SBFC Finance IPO: જો તમે IPOમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા કામના છે, આ કંપની લાવી રહી છે 1025 કરોડ રૂપિયાનો IPO
દેશની સૌથી મોટી નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપની SBFC ફાયનાન્સ તેનો IPO લાવવાની છે.
SBFC Finance IPO: જો તમે IPOમાં નાણાં રોકવા માંગતા હોવ તો આ સમાચાર તમારા કામના છે. દેશની સૌથી મોટી નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપની SBFC ફાયનાન્સ તેનો IPO લાવવાની છે. રોકાણકારો આ કંપનીના IPOમાં 3 ઓગસ્ટ, 2023થી રોકાણ કરી શકે છે. નોંધનીય બાબત એ છે કે રોકાણકારો તેમાં 7મી ઓગસ્ટ સુધી રોકાણ કરી શકે છે. હજુ સુધી કંપનીએ તેની પ્રાઇસ બેન્ડ જાહેર કરી નથી. કંપની આ IPO મારફતે કુલ રૂ. 1025 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.
SBF ફાયનાન્સ IPO ની વિગતો જાણો
SBF ફાયનાન્સ કંપની આ IPO દ્વારા રૂ. 1,025 કરોડમાંથી રૂ. 600 કરોડના નવા શેર જાહેર કરશે. આ સિવાય 425 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ દ્વારા જાહેર કરવામાં આવશે. કંપનીના પ્રમોટર્સ અર્પવૂડ કેપિટલ, અર્પવુડ પાર્ટનર્સ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ વગેરે આ શેર્સ વેચશે. કંપની 2 ઓગસ્ટથી એન્કર રોકાણકારો માટે IPO ખોલશે.
IPO દ્વારા એકત્ર કરાયેલી રકમનું કંપની શું કરશે?
નોંધનીય છે કે આ IPO દ્વારા SBF ફાઇનાન્સ કંપનીને કુલ રૂ. 600 કરોડની રકમ મળશે. કંપની આ નાણાનો ઉપયોગ તેના બિઝનેસના વિસ્તરણ માટે કરશે. આ સાથે કંપની આ રકમથી તેની મૂડીની જરૂરિયાતો પણ પૂરી કરશે. બીજી તરફ SBFC ફાયનાન્સ કંપનીએ પોતાના કર્મચારીઓ માટે 10.25 કરોડ રૂપિયાના શેર અનામત રાખ્યા છે. આ ફાયનાન્સ કંપનીએ નવેમ્બર, 2022માં પ્રથમ વખત ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યું હતું જેમાં કંપનીએ IPO માટે કુલ 1,600 કરોડ રૂપિયાનો ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યો હતો જે બાદમાં માર્ચમાં ઘટાડીને 1,200 કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો. ગયા મહિને સેબીએ કંપનીને IPOને મંજૂરી આપી હતી. આવી સ્થિતિમાં હવે કંપનીએ કુલ 1,025 રૂપિયાનો IPO લાવવાની તૈયારી કરી લીધી છે.
કંપની શું કરે છે
SBF ફાયનાન્સ કંપની મુખ્યત્વે નાના બિઝનેસ એટલે કે MSME ને લોન આપવાનું કામ કરે છે. આ સિવાય તે નોકરિયાત લોકોને લોન પણ આપે છે. નોંધનીય છે કે આ કંપનીનો ટાર્ગેટ એવા લોકો છે જેમને સામાન્ય રીતે બેન્કમાંથી લોન મળતી નથી.
Join Our Official Telegram Channel: