શોધખોળ કરો
Advertisement
Indigo Paintsની ધમાકેદાર એન્ટ્રી, રોકાણકારો થયા માલામાલ
કંપનીનો આઈપીઓ 20 જાન્યુઆરીએ ખૂલ્યો હતો અને 22 જાન્યુઆરીએ બંધ થયો હતો. આ આઈપીઓ 117 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.
મુંબઈઃ ઈન્ડિગો પેઇન્ટ્સની શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. કંપનીનો શેર ઈશ્યૂ પ્રાઇઝથી 75 ટકા ઉપર 2607.50 રૂપિયા પર લિસ્ટ થયો હતો. કંપનીની ઈશ્યૂ પ્રાઇસ 1490 રૂપિયા પ્રતિ શેર હતી. હાલ આ શેર 2512.62 પર કારોબાર કરી રહ્યો છે. રોકાણકારોને તગડો નફો થયો હતો. હાલ શેરનું વોલ્યૂમ 7,258,969 છે.
કંપનીનો આઈપીઓ 20 જાન્યુઆરીએ ખૂલ્યો હતો અને 22 જાન્યુઆરીએ બંધ થયો હતો. આ આઈપીઓ 117 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીએ પ્રાઇસ બેંડ 1480-1490 રાખી હતી. રિટેલમાં તે 15.93 ગણો સબ્સક્રાઇબ થયો હતો.
કેટલાક બ્રોકરેજ હાઉસે ઈન્ડિગો પેઇન્ટ્સના લિસ્ટિંગ વખથે 40 ટકા પ્રીમિયમ મળાની આશા વ્યક્ત કરી હતી. ગ્રે માર્કેટમાં શેરનો ભાવ 2290 રૂપિયા બોલાઇ રહ્યો છે.
ઈન્ડિગો પેઇન્ટ્સ તેના 12 ટકા રેવન્યૂ જાહેરખબર અને સેલ્સ પ્રમોશન પાછળ ખર્ચ કરે છે. જ્યારે તેની હરિફ કંપનીઓ માત્ર 3 થી 5 ટકા જ ખર્ચે છે. આ પહેલા લિસ્ટ થયેલા આઈઆરએફસીના શેરે રોકાણકારોને નિરાશ થયા હતા. શેર પ્રાઇસ બેન્ડ કરતાં પણ ઓછા ભાવે ખૂલ્યો હતો.
શેરબજારમાં તેજી છતાં રેલ્વે ફાયનાન્સ કોર્પોરેશનનો શેર ના ઉંચકાયો, જાણો હાલમાં છે શું ભાવ ? રોકાણકારોને છે કેટલું નુકસાન ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion