Stock Market Closing: ભારે ઉતાર-ચઢાવ બાદ શેરબજાર વધારા સાથે રહ્યું બંધ, જાણો Top Losers
Closing Bell: સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે ઉતાર-ચઢાવ ભર્યો રહ્યો. દિવસના અંતે શેરબજાર વધારા સાથે બંધ થયું.
Stock Market Closing, 30th January, 2023: ભારતીય શેરબજારમાં આજે ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો, ઘટાડા સાથે શરૂઆત થયા બાદ સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર વધારા સાથે બંધ રહ્યું. જોકે પાવર, ઓઇલ, ગેસ સેક્ટરમાં 4 થી 6 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો
કેટલા પોઇન્ટના વધારા સાથે બંધ રહ્યું માર્કેટ
આજે ભારતીય શેરબજાર 169.51 પોઇન્ટના વધારા સાથે 59,500.41 પોઇન્ટ પર અને નિફ્ટી 44.61 પોઇન્ટ વધારા સાથે 44.6 ર બંધ રહ્યા
શેરબજારમાં કેમ થયો વધારો
શરૂઆતની ઉથલ પાથલ બાદ બેંકિંગ સ્ટોક્સમાં ખરીદી નીકળતાં ભારતીય શેરબજાર તેજી સાથે બંધ થયું છે.
સેક્ટરલ અપડેટ
આજના ટ્રેડિંગ સેશનમાં આઈટી અને બેન્કિંગ સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી હતી જ્યારે ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 વધ્યા હતા જ્યારે 12 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 29 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 21 શેરો નુકસાન સાથે બંધ થયા હતા.
રોકાણકારોની સંપત્તિ
આજે શેરબજારમાં વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 268.78 લાખ કરોડ થઈ છે. 27 જાન્યુઆરીએ BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 269.74 લાખ કરોડ થયું હતુ. જ્યારે 25 જાન્યુઆરી, બુધવારે માર્કેટ કેપ રૂ. 276.69 લાખ કરોડ હતું. ગત સપ્તાહે શુક્રવાર અને બુધવારના બે ટ્રેટિંગ સેશનમાં રોકાણકારોને 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 24 જાન્યુઆરી, મંગળવારે માર્કેટ કેપ રૂ. 280.37 લાખ કરોડ હતી.
બજારમાં ગત સપ્તાહે થયેલા મોટા ઘટાડાના કારણો
- મોદી સરકાર 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ બીજા કાર્યકાળનું પાંચમું અને છેલ્લું સામાન્ય બજેટ રજૂ કરશે. બજારને અપેક્ષા છે કે વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને તેની ખાધ ઘટાડવા માટે વધુ ખર્ચ કરશે. જો બજેટ બજારની અપેક્ષાઓ પર ખરું ન ઊભું થાય તો ઘટાડો વધી શકે છે. એટલા માટે માર્કેટમાં ભયનું વાતાવરણ છે, જેના કારણે ઘટાડો વધ્યો છે.
- યુનાઈટેડ નેશન્સે 2023 કેલેન્ડર વર્ષમાં ભારતના વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ તેના અનુમાનમાં 2023માં જીડીપી 5.8 ટકા રહેવાની આગાહી કરી છે. જ્યારે 2022માં જીડીપી 6.4 ટકા રહેવાનો અંદાજ હતો.
- વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં વેચાણ કરી રહ્યા છે. ઘણા નિષ્ણાતો માને છે કે ભારતીય બજારનું વેલ્યુએશન મોંઘું થઈ ગયું છે, તેથી રોકાણકારો ભારતમાંથી પૈસા પાછા ખેંચી રહ્યા છે અને ચીનમાં રોકાણ કરી રહ્યા છે જે સસ્તું થઈ ગયું છે. ચીન લોકડાઉનને લઈને લાદવામાં આવેલા નિયંત્રણો પરત લઈ રહ્યું છે. જેના કારણે ત્યાં આર્થિક રિકવરી ઝડપી થઈ શકે છે. આવી સ્થિતિમાં રોકાણકારો વેચવાલી કરી રહ્યા છે.
- અમેરિકામાં ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન આર્થિક વૃદ્ધિ દર 2.9 ટકા રહ્યો છે, જે અપેક્ષા કરતાં વધુ સારો છે. અર્થશાસ્ત્રીઓનું માનવું હતું કે જીડીપી 2.3 ટકા પર રહી શકે છે. આનો અર્થ એ છે કે યુએસ સેન્ટ્રલ બેંક તેની નાણાકીય નીતિને વધુ કડક રાખવાનું વલણ જાળવી શકે છે. એટલે કે ફેડ વ્યાજદરમાં વધારો કરવાની પ્રક્રિયા ચાલુ રાખી શકે છે.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ (ટકાવારીમાં) |
BSE Sensex | 59,574.40 | 59,644.24 | 58,699.20 | 0.00 |
BSE SmallCap | 27,597.06 | 27,927.56 | 27,433.54 | -0.10% |
India VIX | 17.71 | 19.39 | 17.29 | 2.25% |
NIFTY Midcap 100 | 30,185.85 | 30,494.35 | 29,960.80 | -0.19% |
NIFTY Smallcap 100 | 9,233.00 | 9,351.40 | 9,185.95 | -0.10% |
NIfty smallcap 50 | 4,181.00 | 4,235.05 | 4,155.45 | -0.12% |
Nifty 100 | 17,571.85 | 17,676.60 | 17,331.90 | -0.13% |
Nifty 200 | 9,189.65 | 9,248.65 | 9,071.55 | -0.14% |
Nifty 50 | 17,648.95 | 17,709.15 | 17,405.55 | 0.25% |