શોધખોળ કરો

સરકારની આ યોજનામાં સસ્તામાં સોનું ખરીદવાની તક, જાણો RBIએ પ્રતિ ગ્રામ સોનાની કેટલી કિંમત નક્કી કરી

નાણાં મંત્રાલય અનુસાર ભારતીય રિઝર્વ બેંકની ભલામણથી ભારત સરાકરે સોવરેન ગોલ્ડ બોન્ડ બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. સોવરેન ગોલ્ડ બોન્ડ મે 2021થી સપ્ટેમ્બર 2021 સુધી છ ભાગમાં બહાર પાડવામાં આવશે.

જો તમે સસ્તામાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો કેન્દ્ર સરકાર તમારા માટે ખાસ ઓફર લાવી છે. જેમાં તમે સસ્તામાં રોકાણ કરીને સોનું ખરીદી શકો છો.  નાણાંકીય વર્ષ 2021-22ને માટે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 17મેના રોજ સોમવારથી શરૂ થઈ રહી છે. આ ઓફર 5 દિવસ સુધી ચાલુ રહેશે. તો જાણો તમે કેવી રીતે આ ઓફરનો લાભ લઈ શકશો.

આરબીઆઈએ પ્રથમ સીરીઝ માટે ગોલન્ડ બોન્ડની કિંમત 4777 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે. સાથે જ જે લોકો ડિજિટલ ફોર્મમાં રોકાણ કરશે તેને 50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ મળશે.

નાણાં મંત્રાલય અનુસાર ભારતીય રિઝર્વ બેંકની ભલામણથી ભારત સરાકરે સોવરેન ગોલ્ડ બોન્ડ બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. સોવરેન ગોલ્ડ બોન્ડ મે 2021થી સપ્ટેમ્બર 2021 સુધી છ ભાગમાં બહાર પાડવામાં આવશે.

નાણાં મંત્રાલયના નિવેદન અનુસાર સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની પ્રથમ સીરીઝ માટે સબ્સક્રિપ્શન 17 મે, 2021થી ખુલશે અને 21 મે, 2021 સુધી રહેશે. રોકાણકારો આ પાંજ દિવસમાં રોકાણ કરી શકશે. 25 મેના રોજ બોન્ડ ઈશ્યૂ કરવામાં આવશે.

ત્યાર બાદ 24 મેથી 28 મે સુધી બીજી સીરીઝ માટે સબ્સક્રિપ્શન ખુલશે. ત્યાર બાદ 31 મેથી ચાર જૂનની વચ્ચે ત્રીજી સીરીઝ, 12 જુલાઈથી 16 જુલાઈના ગાળામાં ચોથી સીરીઝનું સબ્સક્રિપ્શન ખુલશે. ત્યાર બાદ પાંચમી સીરીઝ 9 ઓગસ્ટથી 13 ઓગસ્ટ અને છઠ્ઠી સીરીઝ 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ખુલી રહેશે.

બોન્ડની કિંમત કેટલી હશે

નાણા મંત્રાલયે જણાવ્યું કે સોનાના બોન્ડના ભાવ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ તરફથી બહાર પાડવામાં આવેલા ભાવના સામાન્ય સરેરાશ ભાવ પર રહેશે. આ ભાવ રોકાણના સમયગાળા અગાઉના સપ્તાહના છેલ્લા ત્રણ કારોબારી દિવસ દરમિયાન 99.9 શુદ્ધતાવાળા સોનાનો સરેરાશ ભાવ રહેશે. બોન્ડ ખરીદવા માટે ઓનલાઈન કે ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરનારાઓને બોન્ડના ભાવમાં 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ મળશે.

સોવરિન ગોલ્ડ બોન્ડ યોજનામાં ભારતીય નાગરિકો, હિન્દુ અવિભાજિત પરિવારો, ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓ સોનાના બોન્ડ ખરીદી શકે છે. અહીં તમને જણાવી દઇએ કે સોવરિન ગોલ્ડ બોન્ડ આઠ વર્ષ માટે આપવામાં આવે છે. તો પાંચમા વર્ષ પછી રોકાણકારને આ બોન્ડ યોજનામાંથી બહાર નીકળવાનો વિકલ્પ મળે છે. આ ગોલ્ડ બોન્ડનું વેચાણ વેપારી બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનો, પોસ્ટ ઓફિસ અને સ્ટોક એક્સ્ચેંજ બીએસઈ અને એનએસઈ દ્વારા થાય છે.

સોવરિન ગોલ્ડ બોન્ડ વિશે જાણવા માટેની મુખ્ય બાબતો

આ યોજના હેઠળ ન્યુનતમ રોકાણ 1 ગ્રામ છે.

ગોલ્ડ બોન્ડ યોજના ડીમેટ અને પેપર ફોર્મમાં ઉપલબ્ધ છે.

બોન્ડ્સ સ્ટોક એક્સચેંજ એનએસઈ અને બીએસઈ દ્વારા વેચે છે. સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SHCIL), પોસ્ટઓફિસથી પણ ખરીદી કરી શકો છો. પરંતુ યાદ રાખજો કે સ્મોલ ફાઈનાન્સ બેન્કો અને પેમેન્ટ બેન્કો દ્વારા તેનું વેચાણ કરાશે નહીં.

આ યોજનાનો કાર્યકાળ આઠ વર્ષનો છે, જેમાં 5 મી વર્ષથી બહાર નીકળવાના વિકલ્પો છે.

લોન મેળવવા માટે ગોલ્ડ બોન્ડનો ઉપયોગ કોલેટરલ તરીકે થઈ શકે છે.

ગોલ્ડ બોન્ડ ભારત સરકાર દ્વારા ગેરેન્ટેડ છે.

રોકાણની કિંમત પર 2.5 ટકા ગેરેન્ટેડ ફિક્સ વ્યાજ પણ મળે છે.

બોન્ડનો ગાળો 8 વર્ષનો હોય છે અને 5માં વર્ષ બાદ પ્રીમેચ્યોર વિથડ્રોલ કરી શકાય છે.

3 વર્ષ બાદ તેના પર લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગે છે.

મેચ્યોરિટી સુધી રાખવા પર કેપિટલ ગેન ટેક્સ નહીં લાગે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
Embed widget