શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

SBI FD Rates: હવે FD પર વધુ વ્યાજ મળશે, SBIએ વ્યાજદરમાં 0.65 ટકાનો વધારો કર્યો

SBI એ FD પરના વ્યાજ દરો 15 બેસિસ પોઈન્ટ્સથી વધારીને 65 બેસિસ પોઈન્ટ્સ કર્યા છે, જે આજથી, 13 ડિસેમ્બર, 2022 થી અમલમાં આવ્યા છે.

SBI Hikes FD Rates: હવે તમને બેંકોમાં FD કરાવવા પર વધુ વ્યાજ મળશે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI એ અલગ-અલગ કાર્યકાળની ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. SBI એ FD પરના વ્યાજ દરો 15 બેસિસ પોઈન્ટ્સથી વધારીને 65 બેસિસ પોઈન્ટ્સ કર્યા છે, જે આજથી, 13 ડિસેમ્બર, 2022 થી અમલમાં આવ્યા છે.

FD પર વધુ વ્યાજ મળશે

SBIએ 2 કરોડ રૂપિયા સુધીની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. હવે 211 દિવસથી 1 વર્ષના સમયગાળાની FD પર 5.75 ટકા વ્યાજ મળશે, જે પહેલા 5.50 ટકા મળતું હતું. બીજી તરફ, 65 બેસિસ પોઈન્ટ્સ વધુ એટલે કે એક વર્ષથી બે વર્ષથી ઓછા સમયગાળાની FD પર 6.75 ટકા વ્યાજ મળશે, જે પહેલા 6.10 ટકા મળતું હતું. 2 થી 3 વર્ષના ટૂંકા ગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.75 ટકા વ્યાજ મળશે, જે પહેલા 6.25 ટકા મળતું હતું. જો કે, 3 થી 5 વર્ષ અને 5 થી 10 વર્ષની મુદતવાળી FD પર માત્ર 15 બેસિસ પોઈન્ટના વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા બંને સમયગાળાની FD પર 6.10 ટકા વ્યાજ મળતું હતું જે હવે 6.25 ટકા વ્યાજ મળશે. એટલે કે માત્ર 15 બેસિસ પોઈન્ટ વધુ.

SBI FD Rates: હવે FD પર વધુ વ્યાજ મળશે, SBIએ વ્યાજદરમાં 0.65 ટકાનો વધારો કર્યો

SBI Wecare Deposit પરના વ્યાજ દરોમાં પણ વધારો થયો છે

SBI એ વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પર SBI Wecare ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં પણ વધારો કર્યો છે. હવે 5 વર્ષથી વધુ અને 10 વર્ષથી ઓછી FD પર 7.25 ટકા વ્યાજ આપવામાં આવશે. આ યોજના હેઠળ, વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતા 50 બેસિસ પોઈન્ટ વધુ વ્યાજ ઉપરાંત, 50 બેસિસ પોઈન્ટ વ્યાજ ચૂકવવાની જોગવાઈ છે એટલે કે કુલ 1 ટકા વધુ. SBI Wecare ડિપોઝિટ સ્કીમ 31 માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે.

રેપો રેટમાં વધારા બાદ FD રેટમાં વધારો

8 ડિસેમ્બર 2022ના રોજ, આરબીઆઈએ સતત પાંચમી વખત ફિક્સ્ડ ડિપોઝિટના દરોમાં વધારો કરવાનો નિર્ણય કર્યો. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે સરકારી તેમજ ખાનગી બેંકો એફડી પર વ્યાજદર વધારશે. આરબીઆઈએ રેપો રેટમાં માત્ર 35 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે પરંતુ એસબીઆઈએ એફડીના દરમાં 65 બેસિસ પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં બેંકો રોકડની તંગીનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં, બેંકો રોકાણકારો અને થાપણદારોને આકર્ષવા માટે વ્યાજ વધારી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું

Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો

IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ

પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ

કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો

ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું

માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો

Embed widget