપરાંત મર્ચન્ટ UPI ટ્રાન્જેક્શન પર પણ અસર કરશે. રાહતની વાત એ છે કે તે ફક્ત થોડા કલાકો માટે જ ખોરવાશે.
HDFC બેન્ક સેવાઓ ખોરવાઈ રહેશે
HDFC બેન્કે તેની વેબસાઇટ પર માહિતી આપી છે કે 8 ફેબ્રુઆરીએ તેની UPI સર્વિસ 3 કલાક માટે ખોરવાઈ જશે. 8 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12 થી 3:૦૦ વાગ્યા સુધી HDFC બેન્કના કરન્ટ અને સેવિંગ એકાઉન્ટ, RuPay ક્રેડિટ કાર્ડ, HDFC મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન અને UPI માટે HDFC બેન્કથી સપોર્ટેડ થર્ડ પાર્ટી એપ્લિકેશનો પર UPI ટ્રાન્જેક્શન થઇ શકશે નહી. ઉપરાંત HDFC બેન્ક દ્વારા કોઈ પણ મર્ચન્ટ UPI ટ્રાન્જેક્શન શક્ય બનશે નહીં.
HDFC બેન્કે યુઝર્સને આ અસુવિધા પાછળનું કારણ પણ સમજાવ્યું છે. બેન્કે માહિતી આપી છે કે બેન્કિંગ અનુભવને સુધારવા માટે સિસ્ટમ જાળવણી કરવામાં આવી રહી છે. આના કારણે યુઝર્સને થોડા કલાકો સુધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અસુવિધા ટાળવા માટે, ગ્રાહકો પહેલા તેમનું મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરી શકે છે અથવા ATM માંથી રોકડ ઉપાડી શકે છે.
ડિજિટલ ટ્રાન્જેક્શનમાં UPIનો બે તૃતીયાંશથી વધુ હિસ્સો છે
દેશમાં કુલ ડિજિટલ પેમેન્ટમાં UPIનો હિસ્સો ત્રીજા ભાગ કરતાં વધુ છે. RBIના એક રિપોર્ટ મુજબ, 2019માં ડિજિટલ પેમેન્ટમાં UPIનો હિસ્સો 34 ટકા હતો, જે હવે બમણાથી વધુ વધીને 83 ટકા થઈ ગયો છે. એટલે કે દેશમાં 83 ટકા ડિજિટલ ચુકવણી UPI દ્વારા થાય છે. બાકીના 17 ટકામાં NEFT, RTGS, IMPS, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવેલા તમામ ટ્રાન્જેક્શનનો સમાવેશ થાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
