(Source: ECI/ABP News/ABP Majha)
Stock Market Closing: શેરબજાર માટે મંગળવાર સાબિત થયો અમંગળ, જાણો કેટલા પોઈન્ટના કડાકા સાથે બંધ રહ્યું માર્કેટ
Closing Bell: નિફ્ટી 18 હજારથી નીચે બંધ રહી, સેન્સેક્સમાં 600 પોઈન્ટથી વધુનો ઘટાડો.
Stock Market Closing, 10th January, 2023: ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો. સોમવારે આવેલો ઉછાળો આજે ધોવાઈ ગયો. મંગળવારે સેન્સેક્સ 631 પોઇન્ટના અને નિફ્ટી 187 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયા. પીએસયુ બેંક ઈન્ડેક્સ 2 ટકા અને બેંક નિફ્ટી ઈન્ડેક્સ 1 ટકા ઘટ્યા. આજના ઘટાડા બાદ બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ઘટીને 2,80,87,708 રૂપિયા થઈ છે.
શેરબજારમાં કેમ બોલ્યો કડાકો
સેન્સેક્સ 631.83 પોઇન્ટના ઘટાડા સાથે 60115.48 પોઇન્ટ પર, નિફ્ટી 187.05 પોઇન્ટના ઘટાડા સાથે 17914.15 પોઇન્ટ પર અને બેંક નિફ્ટી 568 પોઇન્ટના ઘટાડા સાથે 42014.75 પોઇન્ટ પર બંધ થયા છે. રોકાણકારોની વેચવાલીના કારણે આજે શેરબજારમાં કડાકો બોલ્યો છે.
સેક્ટરની સ્થિતિ
આજના કારોબારી સત્રમાં ઓટો અને હેલ્થકેર સ્ટોક્સને બાદ કરતાં તમામ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો. બેંક નિફ્ટી, આઈટી, મેટલ્સ, એફએમસીજી, એનર્જી, મીડિયા, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ તથા ફાર્મા સેક્ટરના શેર ઘટાડા સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરમાંથી 15માં તેજી તો 35 શેર ઘટાડા સાથે બંધ થયા. સેન્સેક્સના 30 શેરમાંથી માત્ર 8 શેર તેજી સાથે તો 22 શેર ઘટાડા સાથે બંધ થયા. બજારમાં આજે મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં નફા વસૂલી જોવા મળી.
રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો
બજારમાં આજે ઘટાડાના કારણે રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો થયો છે. બીએસઈમાં લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપ ઘટીને 280.84 લાખ કરોડ રૂપિયા થઈ ગયું, જે સોમવારે 282.92 લાખ કરોડ રૂપિયા હતું. રોકાણકારોની સંપત્તિમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધારે ઘટાડો થયો છે.
Sensex tanks 631.83 points to end at 60,115.48; Nifty tumbles 187.05 points to 17,914.15
— Press Trust of India (@PTI_News) January 10, 2023
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ (ટકાવારીમાં) |
BSE Sensex | 60,115.48 | 60,809.65 | 59,938.38 | -1.04% |
BSE SmallCap | 28,794.89 | 28,976.17 | 28,712.58 | -0.46% |
India VIX | 15.51 | 15.935 | 14.5625 | 0.0585 |
NIFTY Midcap 100 | 31,559.30 | 31,771.00 | 31,383.70 | -0.50% |
NIFTY Smallcap 100 | 9,652.25 | 9,734.45 | 9,621.75 | -0.59% |
NIfty smallcap 50 | 4,321.60 | 4,351.05 | 4,310.90 | -0.47% |
Nifty 100 | 18,081.00 | 18,274.40 | 18,008.30 | -0.92% |
Nifty 200 | 9,475.35 | 9,571.45 | 9,435.50 | -0.86% |
Nifty 50 | 17,914.15 | 18,127.60 | 17,856.00 | -1.03% |