Stock Market Closing: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શેરબજાર કડાકા સાથે બંધ, 2 દિવસમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
Closing Bell: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો અંતિમ કારોબારી દિવસ નિરાશાજનક રહ્યો.
Stock Market Closing, 10th March 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો અંતિમ કારોબારી દિવસ નિરાશાજનક રહ્યો. સેન્સેક્સ 600થી વધુ પોઇન્ટના કડાકા સાથે બંધ રહ્યો. શેરબજારમાં છેલ્લા બે દિવસમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો થયો છે. રોકાણકારોની સંપત્તિ ઘટીને 262.61 લાખ કરોડ થઈ છે. બે દિવસમાં રોકાણકારોના 3 લાખ કરોડથી વધુ સ્વાહા થઈગયા છે.
આજે કેટલો થયો ઘટાડો
સેન્સેક્સ 671.15 પોઇન્ટના ઘટાડા સાથે 59,135.13 પોઇન્ટ અને નિફ્ટી 188.91 પોઇન્ટના ઘટાડા સાથે 18307.21 પોઇન્ટ પર બંધ રહ્યા. ગુરુવારે સેન્સેક્સ 541.83 પોઇન્ટના ઘટાડા સાથે 59,806.28 પોઇન્ટ પર અને નિફ્ટી 168.08 પોઇન્ટના ઘટાડા સાથે પોઇન્ટ પર 18496.18 બંધ થયા હતા.
શેરબજારમાં કેમ થયો ઘટાડો
નકારાત્મક વૈશ્વિક સંકેતોના કારણે આજના કારોબારી દિવસની ઘટાડા સાથે શરૂઆત થઈ હતી અને દિવસના અંત સુધી આ ટ્રેન્ડ જળવાઈ રહ્યો.
સેક્ટર અપડેટ
આજના ટ્રેડિંગ દરમિયાન FMCG. એનર્જી, અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરો વધ્યા જ્યારે બેન્કિંગ, આઈટી, ઓટો, ઈન્ફ્રા, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરો બંધ રહ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 15 વધ્યા અને 35 ઘટાડા સાથે બંધ થયા. સેન્સેક્સના 30 શેરોમાંથી 9 શેર વધીને અને 21 ઘટીને બંધ રહ્યા હતા.
વધેલા-ઘટેલા શેર્સ
આજના ટ્રેડિંગ સેશનમાં, ટાટા મોટર્સનો શેર 0.84%, NTPC 0.72%, મારુતિ સુઝુકી 0.70%, બ્રિટાનિયા 0.45%, BPCL 0.37%, ડૉ. રેડ્ડીઝ લેબ 0.33%, પાવર ગ્રીડ 0.33%, ટાઇટન કંપની, સન ફાર્મા 0.31%, 0.31% ઘટ્યો હતો. બજાજ ઓટો 0.22 ટકા અને એચયુએલ 0.16 ટકાના વધારા સાથે બંધ થયા છે.
અદાણી એન્ટરપ્રાઇઝ 2.92%, HDFC બેંક 2.58%, અપોલો હોસ્પિટલ્સ 2.28%, HDFC 2.18%, ઇન્ડસઇન્ડ બેંક 2.14%, SBI 2.07%, એક્સિસ બેંક 1.83%, બજાજ ફિનસર્વ અને Mahdrain 1.75%. 1.72 અને લાર્સન 1.61 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
રોકાણકારોને નુકસાન
આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 262.61 લાખ કરોડ થયું છે, જે ગુરુવારે રૂ. 264.30 લાખ કરોડ હતું, એટલે કે આજના સત્રમાં રોકાણકારોએ રૂ. 1.70 લાખ કરોડ ગુમાવ્યા છે.
આજે કેવી થઈ હતી શરૂઆત
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 59806.28ની સામે 546.45 પોઈન્ટ વધીને 59259.83 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17589.6ની સામે 148.80 પોઈન્ટ વધીને 17443.8 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 41256.75ની સામે 451.50 પોઈન્ટ વધીને 40805.25 પર ખુલ્યો હતો.