શોધખોળ કરો

રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Gujarat Rain: હવામાન વિભાગે આજે ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અને 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે

Gujarat Rain: રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગે આજે ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અને 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠામાં રેડ અલર્ટ અપાયું છે. તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સાથે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર બોટાદમાં પણ ઓરેન્જ અલર્ટ અપાયું છે. તો રાજકોટ, મોરબી અને કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરુચ, નવસારી, વલસાડમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ, મોરબી, અમદાવાદ, કચ્છ, ગાંધીનગર જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરાઇ છે. આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે. 7 જૂલાઈ રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે.

સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ  વરસાદનું યલો એલર્ટ છે.  તો પ્રવાસન સ્થળ દીવમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠામાં  વરસાદ વરસી શકે છે. તો ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ અને દાહોદમાં વરસાદની શક્યતા છે. કચ્છ-સૌરાષ્ટ્રના જિલ્લામાં આજે બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે.  કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં  પણ વરસાદનું અનુમાન છે.

અંબાલાલે શું કરે આગાહી?

આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટા પડવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન  વ્યક્ત કર્યુ છે.  તો 14 જુલાઈ સુધી મધ્ય અને દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વરસાદ વરસી શકે છે.તો દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો ઉત્તરાખંડના લાલકુવામાં વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. રેલવે ટ્રેક પર પાણી ભારતા ટ્રેક જળમગ્ન થઇ ગયા હતા. ઉતરાખંડના રસ્તા પણવરસાદી પાણીથી જળમગ્ન થયા છે.  

સાયબર સિટી ગુરૂગ્રામમાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઇ છે. અહીં  અડધા કલાક વરસેલા વરસાદે  પ્રશાસનના દાવાની પોલ ખોલી છે .. સિવર લાઈનથી પાણી ઓવરફ્લો થઇ રહ્યો છે. .. રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Budget 2025 Highlights:  ભૂપેન્દ્ર સરકારનું કલ્યાણકારી બજેટ, એક ક્લિકમાં વાંચો બજેટની તમામ જાહેરાતોની ડિટેઇલ્સ

Gujarat Budget live updates: ગુજરાતનું વર્ષ 2025-26નું 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ, વર્ષ 2047માં વિકસિત ગુજરાતનો સંકલ્પ

Gujarat Budget: હવે ઘરના ઘરનું સપનુ થશે સાકાર, બજેટમાં સરકારે કરી મોટી જાહેરાત

Gujarat Budget 2025: ગુજરાતના શહેરોના વિકાસ માટે બજેટમાં 30 હજાર કરોડથી વધુની કરવામાં આવી જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Gujarat Budget 2025: નાણામંત્રીએ રજુ કરેલા ગુજરાતના બજેટની ખાસ વાતો, જુઓ આ વીડિયોમાંDelhi CM oath ceremony: PM મોદીની હાજરીમાં રેખા ગુપ્તાએ લીધા CM પદના શપથBig Breaking News: લેટ લતિફ સરકારી બાબુઓને લઈને સરકારે શું કર્યો પરિપત્ર?,જુઓ વીડિયોમાંNavsari Man Died In Canada: નવસારીના આધેડનું કેનેડામાં પોતાની કારમાં જ શંકાસ્પદ મોત,જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Budget 2025 Highlights:  ભૂપેન્દ્ર સરકારનું કલ્યાણકારી બજેટ, એક ક્લિકમાં વાંચો બજેટની તમામ જાહેરાતોની ડિટેઇલ્સ
Gujarat Budget 2025 Highlights: ભૂપેન્દ્ર સરકારનું કલ્યાણકારી બજેટ, એક ક્લિકમાં વાંચો બજેટની તમામ જાહેરાતોની ડિટેઇલ્સ
Gujarat Budget live updates: ગુજરાતનું વર્ષ 2025-26નું 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ, વર્ષ 2047માં વિકસિત ગુજરાતનો સંકલ્પ
Gujarat Budget live updates: ગુજરાતનું વર્ષ 2025-26નું 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ, વર્ષ 2047માં વિકસિત ગુજરાતનો સંકલ્પ
Gujarat Budget: હવે ઘરના ઘરનું સપનુ થશે સાકાર, બજેટમાં સરકારે કરી મોટી જાહેરાત
Gujarat Budget: હવે ઘરના ઘરનું સપનુ થશે સાકાર, બજેટમાં સરકારે કરી મોટી જાહેરાત
Gujarat Budget 2025: ગુજરાતના શહેરોના વિકાસ માટે બજેટમાં 30 હજાર કરોડથી વધુની કરવામાં આવી જાહેરાત
Gujarat Budget 2025: ગુજરાતના શહેરોના વિકાસ માટે બજેટમાં 30 હજાર કરોડથી વધુની કરવામાં આવી જાહેરાત
Gujarat Budget 2025: EV ચાર્જિંગ, ખેડૂતોને દિવસે વીજળી સહિત બજેટમાં કરવામાં આવી અનેક જાહેરાતો

Gujarat Budget: સરદાર સરોવર,ભાડભૂત યોજના સહિત બજેટમાં જળસંપત્તિને લઈને કરવામાં આવી મહત્વની જાહેરાત

Gujarat Budget: ગુજરાતના ગામડાઓના વિકાસ માટે જાણો બજેટમાં શું કરવામાં આવી મોટી જાહેરાત

Gujarat Budget 2025: નાણામંત્રીએ બજેટમાં દિવ્યાંગોનો લઈને કરી મોટી જાહેરાત

Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.