શોધખોળ કરો

Stock Market Closing: ફેડનો ફફડાટ, જાણો કેટલા પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું શેરબજાર

Stock Market Update: ભારતીય શેરબજારમાં ગત બે દિવસમાં 878 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો.

Stock Market Closing, 21st September 2022: શેરબજારમાં બે દિવસથી આવેલી તેજી પર આજે બ્રેક લાગી છે. ભારતીય શેરબજારનો સેન્સેક્સ 262.59 પોઇન્ટના ઘટાડા સાથે 59 456.78 પોઇન્ટ પર બંધ થયું છે. જ્યારે નિફ્ટી પણ 97.91 પોઇન્ટ ઘટીને 17718.35 પોઇન્ટ પર બંધ રહી છે. નિફ્ટીએ 18 હજારની સપાટી ગુમાવી છે.

શેરબજારમાં કેમ થયો ઘટાડો

ફેડરલ રિઝર્વની બેઠકને ધ્યાનમાં રાખીને બુધવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારોના પ્રોફિટ-બુકિંગને કારણે ભારતીય ઘટાડા સાથે બંધ થયું.

એફએમસીજી સિવાય તમામ સેકટરમાં વેચવાલી

આજના ટ્રેડિંગ સેશનમાં એફએમસીજી સેક્ટર સિવાય તમામ સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી, નિફ્ટી ઓટો, નિફ્ટી આઈટી, ઓઈલ એન્ડ ગેસ સેક્ટર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનો શેર પણ ઘટાડા સાથે બંધ થયો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 13 શેર જ લીલા નિશાનમાં બંધ થયા હતા, બાકીના 37 શેરો ઘટ્યા હતા. તો સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર સાત શેર જ લીલા નિશાનમાં બંધ થયા હતા, જ્યારે બાકીના 23 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.

BSE પર કુલ 3587 શેરનું ટ્રેડિંગ થયું હતું, જેમાં 1290 શેર વધીને અને 2169 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. 128 શેરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આજના ટ્રેડિંગ સેશનમાં 276 શેરમાં ઉપલી સર્કિટ હતી જ્યારે 208 શેર નીચલી સર્કિટ સાથે બંધ થયા હતા. શેરબજારની માર્કેટ મૂડી ઘટીને રૂ. 281.18 લાખ કરોડ થઈ ગઈ છે.

દિવસની થઈ હતી ફ્લેટ શરૂઆત

આજે શેરબજાર ફરી ઘટાડા સાથે ખુલ્યું હતું છે. બેન્ક નિફ્ટીમાં અડધા ટકાનું દબાણ જોવા મળ્યું હતું અને પ્રિ-ઓપનમાં માર્કેટમાં ઘટાડો ઓપનિંગમાં પણ ચાલુ રહ્યો હતો. બેન્ક શેરોમાં નબળાઈએ બજારને નીચે ખેંચ્યું હતું. અમેરિકી બજારોમાં જોવા મળેલા 1 ટકાના ઘટાડાથી વૈશ્વિક બજારો લપસી ગયા છે અને ભારતીય બજારો પણ નીચે આવ્યા છે.

ગત બે દિવસમાં આવ્યો હતો 878 પોઇન્ટનો ઉછાળો

ભારતીય શેરબજારમાં ગત બે દિવસમાં 878 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. મંગળવારે સેન્સેક્સમાં 578.51 પોઇન્ટનો અને સોમવારે 300.14 પોઇન્ટનો વધારો થયો હતો.

Stock Market Closing: ફેડનો ફફડાટ, જાણો કેટલા પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું શેરબજાર

આ પણ વાંચોઃ

Bank Holidays in October 2022: ઓક્ટોબરમાં તહેવારના મહિનામાં 11 દિવસ બેંક રહેશે બંધ, જરૂરી કામ પહેલા જ પતાવી લેવા

RBI: 40 મહિનામાં પ્રથમ વખત બેંકિંગ સિસ્ટમમાં રોકડની તંગી! આરબીઆઈએ આ પગલું ભરવું પડ્યું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત

'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર

સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 

Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર

Embed widget