Small Saving Interest Rate: નાની બચત યોજનાના રોકાણકારોને મળી મોટી રાહત, સરકારે વ્યાજ દરમાં....
સરકાર દરેક ત્રિમાસિકમાં નાની બચત યોજનાના વ્યાજ દરોને રિવાઈઝ કરે છે.
એક મોટા નિર્ણયમાં ગઈકાલે મોદી સરકારે જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરને યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલયના એક જાહેરનામા મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના બીજા ત્રિમાસિક ગાળા માટે ૧ લી જુલાઈ ૨૦૨૧ થી ૩૦ મી સપ્ટેમ્બર ૨૦૨૧ દરમ્યાન વિવિધ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દર હાલના દરોથી અપરિવર્તિત રહેશે.
સરકાર દરેક ત્રિમાસિકમાં નાની બચત યોજનાના વ્યાજ દરોને રિવાઈઝ કરે છે. માર્ચ 2021માં સરકારે વ્યાજદર ઘટાડવાનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. પરંતુ ત્યારબાદ પાછું ખેંચી લીધુ. હવે સરકારે એકવાર ફરીથી 30 સપ્ટેમ્બરે પૂરા થતા ત્રિમાસિક માટે વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.
આ સતત પાંચમાં ક્વાર્ટર છે જ્યારે સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ), રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (એનએસસી) અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી પોસ્ટ ઓફિસ યોજનાઓના વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાણાં મંત્રાલયે 30 જૂન, 2021 ના રોજ જાહેર કરેલા જાહેરનામા મુજબ, પીપીએફ પર 7.10 ટકા, એનએસસી પર 6.8%, પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના પર 6.6% વ્યાજ ઉપલબ્ધ રહેશે. હાલમાં, સુકન્યા સમૃદ્ધિ યોજના પર 7.6% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જ્યારે સિનિયર સિટિઝન સેવિંગ યોજનામાં 7.4% વ્યાજ મળી રહ્યું છે, જે હજી પણ ઉપલબ્ધ રહેશે.
નાની બયત યોજના અને તેના પર વ્યાજ દર
- સુકન્યા સમૃદ્ધિ યોજના (એસએસએસ) - 6%
- વરિષ્ઠ નાગરિક બચત યોજના - 4%
- જાહેર ભવિષ્ય નિધિ (પીપીએફ) - 1%
- કિસાન વિકાસ પત્ર (કેવીપી) - 9%
- રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) - 8%
- માસિક આવક એકાઉન્ટ - 6%
આ વર્ષની શરૂઆતમાં ૩૧ માર્ચે નાણાં મંત્રાલયે આદેશ જારી કર્યો હતો જેમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ રોગચાળાના સમયે મધ્યમ વર્ગને નુકસાન સામે કેન્દ્રને નિશાન બનાવતા વિપક્ષોએ ભારે નારાજગી દેખાડી હતી. બંગાળ અને આસામમાં બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા જ લગભગ ૧.૧% દરો ઘટાડવામાં આવ્યા હતા. જો કે આ હુકમ બીજા દિવસે સવારે પાછો ખેંચાયો હતો.