Stock Market Closing: દિવસના નીચલા સ્તર પર બંધ રહ્યાં સેન્સેક્સ-નિફ્ટી, ઓટો-એફએમસીજી-આઇટી શેરોમાં દબાણ, પાવર ચઢ્યો
આજે શેર માર્કેટમાં દિવસ નિરસ રહ્યો, દિવસના નીચલા સ્તર આજે સેન્સેક્સ અને નિફ્ટી બંધ રહ્યાં હતા
Stock Market Closing, 8th June, 2023: આજે શેર માર્કેટમાં દિવસ નિરસ રહ્યો, દિવસના નીચલા સ્તર આજે સેન્સેક્સ અને નિફ્ટી બંધ રહ્યાં હતા, આજે માર્કેટમાં ઓટો-એફએમસીજી-આઇટી શેરોમાં દબાણ જોવા મળ્યું હતુ, જ્યારે પાવર ઉપર ચઢ્યા હતા. આજે પાવર ઇન્ડેક્સ 1 ટકા ઉપર રહ્યો હતો, જ્યારે રિયલ્ટી ઇન્ડેક્સમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
આજના દિવસના અંતે માર્કેટમાં નિરાશા રહી હતી, સેન્સેક્સ 0.47 ટકા માઇનસ સાથે 247.23 પૉઇન્ટ નીચે બંધ રહ્યો હતો, સેન્સેક્સ આજે 62,848.64ના સ્તર પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટીના શેરોમાં પણ ઘટાડા આવ્યા હતા, નિફ્ટીમાં આજે 0.51 ટકા માઇનસ સાથે 95 પૉઇન્ટના ઘટાટા સાથે નિફ્ટી 18,630.95 ના સ્તર પર બંધ રહ્યો હતો. આજે દિવસના અંતે ખાસ કરીને ઓટો શેરો, એફએમસીજી શેરો, આઇટી શેરોમાં જોરદાર દબાણ જોવા મળ્યું હતુ, જ્યારે પાવરના શેરોમાં ઉછાળો રહ્યો હતો
શેરબજાર બંધઃ - બજારની તેજી પર બ્રેક, બેન્કિંગ શેરોમાં પ્રૉફિટ બુકિંગના કારણે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ -
ત્રણ દિવસના સતત ઉછાળા બાદ ભારતીય શેરબજાર ગુરુવારે ઘટાડા સાથે બંધ થયું હતું. આરબીઆઈના રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખવા છતાં બજારમાં પ્રૉફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. બેન્કિંગ શેરોમાં ઘટાડાની સાથે બજાર નીચું ગયું હતું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 295 પૉઈન્ટ ઘટીને 62,848 પર અને નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 92 પૉઈન્ટના ઘટાડા સાથે 18,634 પૉઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
સેક્ટૉરિયલ અપડેટ -
આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, એફએનસીજી, મીડિયા, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેર ઘટીને બંધ રહ્યા હતા. માત્ર એનર્જી અને મેટલ સેક્ટરના શેરમાં જ વેગ જોવા મળ્યો હતો. મિડ કેપ અને સ્મૉલ કેપ શેરો પણ ઘટીને બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 11 વધીને અને 39 ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 6 વધ્યા હતા જ્યારે 24 નુકસાન સાથે બંધ થયા હતા.
રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો
આજના કારોબારમાં માર્કેટમાં ઘટાડાથી રોકાણકારોને નુકસાન થયું છે. BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 287.51 લાખ કરોડ થયું છે, જે બુધવારના રૂ. 289.07 લાખ કરોડ કરતાં રૂ. 1.56 લાખ કરોડ ઓછું છે. એટલે કે, આજના કારોબારમાં, રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.56 લાખ કરોડનો ઘટાડો થયો છે.
ઇન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | ટકાવારીમાં ફેરફાર |
BSE Sensex | 62,853.25 | 63,321.40 | 62,789.73 | -0.46% |
BSE SmallCap | 31,363.53 | 31,680.28 | 31,332.72 | -0.54% |
India VIX | 11.26 | 11.57 | 10.13 | -1.62% |
NIFTY Midcap 100 | 34,200.40 | 34,534.70 | 34,157.70 | -0.55% |
NIFTY Smallcap 100 | 10,455.30 | 10,587.45 | 10,442.35 | -0.95% |
NIfty smallcap 50 | 4,746.50 | 4,820.60 | 4,741.10 | -1.35% |
Nifty 100 | 18,562.95 | 18,706.05 | 18,546.10 | -0.52% |
Nifty 200 | 9,798.85 | 9,876.60 | 9,789.90 | -0.52% |
Nifty 50 | 18,634.55 | 18,777.90 | 18,615.60 | -0.49% |
હજુ સસ્તી લોન માટે જોવી પડશે રાહ, RBI એ રેપો રેટમાં ન કર્યો કોઈ ફેરફાર
રેપો રેટઃ- ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2023-24 માટે મોનેટરી પોલિસી કમિટીની બીજી બેઠકમાં રેપો રેટમાં વધારો ન કરીને લોકોને મોટી રાહત આપી છે. આ FY24 માં ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની આ બીજી બેઠક છે. તેની શરૂઆત 6 જૂને મુંબઈમાં થઈ હતી અને તેનું પરિણામ આજે જાહેર કર્યું છે. આરબીઆઈએ રેપો રેટમાં કોઈપણ ફેરફાર ન કરીને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. એપ્રિલમાં છેલ્લી MPC મીટિંગમાં, RBIએ વ્યાજ દરમાં વધારો અટકાવી દીધો હતો અને રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ વખતે રેપો રેટમાં વધારો કર્યો નથી અને લોકોને રાહત આપી છે. ત્રણ દિવસથી ચાલી રહેલી આરબીઆઈની મોનિટરિંગ પોલિસી કમિટીની બેઠક બાદ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે રેપો રેટના દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવાયો છે. RBIની મોનેટરી પોલિસી કમિટીએ બહુમતી સાથે આ નિર્ણય લીધો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે સીપીઆઈ ફુગાવો હજુ પણ અમારા 4 ટકાના લક્ષ્યથી ઉપર છે અને અમારી આગાહી મુજબ 2023-24માં તેનાથી ઉપર રહેશે. આ સાથે તેમણે નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.5 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. આ સાથે, તેમણે કહ્યું કે SDF દર 6.25 ટકા અને સીમાંત સ્થાયી સુવિધા અને બેંક દર 6.75 ટકા પર યથાવત છે.
નાણાકીય નીતિ દર બે મહિને મળે છે. ગયા નાણાકીય વર્ષ 2022-23ની પ્રથમ બેઠક એપ્રિલ-2022માં યોજાઈ હતી. ત્યારબાદ આરબીઆઈએ રેપો રેટને 4% પર સ્થિર રાખ્યો હતો, પરંતુ 2 અને 3 મેના રોજ, આરબીઆઈએ ઈમરજન્સી મીટિંગ બોલાવી અને રેપો રેટ 0.40% વધારીને 4.40% કર્યો. રેપો રેટમાં આ ફેરફાર 22 મે 2020 પછી થયો છે. આ પછી, 6 થી 8 જૂનના રોજ યોજાયેલી બેઠકમાં, રેપો રેટમાં 0.50% નો વધારો કરવામાં આવ્યો હતો. આનાથી રેપો રેટ 4.40% થી વધીને 4.90% થયો. પછી ઓગસ્ટમાં તેમાં 0.50%નો વધારો કરીને તેને 5.40% કરવામાં આવ્યો. સપ્ટેમ્બરમાં વ્યાજ દર વધીને 5.90% થઈ ગયા. ત્યારબાદ ડિસેમ્બરમાં વ્યાજ દર 6.25% પર પહોંચી ગયા. આ પછી, નાણાકીય વર્ષ 2022-23 માટે છેલ્લી નાણાકીય નીતિની બેઠક ફેબ્રુઆરીમાં યોજાઈ હતી, જેમાં વ્યાજ દર 6.25% થી વધારીને 6.50% કરવામાં આવ્યા હતા.
રેપો અને રિવર્સ રેપો રેટ શું છે?
રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ બેંકોને લોન આપે છે. બેંકો આ લોનથી ગ્રાહકોને લોન આપે છે. નીચા રેપો રેટનો અર્થ એ છે કે બેંક તરફથી ઘણી પ્રકારની લોન સસ્તી થઈ જશે, જ્યારે રિવર્સ રેપો રેટ રેપો રેટની બરાબર વિરુદ્ધ છે.
રિવર્સ રેટ એ દર છે કે જેના પર RBI બેંકો પાસેથી થાપણો પર વ્યાજ મેળવે છે. રિવર્સ રેપો રેટ દ્વારા બજારોમાં તરલતા નિયંત્રિત થાય છે. સ્થિર રેપો રેટનો અર્થ એ છે કે બેંકો પાસેથી લોનના દરો પણ સ્થિર રહેશે.