Stock Market Closing: નવા વર્ષના સતત બીજા દિવસે તેજી સાથે બંધ રહ્યું શેરબજાર, IT, ફાર્મા શેર્સમાં તેજી
Stock Market: સેન્સેક્સ આજે 126 પોઇન્ટના વધારા અને નિફ્ટી 35 પોઇન્ટના વધારા સાથે બંધ થયા.

Stock Market Closing, 3rd January, 2023: ભારતીય શેરબજાર માટે વર્ષ 2023નો બીજો કારોબારી દિવસ પણ તેજીમય રહ્યો. સેન્સેક્સ આજે 126 પોઇન્ટના વધારા અને નિફ્ટી 35 પોઇન્ટના વધારા સાથે બંધ થયા. આજે આઈટી, ફાર્મા ક્ષેત્રમાં તેજી જોવા મળી. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 2,84,65,546 થઈ છે.
સેક્ટરની સ્થિતિ
બજારમાં આજે ઓટો, એફએમસીજી, મીડિયા, એનર્જી અને મેટલ સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી. ઓઈલ અને ગેસ સેક્ટરના શેર પણ બંધ થયા છે. જ્યારે બેન્કિંગ, આઈટી, ફાર્મા હેલ્થકેર જેવા સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદારી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 વધ્યા હતા જ્યારે 12 નુકસાન સાથે બંધ થયા હતા.
રોકાણકારોની સંપત્તિમાં વધારો
નવા વર્ષના બીજા ટ્રેડિંગ સેશનમાં પણ રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે. મંગળવારે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 80,000 કરોડનો ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને રૂ. 284.65 લાખ કરોડ થયું છે, જે 2 જાન્યુઆરી, 2023ના રોજ રૂ. 283.85 લાખ કરોડ હતું.
વધનારા અને ઘટનારા શેર્સ
એક્સિસ બેંકના શેરમાં બજારમાં સૌથી વધુ 2.18 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, આ સિવાય ટાઇટન 1.87 ટકા, ટીસીએસ 1.54 ટકા, ટેક મહિન્દ્રા 1.38 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.83 ટકા, રિલાયન્સ 0.70 ટકા, ETHUL 0.69 ટકા ઘટીને બંધ થયા હતા
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ (ટકાવારીમાં) |
BSE Sensex | 61,293.07 | 61,343.96 | 61,004.04 | 0.20% |
BSE SmallCap | 29,225.34 | 29,311.16 | 29,162.51 | 0.0019 |
India VIX | 14.385 | 14.99 | 14.305 | -2.04% |
NIFTY Midcap 100 | 31,860.35 | 31,951.65 | 31,757.15 | 0.0023 |
NIFTY Smallcap 100 | 9,825.35 | 9,848.30 | 9,795.55 | 0.0027 |
NIfty smallcap 50 | 4,402.30 | 4,416.60 | 4,389.40 | 0.0037 |
Nifty 100 | 18,376.50 | 18,398.95 | 18,298.55 | 0.23% |
Nifty 200 | 9,621.85 | 9,633.55 | 9,585.20 | 0.23% |
Nifty 50 | 18,232.55 | 18,251.95 | 18,149.80 | 0.19% |
BSE ની સાઈટ પ્રમાણે Gainer & Losers
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
