1,000 રુપિયા સસ્તી થઈ ચાંદી, સોનું આજે સસ્તું થયું કે મોંઘુ ? જાણી લો લેટેસ્ટ ભાવ
યુએસ દ્વારા ટેરિફમાં વધારો કરવાની ચિંતા વચ્ચે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં બુલિયન માર્કેટમાં સોનાના ભાવ રૂ. 94,150 પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચ સ્તરે સ્થિર રહ્યા હતા.

Gold rate today: યુએસ દ્વારા ટેરિફમાં વધારો કરવાની ચિંતા વચ્ચે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં બુલિયન માર્કેટમાં સોનાના ભાવ રૂ. 94,150 પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈ પર સ્થિર રહ્યા હતા. જોકે, મંગળવારે ચાંદીના ભાવ રૂ. 1,000 ઘટીને રૂ. 1,01,500 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા હતા. અખિલ ભારતીય બુલિયન એસોસિએશને આ માહિતી આપી છે. મંગળવારે, 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 94,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈ સ્તરે બંધ થયું હતું, જે લગભગ બે મહિનામાં સૌથી ઝડપી વધારો એટલે કે રૂ. 2,000નો છે.
ટ્રમ્પના નિર્ણય પહેલા માર્કેટ એલર્ટ
બુલિયન બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત સહિત વિવિધ દેશો પર વળતી ડ્યુટી લગાવે તે પહેલા સોનાના ભાવ સ્થિર રહ્યા હતા. એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટીઝના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે આ ઘટના તમામ નાણાકીય સંપત્તિ વર્ગોમાં અસ્થિરતાની નવી લહેરનું કારણ બને તેવી ઉચ્ચ સંભાવના છે.ગાંધીએ કહ્યું, રોકાણકારો મૂલ્યાંકન કરશે કે ટેરિફનો આગામી રાઉન્ડ વૈશ્વિક વેપાર, વૈશ્વિક અર્થતંત્ર અને ભૌગોલિક રાજકીય મોરચે કેવી અસર કરશે. અને તે મુજબ પ્રતિક્રિયા આપશે. અનિશ્ચિત (અસ્થિર) સમય સામાન્ય રીતે કિંમતી ધાતુઓ માટે ફાયદાકારક હોય છે.
વૈશ્વિક બજારમાં થોડો વધારો
વૈશ્વિક મોરચે, સ્પોટ ગોલ્ડ 0.11 ટકા વધીને $3,116.86 પ્રતિ ઔંસ થયું હતું. આ ઉપરાંત, જૂન ડિલિવરી માટે કોમેક્સ ગોલ્ડ વાયદો પ્રતિ ઔંસ $3,149.30 પર સ્થિર રહ્યો હતો. દરમિયાન, એશિયન માર્કેટમાં હાજર ચાંદી 0.52 ટકા વધીને $33.87 પ્રતિ ઔંસ પર પહોંચી હતી.
શા માટે સોનું સતત વધી રહ્યું છે ?
બુલિયન બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, શેરબજારોમાં ઘટાડાની વચ્ચે વૈકલ્પિક રોકાણની મજબૂત માંગને કારણે વિદેશી બજારોમાં સોનાના ભાવમાં વધારો થવાને કારણે બિઝનેસ સેન્ટિમેન્ટ મજબૂત રહ્યું હતું. જેના કારણે સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.