શોધખોળ કરો
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
ITR Filing: શું તમે પણ દર વર્ષે CA કે ટેક્સ એક્સપર્ટને પૈસા આપીને ITR ફાઇલ કરાવો છો? તમારામાંથી મોટાભાગના લોકોનો જવાબ આના પર હા નો જ હશે. ITR ફાઇલ કરવું તમારા માટે ઘણી રીતે સારું રહે છે.

દાખલા તરીકે તમને લોન લેવા, વિઝા માટે અરજી કરવા કે સરકારી ટેન્ડરમાં ભાગ લેવા માટે મદદરૂપ રહે છે. જો તમે સતત ITR ફાઇલ કરતા રહો છો તો તમને બેંક સહેલાઈથી લોન આપી દે છે.
1/5

આ વખતે ફાઇલિંગની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે. હાલમાં જૂનો ટેક્સ રેજિમ અને નવો ટેક્સ રેજિમ એમ બે પ્રકારના ટેક્સ રેજિમ છે. બંનેના પોતાના ફાયદા કે નુકસાન છે. નવો ટેક્સ રેજિમ, જૂના રેજિમની સરખામણીમાં સરળ ટેક્સ સ્લેબ આપે છે. આવો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ ITR ઈ ફાઇલિંગની ગાઇડ
2/5

સૌ પ્રથમ ઇન્કમ ટેક્સ ઈ ફાઇલિંગ પોર્ટલ incometax.gov.in પર લોગિન કરો. જો તમે નવા યુઝર છો તો તમારા PAN નો ઉપયોગ કરીને તમારું રજિસ્ટ્રેશન કરો. હવે 'File Income Tax Return' પર ક્લિક કરો. ડેશબોર્ડ પર, 'e File' સેક્શન અને 'Income Tax Returns' સિલેક્ટ કરો.
3/5

ત્યારબાદ તમે જે વર્ષ માટે ફાઇલિંગ કરી રહ્યા છો, તેનું એસેસમેન્ટ યર સિલેક્ટ કરો. પછી તમારી ફાઇલિંગની સ્થિતિ પસંદ કરો જેમ કે 'Individual' કે 'હિન્દુ અવિભાજિત પરિવાર' (HUF). ત્યારબાદ ITR ફોર્મ સિલેક્ટ કરો.
4/5

જો તમારી આવક પ્રોફાઇલ પહેલા જણાવેલા નિયમો અનુસાર હોય તો ITR 1 (સહજ) તમારો સંભવિત વિકલ્પ હશે. આના માટે તમારે પહેલા એ નક્કી કરવું પડશે કે તમે ઓરિજિનલ રિટર્ન ફાઇલ કરી રહ્યા છો કે 'રિવાઇઝ્ડ' રિટર્ન દાખલ કરી રહ્યા છો.
5/5

ટેક્સ ફાઇલિંગ મોડમાં જાઓ અને પ્રિપેર એન્ડ સબમિટ ઓનલાઇન પર ક્લિક કરો. તમને જણાવી દઈએ કે મોટાભાગના એમ્પ્લોયર તરફથી કર્મચારીઓનું ફોર્મ 16 જારી કરી દેવામાં આવ્યું છે. જો તમે 31 જુલાઈ પહેલા ITR ફાઇલ કરો છો તો આ તમારા માટે ઘણી રીતે સારું રહેશે.
Published at : 04 Jul 2024 08:05 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
