Surat: ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક પડ્યા પછી ગાયબ, 17 કલાકથી શોધખોળ ચાલુ, તંત્રની બેદરકારી સામે આક્રોશ
Surat: સુરતના વરીયાવ વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે

Surat: સુરતમાંથી ફરી એકવાર તંત્રની બેદરકારીભરી કામગીરીનું ઉદાહરણ સામે આવ્યુ છે. શહેરના ન્યૂ કતારગામ વિસ્તારમાં એક ખુલ્લી ગટરમાં ઢાંકણ ના હોવાના કારણે એક બાળકને જીવનું જોખમ ઉભુ થયુ છે. આ ખુલ્લી ગટરમાં કેદાર વેગડ નામનું બે વર્ષનું બાળક પડી ગયુ છે. આ 3 ફૂટ જેટલી ખુલ્લી ગટરમાં બાળક ગરકાવ થઇ ગયુ છે અને હાલ તેની શોધખોળમાં 100થી વધુ કર્મચારીઓ લાગ્યા છે, છેલ્લા 17 કલાકથી બાળકની શોધખોળ ચાલી રહી છે પરંતુ હજુ સુધી બાળકની ભાળ મળી શકી નથી. એસએમસીની બેદરકારી પર હવે પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરવાની ચિમકી ઉચ્ચારી છે. જવાબદારી તંત્ર અને અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સુરતના વરીયાવ વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ખુલ્લી ગટરમાં બાળક પડી ગયા બાદ બાળક ગાયબ થઈ ગયું છે. જેના માટે ફાયર વિભાગના અધિકારીઓ બોલાવવામાં આવ્યા. જોકે કલાકો વીતી ગયા બાદ પણ બાળક હજુ નથી મળ્યું. સુરતમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં તંત્રની બેદરકારીને કારણે એક ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક પડી ગયું છે. જેને લઈને બાળકના પરિવારનો જીવ અધ્ધર આવી ગયો છે. સાથે જ આ ઘટના હાલ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. શહેરના વરીયાવ વિસ્તારની આ ઘટના છે. જેમાં બાળક તેની માતા સાથે બહાર નીકળ્યું હતું તે સમયે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. બાળક તેની માતા સાથે બુધવારી બજારમાં ગયું હતું તે સમયે આ ઘટના બની હતી.
Two-year-old boy falls into manhole in Surat, rescue operation underway
— ANI Digital (@ani_digital) February 5, 2025
Read @ANI Story https://t.co/Stjjs74v1i #manhole #Gujarat #rescue pic.twitter.com/WIURXnrRIq
બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ જતા આ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે બાળકને ગટરમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. બાળકની કલાકોથી શોધખોળ ચાલી રહી છે. પરંતુ હજુ તેની કોઈ ભાળ મળી નથી. ગટર ખુલ્લી હતી જેના કારણે બાળક ગટરમાં પડી ગયું અને ત્યારબાદથી લગભગ 17 કલાકથી શોધખોળ કરવામાં આવી રહી છે. જોકે બાળક હજુ સુધી મળ્યું નથી.
#WATCH | Surat, Gujarat | Chief Fire Officer, Basant Parikh says, "The lid of the manhole chamber was damaged by a heavy vehicle. A 2-year-old boy has fallen into it. We have checked around 100-150 meter area. A search operation is underway to spot the child...60-70 workers are… pic.twitter.com/ZgxzHINRS6
— ANI (@ANI) February 5, 2025
આ પણ વાંચો
Crime: સુરતમાં પ્રેમ પ્રકરણમાં કિશોરીની આત્મહત્યા, પરિવારે ઠપકો આપતાં ભર્યુ મોતનું પગલું
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
