Stock Market Closing: સતત બે દિવસની તેજીને બ્રેક, જાણો કેટલા પોઇન્ટના ઘટાડા સાથે થયું બંધ
Closing Bell: આજે સેન્સેક્સ 17.15 પોઇન્ટના ઘટાડા સાથે 60910.28 પોઇન્ટ પર અને નિફ્ટી 9.81 પોઇન્ટના ઘટાડા સાથે 18122.50 પોઇન્ટ પર બંધ રહ્યા હતા.
Stock Market Closing, 28th December, 2022: ભારતીય શેરબજાર માટે બુધવારનો દિવસ સાધારણ રહ્યો. આજે શેરબજાર સપાટ સ્તરે બંધ થયું. આજે સેન્સેક્સ 17.15 પોઇન્ટના ઘટાડા સાથે 60910.28 પોઇન્ટ પર અને નિફ્ટી 9.81 પોઇન્ટના ઘટાડા સાથે 18122.50 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. આજે માર્કેટ કેપ (Market Capitalization) 2,80,96,320 રૂપિયા થયું. ઓઈલ, ગેસ, પાવર સ્ટોર વધ્યા હતા.
સેક્ટરની સ્થિતિ
બેન્કિંગ, આઈટી, ફાર્મા, મેટલ્સ જેવા સેક્ટરના શેરમાં બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ઓટો, મીડિયા, એનર્જી સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા હતા. જ્યારે સ્મોલકેપ શેરો નીચે બંધ થયા હતા, તો મિડકેપ ઈન્ડેક્સ ઝડપથી વધીને બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 13 શેર ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે 37માં ઘટાડો થયો હતો. જ્યારે નિફ્ટીના 50માંથી 20 શેરો વધારા સાથે અને 30 ઘટાડા સાથે બંધ થયા હતા.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ (ટકામાં) |
BSE Sensex | 60,897.78 | 61,075.33 | 60,713.77 | -0.05% |
BSE SmallCap | 28,628.70 | 28,699.33 | 28,388.25 | 0.0039 |
India VIX | 15.395 | 15.65 | 15.27 | 0.01 |
NIFTY Midcap 100 | 31,325.55 | 31,406.35 | 31,089.70 | 0.00 |
NIFTY Smallcap 100 | 9,639.10 | 9,665.80 | 9,567.10 | -0.07% |
NIfty smallcap 50 | 4,310.45 | 4,323.10 | 4,274.15 | 0.00 |
Nifty 100 | 18,270.95 | 18,317.40 | 18,200.20 | 0.00 |
Nifty 200 | 9,552.85 | 9,576.45 | 9,515.35 | 0.00 |
Nifty 50 | 18,122.50 | 18,173.10 | 18,068.35 | -0.05% |
BSE ની સાઈટ મુજબ આજના Top Gainers
BSE ની સાઈટ મુજબ આજના Top Losers
આજે સવારે કેવી થઈ હતી શરૂઆત
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60927.43ની સામે 115.91 પોઈન્ટ ઘટીને 60811.52 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18132.3ની સામે 47.55 પોઈન્ટ ઘટીને 18084.75 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 42859.5ની સામે 125.90 પોઈન્ટ ઘટીને 42733.6 પર ખુલ્યો હતો.
વિદેશી રોકાણકારોએ વધુ નાણાં ખેંચ્યા
ભારતીય મૂડીબજારમાંથી વિદેશી રોકાણકારોને પાછા ખેંચવાની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાંથી રૂ. 867.65 કરોડ પાછા ખેંચ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સમાન સમયગાળા દરમિયાન રૂ. 621.81 કરોડના શેરની ખરીદી કરી હતી.