શોધખોળ કરો

Stock Market Closing: સતત 5માં કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું શેરબજાર, જાણો આજની સ્થિતિ

Closing Bell: પાંચ દિવસમાં સેન્સેક્સ 1600 પોઇન્ટથી વધૂ તૂટ્યો છે

Stock Market Closing, 23rd February, 2023: ગુરુવારના કારોબારી દિવસે પણ ભારતીય શેરબજાર ઘટડા સાથે બંધ થયું છે. સતત પાંચમા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આ પાંચ દિવસમાં સેન્સેક્સ 1700 પોઇન્ટ તૂટ્યો છે, જેનાથી રોકાણકારોના 4 લાખ કરોડથી વધુ રૂપિયા ડૂબી ગયા છે.

આજે કેટલો થયો ઘટાડો

ગુરુવારે સેન્સેક્સ 139.18 પોઇન્ટના ઘટાડા સાથે 59,605.80 પોઇન્ટ, નિફ્ટી 36.68 પોઇન્ટના ઘટાડા સાથે 18,418.72 પોઇન્ટ પર બંધ રહ્યો. આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ 260.88 લાખ કરોડ થઈ છે. બુધવારે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 927.78 પોઇન્ટના કડાકા સાથે 59,744.98 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 289.58ના ઘટાડા સાથે 18,455 પર બંધ રહી. મંગળવારે સેન્સેક્સ 18.82 પોઇન્ટના ઘટાડા સાથે 60,672.75 પોઇન્ટ પર બંધ રહ્યો. નિફ્ટી 17.90 પોઇન્ટના ઘટાડા સાથે 17,826.70 પર બંધ રહી હતી. સોમવારે સેન્સેક્સ 311.03 પોઇન્ટના ઘટાડા સાથે 60,691.54પોઇન્ટ પર, નિફ્ટી 103.22 પોઇન્ટના ઘટાડા સાથે 18760.90 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. ગત સપ્તાહે શુક્રવારે પણ સેન્સેક્સ 300થી વધુ પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યું હતું. છેલ્લા પાંચ દિવસમાં સેન્સેક્સમાં આશરે 1600 પોઇન્ટનો ઘટાડો થયો છે.

શેરબજારમાં કેમ થઈ રહ્યો છે ઘટાડો

ભારતીય શેરબજારમાં ઘટાડાનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. અદાણી ગ્રૂપના હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ આવ્યા બાદ બજારના બગડતા મૂડને કારણે બજારમાં સતત પ્રોફિટ-બુકિંગ જોવા મળી રહ્યું છે, જેમાં આ સપ્તાહે ચોથા સત્રમાં બજાર ઘટાડા સાથે બંધ થયું છે.

Stock Market Closing: સતત 5માં કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું શેરબજાર, જાણો આજની સ્થિતિ

સેક્ટર અપડેટ

આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ, એફએમસીજી, મેટલ્સ જેવા સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ઓટો, આઈટી, ફાર્મા, રિયલ એસ્ટેટ, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરમાં ઘટાડો થઈ રહ્યો છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પ્રોફિટ-બુકિંગને કારણે નિફ્ટી બંને સૂચકાંકો નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 21 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 29 શેર નુકસાન સાથે બંધ થયા. તો સેન્સેક્સના 30 શેરોમાંથી 13 શેર લીલા નિશાનમાં અને 17 લાલ નિશાનમાં બંધ થયા હતા.

વધેલા-ઘટેલા શેર્સ

આજના સેશનમાં ટાટા સ્ટીલ 0.67 ટકા, સન ફાર્મા 0.52 ટકા, મારુતિ સુઝુકી 0.42 ટકા, TCS 0.40 ટકા, HCL ટેક 0.38 ટકા, કોટક મહિન્દ્રા 0.38 ટકા, ટેક મહિન્દ્રા 0.24 ટકા, ICICI બેન્ક 0.21 ટકા વધીને બંધ થયા. જ્યારે એશિયન પેઇન્ટ્સ 3.20 ટકા, લાર્સન 1.40 ટકા, ટાઇટન 1.34 ટકા, ઇન્ડ, ઇન્ડ બેન્ક 1.30 ટકા, બજાજ ફિનસર્વ 1.01 ટકા, ભારતી એરટેલ 0.98 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

રોકાણકારોને નુકસાન

આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને પણ નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ બુધવારે રૂ. 261.34 લાખ કરોડની સરખામણીએ ઘટીને રૂ. 260.88 લાખ કરોડ થયું છે. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને કુલ રૂ.46,000 કરોડનું નુકસાન થયું છે.

Stock Market Closing: સતત 5માં કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું શેરબજાર, જાણો આજની સ્થિતિ

આજે સવારે કેવી થઈ હતી શરૂઆત

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 59744.98ની સામે 32.66 પોઈન્ટ વધીને 59777.64 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17554.3ની સામે 20.35 પોઈન્ટ વધીને 17574.65 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 39995.9ની સામે 12.20 પોઈન્ટ ઘટીને 39983.7 પર ખુલ્યો હતો.

BSE Sensex 59,615.82 59,960.04 59,406.31 -0.22%
BSE SmallCap 27,632.31 27,716.17 27,417.92 0.08%
India VIX 15.08 16.01 14.52 -3.29%
NIFTY Midcap 100 30,165.65 30,257.60 29,883.50 -0.15%
NIFTY Smallcap 100 9,237.65 9,276.80 9,158.35 -0.08%
NIfty smallcap 50 4,186.45 4,194.30 4,137.90 0.40%
Nifty 100 17,286.30 17,386.30 17,224.20 -0.28%
Nifty 200 9,058.70 9,106.00 9,019.40 -0.26%
Nifty 50 17,511.25 17,620.05 17,455.40 -0.25%
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Justin Trudeau Resigns : જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના PM પદેથી આપી દીધું રાજીનામું, પાર્ટી પણ છોડી દીધીNepal Earthquake : ઉત્તર ભારત સહિત નેપાળમાં ભૂકંપના આચંકા , નેપાળમાં 9 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
Embed widget