શોધખોળ કરો

Stock Market Closing: બજેટ બાદનો ઉછાળો ન જાળવી શક્યું શેરબજાર, જાણો કેટલા પોઇન્ટના વધારા સાથે બંધ રહ્યું માર્કેટ

Closing Bell: સેન્સેક્સ 158.18 પોઇન્ટના વધારા સાથે 59708.08 પોઇન્ટ અને નિફ્ટી 57.12 પોઇન્ટના ઘટાડા સાથે 17616.30 પર બંધ થયા હતા.

Stock Market Closing, 1st February, 2023: ભારતીય શેરબજાર આજે બજેટ બાદ આવેલા ઉછાળાને જાળવી શક્યું નહોતું. 1000થી વધુ પોઇન્ટનો ઉછાળો આવ્યા બાદ ભારતીય શેરબજાર નજીવા વધારા સાથે બંધ થયું હતું. રોકાણકારોની સંપત્તિ 266.63 લાખ કરોડ થઈ છે.

સેન્સેક્સ 158.18 પોઇન્ટના વધારા સાથે 59708.08 પોઇન્ટ અને નિફ્ટી 57.12 પોઇન્ટના ઘટાડા સાથે 17616.30 પર બંધ થયા હતા.

રોકાણકારોની સંપત્તિ

રોકાણકારોની સંપત્તિ 266.68 લાખ કરોડ થઈ છે. મંગળવારે શેરબજારમાં વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 268.78 લાખ કરોડ થઈ હતી. 27 જાન્યુઆરીએ BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 269.74 લાખ કરોડ થયું હતુ. જ્યારે 25 જાન્યુઆરી, બુધવારે માર્કેટ કેપ રૂ. 276.69 લાખ કરોડ હતું. ગત સપ્તાહે શુક્રવાર અને બુધવારના બે ટ્રેટિંગ સેશનમાં રોકાણકારોને 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.  24 જાન્યુઆરી, મંગળવારે માર્કેટ કેપ રૂ. 280.37 લાખ કરોડ હતી.   

સેક્ટર અપડેટ્સ

જુદા જુદા સેક્ટર અનુસાર, બજેટ પર પ્રતિક્રિયા પણ અલગ હતી. બજેટમાં પર્યટન પર ફોકસ હોવાને કારણે હોટેલ સ્ટોકમાં વધારો થયો હતો. EIH, ઇન્ડિયન હોટેલ્સ, HLV લિમિટેડ, ક્લબ મહિન્દ્રા, લેમન ટ્રી જેવા શેરોમાં 8 ટકા સુધીનો ઉછાળો આવ્યો હતો. એ જ રીતે રેલ ક્ષેત્રને લગતા શેરોમાં પણ તેજી જોવા મળી હતી. બજેટમાં નાણામંત્રીએ રેલ્વે માટે 2.4 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ મૂડી ખર્ચની જોગવાઈ કરી હતી. આ જાહેરાત પછી, RVNL, Titagarh Wagons, IRCON, KEC ઇન્ટરનેશનલ અને સિમેન્સ જેવા રેલ ક્ષેત્ર સાથે સંબંધિત શેરોમાં 4 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખર્ચમાં 66 ટકાના વધારાથી સિમેન્ટના શેરોને ફાયદો થયો છે. નાણામંત્રીએ બજેટમાં આ યોજના માટેની જોગવાઈ વધારીને રૂ. 66,000 કરોડ કરી છે. આ પછી ઈન્ડિયા સિમેન્ટ્સ, રામકો સિમેન્ટ્સ, શ્રી સિમેન્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટ્સના શેરમાં 4 ટકા સુધીની તેજી નોંધાઈ હતી.

મોટી કંપનીઓના શેરનો પ્રતિસાદ સારો નહોતો. સેન્સેક્સ કંપનીઓમાં બજાજ ફિનસર્વે સૌથી વધુ 5.50 ટકાનો ઘટાડો નોધાયો હતો.એસબીઆઈના શેરમાં પણ 5 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. ઇન્ડસઇન્ડ બેન્ક, સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એક્સિસ બેન્ક, ટાઇટન, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ 1 ટકાથી 4 ટકા વચ્ચે ઘટ્યા હતા, જ્યારે ITC, ICICI બેન્ક, ટાટા સ્ટીલ, TCS, HDFC બેન્ક, HDFC, મહિન્દ્રા જેવા કોટક સ્ટોક્સમાં ઘટાડો નોંધાયો હતો.  

Stock Market Closing: બજેટ બાદનો ઉછાળો ન જાળવી શક્યું શેરબજાર, જાણો કેટલા પોઇન્ટના વધારા સાથે બંધ રહ્યું માર્કેટ

ટેક્સ વધારાને કારણે સિગારેટ ઉત્પાદકોના શેરમાં ઘટાડો  

બજેટ બાદ સિગારેટ બનાવતી કંપનીઓના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. BSE પર ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયા અને ITCના શેર 5 ટકા સુધી તૂટ્યા હતા. બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સિગારેટ પર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ગોડફ્રે ફિલિપ્સનો શેર 4.92 ટકાના ઘટાડા સાથે રૂ. 1828.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો., ગોલ્ડન ટોબેકોના શેરમાં 3.81 ટકાનો ઘટાડો થયો છે. ITCના શેર 0.78 ટકા સુધી તૂટ્યા હતા.

Stock Market Closing: બજેટ બાદનો ઉછાળો ન જાળવી શક્યું શેરબજાર, જાણો કેટલા પોઇન્ટના વધારા સાથે બંધ રહ્યું માર્કેટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Embed widget