શોધખોળ કરો

SBI ગ્રાહકોને મોટો ઝટકો! 1 જુલાઈથી ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટના નિયમો બદલાશે

SBI credit card reward rules 2026: PhonePe SBI પર્પલ અને બ્લેક કાર્ડધારકોને વીમા, બિલ અને ઓનલાઈન શોપિંગ પર હવે પહેલા જેટલો ફાયદો નહીં મળે; અમુક ટ્રાન્ઝેક્શન પર તો પોઈન્ટ્સ સાવ બંધ કરી દેવાયા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • SBI કાર્ડ રિવોર્ડ પોઈન્ટ નિયમો ૧ જુલાઈ ૨૦૨૬ થી બદલશે.
  • ફોનપે SBI કાર્ડ પર રિવોર્ડ પોઈન્ટ મર્યાદા નોંધપાત્ર રીતે ઘટશે.
  • ટોલ, જ્વેલરી, શિક્ષણ જેવા ખર્ચ પર પોઈન્ટ સાવ બંધ થશે.
  • ગ્રાહકોએ નવા નિયમો મુજબ ખર્ચનું આયોજન કરવું પડશે.

SBI credit card reward rules 2026: જો તમે ઓનલાઈન શોપિંગ, બિલ પેમેન્ટ કે વીમાનું પ્રીમિયમ ભરવા માટે SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને રિવોર્ડ પોઈન્ટ્સ જમા કરો છો, તો તમારા માટે એક માઠા સમાચાર છે. SBI કાર્ડે પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપતા રિવોર્ડ પોઈન્ટના નિયમોમાં ધરખમ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ખાસ કરીને PhonePe SBI ક્રેડિટ કાર્ડ પર્પલ (Purple) અને સિલેક્ટ બ્લેક (SELECT Black) કાર્ડ વાપરતા લોકો માટે 1 જુલાઈ, 2026 થી ઘણા લોકપ્રિય ખર્ચાઓ પર રિવોર્ડ પોઈન્ટની લિમિટ ઘટાડી દેવામાં આવી છે. એટલું જ નહીં, અમુક વ્યવહારો પર તો રિવોર્ડ પોઈન્ટ સાવ બંધ જ કરી દેવાયા છે. જો તમે પણ આ કાર્ડ વાપરો છો, તો નવા નિયમો જાણી લેવા ખૂબ જરૂરી છે, નહીંતર તમને પહેલા જેવા ફાયદા નહીં મળે.

પર્પલ (Purple) કાર્ડધારકો માટે શું બદલાશે?

SBI કાર્ડે PhonePe SBI ક્રેડિટ કાર્ડ પર્પલ માટે દર મહિને મળતા રિવોર્ડ પોઈન્ટની મર્યાદા બદલી નાખી છે. પહેલા આ કાર્ડ પર PhonePe દ્વારા થતા ખર્ચ પર દર મહિને વધુમાં વધુ 1000 રિવોર્ડ પોઈન્ટ મળતા હતા. પણ હવે નિયમ બદલાયો છે. હવે વીમા સંબંધિત ખર્ચ પર વધુમાં વધુ 250 અને PhonePe ના અન્ય ખર્ચ પર વધુમાં વધુ 750 પોઈન્ટ જ મળશે. આ ઉપરાંત, ઓનલાઈન ખર્ચ માટેની મર્યાદા પણ 1000 થી ઘટાડીને 750 કરી દેવાઈ છે.

સિલેક્ટ બ્લેક (SELECT BLACK) કાર્ડધારકોને પણ લાગશે ઝટકો

PhonePe SBI ક્રેડિટ કાર્ડ સિલેક્ટ બ્લેક યુઝર્સ માટે પણ રિવોર્ડ પોઈન્ટની કમાણી ઘટાડી દેવામાં આવી છે. પહેલા PhonePe ના ખર્ચ પર દર મહિને 2000 રિવોર્ડ પોઈન્ટ મળતા હતા. પરંતુ હવે વીમાના ખર્ચ પર વધુમાં વધુ 500 અને PhonePe ના અન્ય ખર્ચ પર વધુમાં વધુ 1500 પોઈન્ટ જ મળશે. જ્યારે ઓનલાઈન ખર્ચ માટેની રિવોર્ડ પોઈન્ટ લિમિટ પણ 2000 થી ઘટાડીને સીધી 1000 કરી દેવાઈ છે.

આ ખર્ચાઓ પર હવે એકપણ રિવોર્ડ પોઈન્ટ નહીં મળે

SBI કાર્ડે એવા ટ્રાન્ઝેક્શનનું લિસ્ટ પણ મોટું કરી દીધું છે જેના પર હવેથી કોઈ રિવોર્ડ પોઈન્ટ નહીં મળે. આ યાદી નીચે મુજબ છે:

ટોલ અને બ્રિજનું પેમેન્ટ

ગિફ્ટની ખરીદી

જ્વેલરીની ખરીદી

શૈક્ષણિક સંસ્થાઓને કરેલું પેમેન્ટ

PhonePe એપની બહાર જઈને ભરેલા યુટિલિટી બિલ

PhonePe એપની બહાર ભરેલું વીમાનું પ્રીમિયમ

PhonePe એપની બહાર કરેલા કોઈપણ UPI પેમેન્ટ

આ પણ વાંચોઃ Credit Card New Rules: 1 એપ્રિલથી ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે; જાણો ટેક્સ અને પેમેન્ટની નવી ગાઈડલાઈન

શું કોઈ વસ્તુ પહેલા જેવી રહેશે?

જોકે, એક સારી વાત એ છે કે SBI કાર્ડે સ્પષ્ટતા કરી છે કે માત્ર રિવોર્ડ પોઈન્ટની મર્યાદા અને પાત્રતામાં જ ફેરફાર કરાયો છે. કાર્ડની અન્ય સુવિધાઓ અને ફાયદાઓમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.

હવે ગ્રાહકોએ શું કરવું જોઈએ?

જો તમે ફોનપે SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો 1 જુલાઈ, 2026 થી લાગુ થનારા આ નવા નિયમોને ધ્યાનમાં રાખીને જ તમારા ખર્ચનું પ્લાનિંગ કરજો. વીમા, બિલ, શિક્ષણની ફી અને જ્વેલરી જેવી કેટેગરીમાં ખર્ચ કરનારા ગ્રાહકોને હવે પહેલા કરતા ઓછા પોઈન્ટ મળશે. તેથી નુકસાનથી બચવા અને કાર્ડનો પૂરો લાભ લેવા માટે આ નવા નિયમો સમજી લેવા હિતાવહ છે.

આ પણ વાંચોઃ ક્રેડિટ કાર્ડ ધારકના મૃત્યુ બાદ બાકી બિલ કોણ ભરશે? શું પરિવાર પર આવશે જવાબદારી? જાણો RBI ના નિયમો

Frequently Asked Questions

SBI ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટના નિયમોમાં શું ફેરફાર થઈ રહ્યો છે?

SBI કાર્ડે PhonePe SBI ક્રેડિટ કાર્ડ પર્પલ અને સિલેક્ટ બ્લેક માટે રિવોર્ડ પોઈન્ટની મર્યાદા ઘટાડી દીધી છે. અમુક ખર્ચાઓ પર હવે રિવોર્ડ પોઈન્ટ મળશે જ નહીં.

SBI ક્રેડિટ કાર્ડના નવા રિવોર્ડ પોઈન્ટ નિયમો ક્યારથી લાગુ પડશે?

આ નવા નિયમો 1 જુલાઈ, 2026 થી અમલમાં આવશે. ગ્રાહકોએ તે મુજબ તેમના ખર્ચનું આયોજન કરવું જોઈએ જેથી નુકસાનથી બચી શકાય.

કયા ખર્ચાઓ પર હવે SBI ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ નહીં મળે?

ટોલ, બ્રિજ, ગિફ્ટ, જ્વેલરીની ખરીદી અને શૈક્ષણિક સંસ્થાઓને કરેલા પેમેન્ટ પર હવે કોઈ રિવોર્ડ પોઈન્ટ નહીં મળે. PhonePe એપ બહારના બિલ કે વીમા પ્રીમિયમ પર પણ નહીં મળે.

PhonePe SBI ક્રેડિટ કાર્ડ પર્પલ ધારકો માટે રિવોર્ડ પોઈન્ટમાં શું બદલાવ છે?

વીમા સંબંધિત ખર્ચ પર વધુમાં વધુ 250 પોઈન્ટ અને PhonePe ના અન્ય ખર્ચ પર 750 પોઈન્ટ મળશે. ઓનલાઈન ખર્ચ માટેની મર્યાદા 1000 થી ઘટાડીને 750 કરી દેવાઈ છે.

શું SBI ક્રેડિટ કાર્ડની અન્ય સુવિધાઓમાં પણ ફેરફાર થયો છે?

ના, SBI કાર્ડે સ્પષ્ટતા કરી છે કે ફક્ત રિવોર્ડ પોઈન્ટની મર્યાદા અને પાત્રતામાં જ ફેરફાર કરાયો છે. કાર્ડની અન્ય સુવિધાઓ અને ફાયદાઓમાં કોઈ ફેરફાર થયો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget