(Source: Poll of Polls)
Today Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
Today Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
ગુજરાતમાં ચોમાસુ બરાબર જામ્યુ છે, ઉત્તરથી લઇને દક્ષિણ ગુજરાત સુધી મોટાભાગના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસુ બરાબર જામ્યુ છે, ઉત્તરથી લઇને દક્ષિણ ગુજરાત સુધી મોટાભાગના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મેઘરાજાએ તાંડવ શરૂ કર્યો છે. હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગે વધુ મોટુ અપડેટ આપ્યુ છે, તે પ્રમાણે આગામી ત્રણ કલાક ગુજરાતમાં વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી ત્રણ કલાક ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ખાબકશે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવે આ બધાની વચ્ચે હવામાન વિભાહે લેટેસ્ટ અપડેટ આપ્યુ છે. હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી ત્રણ કલાક ભારે રહેવાની વાત કરવામાં આવી છે. તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, પાટણ, મહેસાણામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, ભરૂચ, છોટા ઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી છે. એટલુ જ નહીં નર્મદા, ભાવનગર, સુરત, નવસારી,વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ અને તાપી, ડાંગ તથા ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.